Main Menu

Thursday, August 22nd, 2019

 

વઠૃલભાઈ વિચક્ષણ 2ાજનેતા,સહકા2ી આગેવાન-દિલીપ સંઘાણી

કેન્દ્રીય મંત્રીઓ પ2શોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, ઈફકોના ચે2 મેન બી.એસ.નકઈ,એમ઼ડી.અવસ્થી, ગુજ2ાતના મંત્રી અને વિઠૃલભાઈ 2ાદડીયાના પુત્ર જયેશભાઈ 2ાદડીયા, એનસીયુઆઈના પ્રમુખ ચંપાલસિંહ યાદવ સહિત સહકા2ી આગેવાનો, પદાધિકા2ીઓ ઉપસ્થિત 2હયા. ઈફકોના પૂર્વ વાઈસ ચે2મેન, પો2બંદ2ના પૂર્વ સાંસદ વિઠૃલભાઈ 2ાદડીયાને સમગ્ર સહકા2ી આલમ ા2ા શ્રધ્ધાંજલી આપવાનો કાર્યક્રમ ઈફકોના વડપણ તળે દિલહી મુકામે યોજાયેલ જેમા બહોળી સંખ્યામા લોકોએ ઉપસ્થિત 2હીને શ્રધ્ધાંજલી અર્પિત ક2ી હતી. શ્રધ્ધાંજલી કાર્યક્રમમા કેન્ીય મંત્રીઓ પ2શોતમભાઈ રૂપાલા, મનસુખભાઈ માંડવીયા, વિઠૃલભાઈના પુત્ર-ગુજ2ાતના પુ2વઠા મંત્રી જયેશભાઈ 2ાદડીયા, ઈફકોના એમ઼ડી.અવસ્થી, એનસીયુઆઈના પ્રમુખ ચંપાલસિંહ યાદવ, ડો.બિજેન્દ્ર સીંહ સહિત સહકા2ી આગેવાનો, પદાધિકા2ીઓ ઉપસ્થિત 2હયા.2ાદડીયાને શબ્દો દ્વારા શ્રધ્ધાંજલી અર્પતા દિલીપ સંઘાણીએ જણાવેલ કે, વિઠૃલભાઈ કુશળ 2ાજનેતા અને સહકા2ી પ્રવૃતિના પથચાલક 2હયા તેમની કાર્યપ્રણાલીકા હંમેશને માટે મને યાદ 2હેશે તેમ જણાવી ખેડૂત અને ખેતિ લક્ષી વિવિધ સહકા2ી યોજનાઓમા તેમની ભૂમિકાને બિદાવી હતી. કેન્ીય મંત્રીશ્રીઓ પ2શોતમભાઈ રૂપાલા અને મનસુખભાઈ માંડવીયા એ સ2કા2, સહકા2 અને સામાજીક પ્રવૃતિઓમા વિઠૃલભાઈની સેવાઓને બિ2દાવી હતી. આ તકે વિશાળ સંખ્યામા ઉપસ્થિત લોકોએ પણ 2ાદડીયાને શ્રધ્ધાંજલી અર્પિત ક2ી હતી તેમ અખબા2ી યાદીમા જણાવાયેલ છે.


પ્ાૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રી લઇ જતું હેલિકોપ્ટર ક્રેશ: ત્રણના મોત

ઉત્તરાખંડમાં પૂર પ્રભાવિત વિસ્તારમાં રાહત સામગ્રી લઈને જઈ રહેલું એક હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું છે. હેલિકોપ્ટર દૃેહરાદૃૂનથી સામગ્રી લઈને ઉડ્યું હતું અને મોલડીના આરાકોટ જઈ રહૃાું હતું. ઉત્તરકાશી પહોંચતા વીજળીના તારને અડી જતાં તે ક્રેશ થયું હતું.આ દૃુર્ઘટના અંગે એસડીએમ દૃેવેન્દ્ર નેગીએ જણાવ્યું કે, હેલિકોપ્ટરમાં સવાર ત્રણ લોકોનાં મોત થયા છે, જ્યારે એક ગંભીર છે. ઘાયલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.પ્રાપ્ત વિગત પ્રમાણે રાહત અને બચાવ કામમાં જોતરાયેલું આ હેલિકોપ્ટર અચાનક વીજળીના તારને અડી ગયું હતું અને નીચે પડ્યું હતું. હેલિકોપ્ટરમાં પાયલટ, કો-પાયલટ અને એસડીઆરએફના જવાન સહિત ત્રણ લોકો હતા. ક્રેશ થયેલું હેલિકોપ્ટર હેરિટેઝ એવિએશનનું હતું, જેનો રાહત અને બચાવ કામ માટે ઉપયોગ કરવામાં આવી રહૃાો હતો.નોંધનીય છે કે ઉત્તારંખડના અનેક વિસ્તારોમાં ભયંકર પૂર આવ્યું છે.


રેલ્વે ક્રોસિંગ મુક્ત બનશે ગુજરાત, તમામ ક્રોસિંગ પર બનાવાશે અંડરબ્રીજ: રૂપાણી

કેન્દ્ર સરકાર ઘણાં વર્ષોથી ગેટ-ફ્રી દૃેશ બનાવવા તરફ કામ કરી રહી છે, હાલમાં ઘણાં રેલ્વે ક્રોિંસગ્સ પર અન્ડરબ્રીજ બનાવે છે. પરંતુ હજી એટલા રેલ્વે ફાટક બધો છે, જ્યાં કોઈ અન્ડરબ્રીજ નથી, જેનું કામ હવે ગુજરાત સરકાર કરશે. આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતે ચેક વિતરણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, હવે ગુજરાતને ફાટક મુક્ત બનાવવાનું છે, જેના પર હાલમાં રૂપાણી સરકાર કાર્યરત છે. રેલ્વે ફાટકની વાત કરીએ તો અમદૃાવાદૃના રાણીપ રેલ્વે ક્રોિંસગ પર અવારનવાર મોતની ઘટનાઓ બનતી હતી, પરંતુ હાલમાં સરકારે ત્યાં અન્ડરબ્રીજ બનાવ્યા છે. જેના કારણે ઘટનાઓમાં ઘટાડો થયો છે. પરંતુ અમદૃાવાદૃના લોકો હજી પણ અન્ય રેલ્વે ફાટક પર પુલ, અથવા અંડરબ્રીજ બનાવાની રાહ જોઇ રહૃાા છે. અમદૃાવાદૃ રેલ્વેના મીડિયા પ્રવકતા પ્રદૃીપ શર્માએ જણાવ્યું હતું કે હાલમાં અમે માનવરહિત ક્રોિંસગનું કામ પૂર્ણ કરી રહૃાા છીએ. પરંતુ માનવરહિત ક્રોિંસગનું કામ સંપૂર્ણ રીતે પૂર્ણ થવાનું છે, જેમાં અમે રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહૃાા છીએ.


સોમનાથ મહાદેવનાં દર્શન, જલાભિષેક કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ આજે શ્રાવણમાસનાં પવિત્ર સોમવારે પ્રથમ જ્યોતિલીંગ સોમનાથ મહાદેવનાં દર્શન અને પુજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. મુખ્યમંત્રીશ્રીએ સહ પરિવાર સોમનાથ દાદાનાં દર્શન કરી ધ્વજાપુજા કરી હતી. મંદિરનાંશ્રી ધનંજય દવેએ શાસ્ત્રોક્ત વિધિથી ધ્વજાપુજા કરાવી હતી. મુખ્યમંત્રીશ્રીએ ધ્વજાનાં દર્શન કરી પ્રદક્ષિણા પણ કરી હતી. પ્રાત: આરતીમાં સહભાગી થઇ શિવભક્તોના હર હર મહાદેવનાં નાદ વચ્ચે મુખ્યમંત્રીશ્રીએ સોમનાથ મહાદેવને શીશ નમાવી લોક કલ્યાણની પ્રાર્થના કરી હતી.મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ સોમનાથ દાદાનાં દર્શન ધ્વજા પુજા કરી જણાવ્યું હતું કે,વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમીતભાઇ શાહનાં નયા ભારતનાં સપનાને આશિર્વાદ મળે તેમજ ગુજરાતની પ્રજાની સુખ, સમૃધ્ધિ, સલામતી અને સોમનાથ દાદાની ધ્વજા કાયમ માટે ફરકતી રહે તે માટે સોમનાથ દાદાને પ્રાર્થના કરી છે. સોમનાથ દાદાની કૃપાથી વાયુ વાવાઝોડુ ફંટાઇ જતા નમન કર્યા છે.આ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ સૈા પ્રથમ ભગવાન ગણેશજીનાં, હનુમાનજીનાં અને વીર હમીરજી ગોહીલ સ્મારક ખાતે નમન કર્યા હતા. મુખ્યમંત્રીશ્રી સાથે પુજા-અર્ચનામાં શ્રીમતી અંજલીબેન રૂપાણી, પરીવારજનો તેમજ અગ્રણીશ્રી નીતીનભાઇ ભારદ્વાજ, પૂર્વ ધારાસભ્યશ્રી ભાનુબેન બાબરીયા અને અન્ય સભ્યો સહભાગી થયા હતા. મંદિરનાં પરીસરમાં ધ્વજા દર્શન પ્રસંગે સાંસદશ્રી રાજેશભાઇ ચુડાસમા, અગ્રણીશ્રી ઝવેરીભાઇ ઠકરાર, નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી મંજુલાબેન સુયાણી, સોમનાથ ટ્રસ્ટનાં જનરલ મેનેજરશ્રી વિજયસિંહ ચાવડા, જિલ્લા કલેકટરશ્રી અજય પ્રકાશ,જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, જિલ્લા પોલીસ વડાશ્રી રાહુલ ત્રિપાઠી સહિતનાં મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.


જાફરાબાદનાં ભાડા ગામે ઓમકારેશ્ર્વર મહાદેવના મંદિરે બરફના શ્રી અમરનાથ શિવલિંગના દર્શન

જાફરાબાદ તાલુકાના ભાડા ગામે આવેલ ઓમકારેશ્ર્વર મહાદેવ ના મંદિરે ભાડા ગ્રામજનોના સહયોગથી આજરોજ બરફના શિવલીગ જેમાં અમરનાથ ગુફાના આબેહુબ હોય એવી કલાત્મક બનાવવામાં આવ્યા હતા. જેમના દર્શન માટે દર્શનાર્થીઓની ભીડ જામી હતી.


લાઠીમાં શ્રીમતી સંઘવી કન્યા વિદ્યાલય દ્વારા પોલીસ સ્ટેશનમાં રક્ષા બંધન પર્વની ઉજવણ

અમરેલીના લાઠીની શ્રીમતી સંધવી કન્યા વિદ્યાલય ના આચાર્ય શ્રી દશેનાબેન ગીડા તેમજ સ્ટાફના શિક્ષકગણ દ્વારા લાઠી પોલીસ સ્ટેશનમાં રક્ષા બંધન પર્વ નિમિત્તે પી.એસ.આઈ. – પી.એન.મોરી તેમજ કમેચારી ગણને વિદ્યાર્થી બહેનોએ કુમકુમ તિલક કરી રાખડીઓ બાંધી સોને શુભેચ્છા પાઠવી હતી.પોલીસ પરિવાર રક્ષા બંધન પર્વ પોતાના ઘેર જ ઉજવતા હોય તેવો તાદ્રશ્ય અવસર નિહાળી ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.


બગસરાના વિકાસ માટે 113લાખનો ચેક મુખ્યમંત્રી શ્રી રૂપાણી દ્વારા નગર સેવા સદનને અર્પણ કરાયા

ગાંધીનગર ખાતે આજ રોજ ગુજરાત ની તમામ નગર પાલિકા તેમજ મહાપાલિકા ના પ્રમુખ ઉપપ્રમુખ તેમજ ચીફ ઓફિસરો ને ગાંધીનગર ટાઉન હોલ માં બેઠક બોલાવેલ જેમાં મહાપાલિકા તેમજ નગર પાલિકા ના માળખાકીય સુવિધાઓ સુધારવા માંટે મુખ્યમંત્રી શ્રીવિજયભાઈ રૂપાણી તેમજ ઉપમુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ તેમજ ધનસુખભાઈ ભંડેરી ફાઇનાન્સ બોર્ડ દ્વારા 2000 કરોડ ના ચેક વિતરણ કરવા માં આવ્યા હતા
જેમાં બગસરા નગર પાલિકા વતી ચીફ ઓફિસર ભાવનાબેન ગૌસ્વામી બગસરા નગર પાલિકા ના પ્રમુખ રશીલાબેન પાથર ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ તેમજ નગર પાલિકા ના ચૂંટાયેલા સભ્ય રેખા પરમાર તેમજ બગસરા શહેર ભાજપ ના ભુપત ઉનાવા જયંતી વેકરીયા સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતા તો બગસરા ના વિકાસ હરણફાળ ભરશે તેવું નિતેષ ડોડીઆ એ જણાવેલ


રાજુલા પંથકમાંથી ભારતીય બનાવટના પરપ્રાંત ઇંગ્લીશ દારૂ સાથે આરોપીને ઝડપી પાડતી પોલીસ

અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાયએ અમરેલી જિલ્લામાથી દારૂ જુગારની પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચના તેમજનાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી ના માર્ગદર્શન મુજબ તા.20/08/2019 ના રોજ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયાતથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તથા રાજુલા પોલીસ ટીમ દ્રારા ખાનગી રાહે બાતમી મળતા રાજુલા ના ઝાંઝરડા ના મનસુખભાઇ સુખાભાઇ સોસા ના બંધ મકાને રેઇડ કરતા જેમના ઘરેથી ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની બોટલ નંગ 08 કી.રૂ.2400/- મુદ્દામાલ જથ્થો ઝડપાતા મનસુખભાઇ સુખાભાઇ સોસા ને અટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.પકડાયેલ મુદ્દામાલમાં મેકડોલ નં-1 સુપીરીયર વ્હીસ્કી રીંગ પેક બોટલ નંગ-03 પાર્ટી સ્પેશલ કંપનીની બોટલ નંગ-05 મળી કુલ બોટલ નંગ -8 જેની કુલ કી.રૂ.2400/- નો મુદામાલ રાજુલા પોલીસ સ્ટેશનના ઇન્ચા પોલીસ ઇન્સ.શ્રી એ.પી.ડોડિયા તથા પો.સબ.ઇન્સ જી.જી.જાડેજા તથા હે.કોન્સ બહાદુરભાઇ દાનાભાઇ વાળા તથા પો.કોન્સ હરપાલસિંહ વિક્રમસિં હ તથા પો.કોન્સ મનુભાઇ રામભાઇ તથા પો.કોન્સ વનરાજભાઈ જોરૂભાઈ રાજુલા પોલીસ ટીમએ ઇંગ્લીશ દારૂના જથ્થો પકડી પાડવામાં સફળતા મળેલ છે.


અમરેેલી જીલ્લામાં તહેવારીયો જુગાર રમતા પોલીસે 25ને ઝડપી પાડયા

અમરેેલી જીલ્લામાં તહેવારીયો જુગાર રમતા ધારી,પ્રેમપરા,મેલડીમાતાજીના મંદિર સામે દિનેશ દેવસી સોલંકી,દાદુ ગીરા રાઠોડ,દિપક બાબુ સોલંકી, કાદુ હરી ચારૈલીયા, સુરેશ દેવસી સોલંકીને પો.કોન્સ..મનીષદાન ગઢવીએ રોકડ રૂા.3520ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. અમરેલીે તાલુકાના મોણપુર ગામે આહીર શેરીમાં જુગાર રમતા મહેશ ઉર્ફે લાલો મેહુર ડેર, ધીરૂ રવજી ધાનાણી, મનસુખ હરજી દુઘાત, મનસુખ વાલજી હડીયા, રણજીત વિક્રમ ડેર, વિપુલ ઉર્ફે ટીભો લીંબા બાંભવા, રાવત ભગવાન દેથળીયા, પ્રકાશ ઉર્ફે ઘુઘો હરસુર ભેડાને પો.કોન્સ વરજાંગભાઇ મુળીયાસીયાએ રોકડ અને 8 મોબાઇલ મળી કુલ રૂા. 1 લાખ 26 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. ધારી ના કુબડા ગામે બાવચંદ દુદા દાફડાના ઘર પાસે ખુલ્લી જગ્યામાં બાવચંદ દુદા દાફડા, રમેશ રૂપા નાગર, હિમ્મત રાજા ભટ્ટીને ઝડપી પાડયા હતા. જયારે રેઇડ દરમીયાન વિજય ટાભા મકવાણા, મંગળુ ઓઢા ધાધલ, મનુ ટાભા મકવાણા, સજંય વિરા, માંડણ ગઢવીને પો.કોન્સ ધનજીભાઇ પરમારએ રોકડ રૂા.1880 ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. રાજુલામાં ગજેન્દ્રસિંહ વજેસિંહ પરમારે પોતાના રહેણાક મકાનમાં બહારથી માણસો બોલાવી હાર-જીત નો જુગાર રમાડી પોતાના ફાયદા માટે નાળ ઉઘરાવી ગજેન્દ્રસિંહ વજેસિંહ પરમાર, અબ્બાસ અલી ભોજાણી, સાગર ભનુ મહેતા, ભરત કાનજી મકવાણા, હરેશ ઉર્ફે હરી પરષોતમ સોલંકી, રાજકમલ પ્રવીણ પરમારને રોકડ અને મોબાઇલ 8 મળી કુુલ રૂા. 95 હજાર ઉપરાંતના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા.


અમરેલીમાં લાયન્સ કલબ સીટી દ્વારા લોક મેળો ખુલ્લો મુકાયા

લાયન્સ કલબ ઓફ અમરેલી સીટી આયોજીત બાલમુકુંદ જ્વેલર્સ જન્માષ્ટમી લોક મેળાને આજે સાંજના ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દિપ પ્રાગટય કરી ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે ડીસ્ટ્રીક્ટ ગવર્નર લા.દિવ્યેશભાઇ સાકરીયા,દ્વિતીય વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર ધીરેનભાઇ મહેતા,અમરેલી જી.પં.પ્રમુખ રવજીભાઇ વાઘેલા,પાલીકાના પ્રમુખ જયંતિભાઇ રાણવા, દ્વિતીય વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર વસંતભાઇ મોવલીયા,દ્વિતીય વાઇસ ડિસ્ટ્રીક્ટ ગવર્નર સંજયભાઇ કલકાણી, ડો.જીજે ગજેરા,જી.પં.આરોગ્ય સમિતિના ચેરમેન પ્રદિપભાઇ કોટડીયા,શરદભાઇ ધાનાણી,જીતુભાઇ ડેર,જામનગર નોબત દૈનિકના તંત્રી પ્રદિપભાઇ માધવાણી,અમરેલી કે.કે.પારેખ કોમર્સ કોલેજના પ્રીન્સીપાલ ડો.એચ.એમ.શાહ,કે.કે.પારેખ અને આર.પી.મહેતા વિદ્યાલયના પ્રીન્સીપાલ વિપુલભાઇ વ્યાસ,લાયન્સ મેઇનના પ્રમુખ ભરતભાઇ ચક્રાણી,કાંતિભાઇ વઘાસીયા, રમેશભાઇ કાથરોટીયા, પરેશભાઇ આચાર્ય,લાયન્સ રોયલના પ્રમુખ રમેશભાઇ કાબરીયા,વી.હી.પ.ના હસુભાઇ દુધાત, મનસુખભાઇ રૈયાણી,રૂજુલભાઇ ગોંડલીયા,તેમજ અમરેલી લાયન્સ કલબ સીટીના હોદેદારો અને મહિલાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આ પ્રસંગે શરદભાઇ ધાનાણી,રવજીભાઇ વાઘેલા,પ્રદિપભાઇ કોટડીયા સહિતે લાયન્સ કલબ ઓફ અમરેલી સીટીની પ્રવૃતીઓને બીરદાવી હતી.અને આવા લોકમેળાના માધ્યમથી સતત ભાગદોડમાં રહેતા લોકોને જન્માષ્ટમી લોક મેળાના માધ્યમથી મનોરંજન પુરુ પાડે છે.તેમજ મેળાની આવકમાંથી સંસ્થા દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતીઓ કરવામાં આવે છે.તેમને બીરદાવી હતી.આ પ્રસંગે ડીસ્ટ્રીકટ ગવર્નર દિવ્યેશભાઇ સાકરીયાએ જણાવેલ કે ભારત તહેવારોનો અને ઉત્સવોનો દેશ છે.જેના માધ્યમથી લોકો ટેન્શન મુક્ત બની આનંદ માણી શકે છે.આભાર વિધિ જયેશભાઇ પંડયાએ કરી હતી.