Main Menu

Thursday, August 29th, 2019

 

370 કલમ મુદ્દે સુપ્રિમની કેન્દ્રને નોટિસ: ઓક્ટોબરમાં વધુ સુનાવણી

જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દૃરજ્જો આપતા અનુચ્છેદૃ ૩૭૦ હટાવવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં દૃાખલ કરાયેલી અરજીઓ પર બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજીઓ પાંચ જજોની બંધારણીય બેન્ચ સમક્ષ આ અરજીઓ મોકલી આપતા હવે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં તમામ અરજીઓ પર સુનાવણી થશે. હાલમાં પાંચ જજોની બંધારણીય બેન્ચ અયોધ્યા કેસ પર સુનાવણી કરી રહી છે. કોર્ટે કેન્દ્ર સરકાર અને જમ્મુ કાશ્મીરના રાજ્યપાલને નોટિસ જાહેર કરી છે. અરજદૃાર જામિયાના વિદ્યાર્થી સાથે સીપીઆઈ નેતા સિતારામ યેચુરી પણ હતા. સુપ્રીમ કોર્ટે અરજદૃારોને કાશ્મીર મુલાકાત માટે જવા પરવાનગી આપી છે, પરંતુ નિર્દૃેશ પણ આપ્યો છે કે તેઓ ત્યાં મુલાકાત વખતે કોઈ વધારાની પ્રવૃતિ ના કરે.સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાં મીડિયાની આઝાદૃી અંગે કેન્દ્ર સરકારને નોટિસ ફટકારી છે. કોર્ટે કેન્દ્ર સરકારને સાત દિૃવસમાં જવાબ આપવા માટે કહૃાું છે. જામિયાના વિદ્યાર્થી મોહમ્મદૃ અલીમ સૈયદૃને પોતાના પરિવારને મળવા માટે અનંતનાગ જવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે આપી છે. અરજદૃારે જણાવ્યું કે તે પોતાના પરિવાર સાથે સંપર્ક નથી કરી શકતો અને તેને તેના વાલીઓને મળવું છે. ચીફ જસ્ટિસે જણાવ્યું કે, ‘તમને તમારા વાલીઓના ખબરઅંતર પૂછવા અનંતનાગ જવાની મંજૂરી આપવામાં આવે છે. ઘરેથી પરત દિૃલ્હી આવ્યા બાદૃ કોર્ટમાં એક એફિડેવિટ ફાઈલ કરવાનો નિર્દૃેશ પણ કોર્ટે અરજદૃારને આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કલમ ૩૭૦ નાબૂદૃ કરવા મામલે નોટિસ ફટકારી હતી. કાશ્મીર ટાઈમ્સની એક્ઝિક્યુટિવ એડિટર અનુરાધા ભસીનની અરજી પર પણ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને નોટિસ ફટકારી હતી. ભસીને ક્ષેત્રમાં ઈન્ટરનેટ, લેન્ડલાઈન અને અન્ય સંચાર માધ્યમો પર પ્રતિબંધમાં છૂટ આપવા અરજી કરી હતી.કલમ ૩૭૦ને રદૃ કરવાની બંધારણીય યોગ્યતા સામે કરાયેલી અરજી પર સુનાવણી દૃરમિયાન ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું કે ભારતના નાગિરકના નાતે દૃરેક નાગરિકને દૃેશના કોઈપણ ભાગમાં જવાની સ્વતંત્રતા હોવી જોઈએ. સુપ્રીમ કોર્ટે અગાઉ પણ જણાવ્યું હતું કે જમ્મુ-કાશ્મીરમાં સ્થિતિ થાળે પાડવા માટે કોર્ટ સરકારને થોડો સમય આપવા માંગે છે.
સિતારામ યેચુરીને સુપ્રીમ કોર્ટે શ્રીનગર મુલાકાત માટે જવા મંજૂરી આપી હતી. જો કે કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે તમે તમારા મિત્રને મળવા કાશ્મીર જઈ શકો છો, પરંતુ ત્યાં કોઈ અન્ય પ્રવૃતિ કરી શકો નહીં. કેન્દ્ર સરકારે યેચુરીની શ્રીનગર મુલાકાતને રાજકીય ગણાવી હતી. કોર્ટે યેચુરીને જણાવ્યું હતું કે જો તમે ત્યાં અન્ય પ્રવૃતિ કરશો તો તે કોર્ટના આદૃેશનું ઉલ્લંઘન ગણાશે.


બગસરામાં રાષ્ટ્રીય શાયર શ્રી મેઘાણીજીની જન્મ જયંતિ નિમિતે રસધાર અસ્મિતા એવોર્ડ અપાયા

બગસરા માં આજે રા.શા. શ્રી ઝવેરચંદ મેઘાણીજી ની જન્મ જયંતિ પ્રસંગે હર વર્ષ ની જે આ વર્ષે પણ રસધાર અસ્મિતા સન્માન 2019 એવોર્ડ નું આયોજન ગુજરાત રાજ્ય સંગીત નાટય અકાદમી ના આર્થિક સહયોગ થી ઉજવાયો આ એવોર્ડ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના શિક્ષક સ્ટાફ દ્વારા છેલ્લા વીસ વર્ષ થી આયોજન કરવા માં આવતું પરંતુ આ વર્ષ થી ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગુજરાત રાજય સંગીત નાટ્ય અકાદમી માં સમાવિષ્ટ કરવા માં આવ્યો હતો જેમાં ભજન સાધક હેમંતભાઈ ચૌહાણ અને ચેતનભાઈ ગઢવી ને રસધાર અસ્મિતા સન્માન 2019 આપવા માં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે મેઘાણીજી ના પદચિન્હો પર ચાલનાર રણછોડભાઈ મારુ એ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના આચાર્ય અને આ એવોર્ડ ના પ્રણેતા એચ.આર. શેખવા સાહેબે શબ્દો દ્વારા પધારેલ મહેમાનો નું સ્વાગત કર્યું હતું ત્યારે બાદ દીપ પ્રાગટ્ય પધારેલ હેમંતભાઈ ચૌહાણ, ચેતનભાઈ ગઢવી, રણછોડભાઈ મારુ, બગસરા નગર સેવા સદન ના પ્રમુખ રાશિલાબેન પાથર, બગસરા નગર સેવા સદન ના ઉપપ્રમુખ નિતેષ ડોડીઆ, મુંબઇ થી કાળુભાઇ સોની તેમજ સુનિલભાઈ સોની લોક સાહિત્યકાર અને મહેમાનો દ્વારકારવા માં આવ્યું હતું જ્યારે આ કાર્યક્રમ માં ચેતનભાઈ ગઢવી ને રસધાર અસ્મિતા સન્માન 2019 થી સન્માનિત કરતા બગસરા નાગરિક મંડળી ના ચેરમેન રશ્વિનભાઈ ડોડીઆ, બગસરા નગર સેવા સદન ના પૂર્વ પ્રમુખ કુશુમબેન ડોડીઆ, બગસરા નાગરિક બેન્ક ના ચેરમેન અને બગસરા શહેર ભાજપ પ્રમુખ એ.વી. રિબડીયા,બગસરા નાગરિક બેન્ક ના વાઇસ ચેરમેન અને ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ પ્રકાશભાઈ રાણીગા, બગસરા શહેર ભાજપ મંત્રી મુકેશ ગોંડલીયા, બગસરા નગર સેવા સદન શિક્ષણ સમિતિ ના ચેરમેન હરેશ પટોળીયા,બગસરા ચેમ્બર ઓફ કોમર્સ ના મંત્રી વિનુભાઈ ભરખડા એ સન્માનિત કર્યા હતા જ્યારે ભજન સાધક શ્રી હેમંતભાઈ ચૌહાણ ને રસધાર એવોર્ડ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના આચાર્ય એચ.આર. શેખવા, સ્નેહી પરમાર, મનોજ મહિડા સહિત ના સ્ટાફ દ્વારા રસધાર અસ્મિતા સન્માન 2019 સન્માનિત કર્યાં હતાં તેમજ મેઘાણી જી ના પદચિન્હો પર ચાલતા અને જેનું જીવન જ મેઘાણી જી ના જીવન ચરિત્ર પર સાર્થક કર્યું છે તેવા શ્રી રણછોડભાઈ મારુ નું વિશેષ બગસરા નગર સેવા સદન તેમજ બગસરા મેઘાણી હાઈસ્કૂલ દ્વારા કરવા માં આવ્યું હતું આ વેળા એ બગસરા નાગરિક શ.સહ.મંડળીના ચેરમેન શ્રી રશ્વિનભાઇ ડોડીયા અને નગર પાલિકા ના પૂર્વ પ્રમુખ શ્રીમતી કુશુમબેન ડોડીયા નિતેશ ડોડીયા દ્વારા શ્રી હેમંતભાઈ ચૌહાણનું સન્માન કરવામાં આવેલ તેમજ દલિત સમાજ દ્વારા પણ પધારેલા મહેમાનોનું સન્માન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમમાં બગસરા ની જાહેર સંસ્થાઓના નામી અનામી આગેવાનો એ ખાસ હાજરી આપેલ બાદ માં બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના હોલ માં ચેતનભાઈ ગઢવીએ તેની આગવી શૈલી માં લોક સાહિત્ય ને પ્રસ્તુત કરી પધારેલ આગેવાનો અને સ્કૂલ ના વિદ્યાર્થીઓ ને ડોળાવ્યા હતા બાદ માં ભજન સાધક હેમંતભાઈ ચૌહાણ દ્વારા ભજનો ગાઈ ને આગેવાનો અને વિદ્યાર્થીઓ ને ભક્તિરસ માં ડૂબકીઓ મરાવી હતી આ કાર્યક્રમ નું સંપૂર્ણ સંચાલન બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના શીક્ષક અને શાયર સ્નેહી પરમાર દ્વારા કરવા માં આવેલ ને આભારવિધિ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ના આચાર્ય એચ.આર.શેખવા સાહેબે કરેલ.


અમ2ેલી જેશીંગપ2ા પુલ, પીપળેશ્ર્વ2 મંદિ2 પાસેનો 2ોડ બનાવવા ગ્રાંન્ટ ફાળવતા શ્રી પ2ેશભાઇ ધાનાણી

અમ2ેલી શહે2માં જેશીંગપ2ાના પુલ પાસે સ્વામિના2ાયણ મંદિ2ની સામે પોૈ2ાણીક પીપળેશ્ર્વ2 મહાદેવનું મંદિ2 આવેલ છે, જયાં ખુબ કીચડ અને ખાડા આવેલા છે, જેનાથી શિવભક્તો ને ખુબ મુશ્કેલીઓનો સામનો ક2વો પડતો હતો,
જયા 2ોડ ક2વાની ખુબ જરૂ2ીયાત હતી, જે પ્રાણ પ્રશ્ર્ન હલ ક2તા ધા2ાસભ્યશ્રી ધાનાણી.
અમ2ેલી જીલ્લામાં શિવભક્તો માટે ખુબ જ પ્રચલિત અને આસ્થાનું કેન્દ્ર આ છે, અને શિવ ભક્તોની લાગણી અને માંગણી હલ ક2તા અમ2ેલીના લોક લાડીલા ધા2ાસભ્યશ્રી પ2ેશભાઈ ધાનાણીનો અમ2ેલી શહે2ના શિવ ભક્તોએ ખુબ ખુબ આભ2 માન્યો હતો.


ખાંભા નજીક બાબરપરાથી બોરાળા વચ્ચે યુવાનને ટ્રાવેલ્સની બસે હડફેટે ચડાવ્યા

ખાંભાના બાબરપરાથી બોરાળા વચ્ચે મનુભાઇ બચુભાઇ સાંખટ ચકરાવા ગામેથી બળદો લઇ ખડાધાર મુકવા જતા હતા ત્યારે. જે કે ટ્રાવેલ્સના ચાલકે પુર ઝડપે અને બેફીકરાઇથી બસ ચલાવી હડફેટે લઇ પગમાં તથા ઘુટીના ભાગે ઇજાઓ કરી ટ્રાવેલ્સની બસ ચાલક બસ લઇ નાસી ગયાંની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.


અમરેલીમાં જન્માષ્ટમી પર્વે સ્વર્ગની ચૈતન્ય ઝાંખી કરાવાઇ

આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ તથા ઓજસ્વીની ગૃપ, અમરેલી દ્વારા સૌરાષ્ટ્રપ્રાંત અધ્યક્ષ ડો. જી.જે.ગજેરા ના માર્ગદર્શન નીચે જન્માષ્ટમીના ઉજવણી અમરેલીમાં ભવ્ય રીતે કરવામાં આવી. આ માટે સીનીયર સીટીઝન પાર્કમાં કૃષ્ણ જન્મને અનુલક્ષીને ચાર દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલ. એમાં પ્રજાપિતા બ્રહ્માકુમારી ઇશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય પૂ.ગીતાદીદીના માર્ગદર્શન નીચે ત્રણ દિવસનો સ્વર્ગની ચૈતન્ય ઝાંખી નો કાર્યક્રમ રોજ રાત્રે 4 કલાક સુધી રાખવામાં આવેલ અને ચોથા દિવસે શ્રીનાથજીની ઝાંખી નો કાર્યક્રમ કે જેમાં શ્રીનાથજીના સર્વશ્રેષ્ઠ ભજન-કિર્તનનો કાર્યક્રમ રોનાલ્ડ ઓરકેષ્ટ્રા દ્વારા રાજુભાઇ પંચાલી,શ્રીમતિ ભુમીબેન ગજેરા તથા તેની ટીમ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલ. આ બંને કાર્યક્રમમાં અમરેલીની જનતાએ હજારોની સંખ્યામાં લાભ લીધો. જન્માષ્ટમીની રાતે 12 વાગે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી પણ કરવામાં આવેલી જેમાં સૌએ કૃષ્ણ ભગવાનને ઝુલાવવાનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દીપી ઉઠે તે માટે અમરેલીની ઘણી બધી વ્યકિતઓ તથા સંસ્થાઓએ હોશભેર સહકાર આપેલ જેમકે નગરપાલીકા,પી.જી.વી.સી.એલ. પોલીસ સ્ટાફ,ફાયર સેફરી સ્ટાફ,લાયન્સ કલબ અમરેલી (મેઇન,સીટી તથા રોયલ), રોટરી કલબ (મેઇન,સીટી તથા ગીર), રોટરેકટ કલબ, વિવિધ શૈક્ષીણક સંસ્થાાઓના આચાર્યશ્રીઓ તથા સંચાલકો, સ્વામી, મંદિર-માણેકપરા, સ્વામી, મંદિર-પાણીકરવાજા, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન,નિત્યસુધાનંદ સ્વામીશ્રી, લાલવાવ હનુમાન મંદિરના મહંતશ્રી,પી.આઇ.પડારિયા, સીટી પી.આઇ. મોરી, એલ.સી.બી. પી.આઇ. વાઘેલા, સી.પી.આઇ. રબારી, જેલ અધિક્ષક બાબરીયા તથા અન્ય નામીઅનામી વ્યકિતઓએ આ કાર્યક્રમમાં સંપૂર્ણ સહકાર આપીને આ સંસ્થાને મદદરૂપ થયા તે માટે આ સંસ્થા તેમનો આભાર માને છે. આ કાર્યક્રમને સફળ બનાવવા આંતર રાષ્ટ્રીય હિન્દુ પરિષદના ડો.જી.જે. ગજેરા- સૌ.પ્રાંત અધ્યક્ષ,નિર્મળભાઇ ખુમાણ-સૌ.પ્રાંત મંત્રી, મનસુખભાઇ રૈયાણી-ભાવનગર વિભાગ અધ્યક્ષ, દડુભાઇ ખાચર-અમરેલી જીલ્લા અધ્યક્ષ, સુરેશભાઇ સોલંકી-જીલ્લા કાર્યકારી અધ્યક્ષ,મજબુતસિંહ બસીયા-જીલ્લા મંત્રી, ડો. દેસાણી, જીલ્લા મંત્રી, ડી.ભાઇ બામટા-જીલ્લા ઉપાધ્યક્ષ, નિતિનભાઇ પંડયા-જીલ્લા ઉપાધ્યક્ષ,જીલુભાઇ વાળા-જીલ્લા મિડિયાસેલ, બાબુભાઇ બામટા-ધર્માચાર્ય પ્રમુખ, ચંદ્રેશભાઇ મહેતા-લીગલ એડવોકેટ, આઇ.કે.સરપદડીયા-લીગલ એડવોકેટ, નિલેશ સોલંકી-વિશ્ર્વ હિન્દુ સમાચાર-જીલ્લા સંયોજક, નિલેશભાઇ ડાયાણી-જીલ્લા અધ્યક્ષ કિસાન પરિષદ, એમ.એમ.પટેલ-પ્રાંતઉપાધ્યક્ષ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, અમરેલીનગરના નનુભાઇ તળાવીયા-શહેર મંત્રી, પ્રો. તળાવીયા-સહમંત્રી, હંસરાજભાઇ બોદર-સહમંત્રી, મનજીભાઇ રાખોલીયા,-અ.તા.પ્રમુખ, સંજયભાઇ પોપટ-શહેર મંત્રી,પંકજભાઇ ખંભાળીયા-સહમંત્રી, દિનેશભાઇ ભરવાડ-સહમંત્રી તેમજ રાષ્ટ્રીય બજરંગ દળના નિતિનભાઇ વાડદોરીયા-સૌ.પ્રા.મંત્રી હિતેશભાઇ જોષી, અમરેલી જીલ્લા પ્રમુખ વિપુલભાઇ ગજેરા-જીલ્લા મંત્રી,મિલન સોની-અમરેલી શહેર અધ્યક્ષ, ધનાભાઇ કાબરીયા-ઉપાધ્યક્ષ, જીજ્ઞેશભાઇ કયાડા-મંત્રી, કેતન ઉકાણી-મંત્રી, ઉદયનભાઇ રાજપુત-સહમંત્રી, મહેશ લાડવા-સહમંત્રી, કલ્પેશ કોટડીયા-સહમંત્રી, જીત કાબરીયા-સભ્ય, બાલમુકુન્દ વાઢેર-સભ્ય, પંકજ રાજા,જયેશ પરમાર,ભાવેશ બાવીશી, યશ વસાણી તેમજ આ.રા.હિ.પ. ઓજસ્વીનીના શ્રીમતિ ફાલ્ગુનીબેન પંચાલી-જીલ્લા મંત્રી, શ્રીમતિ મિનાબેન સોંડાગર-જીલ્લા પ્રમુખ, શ્રીમતિ અલ્કાબેન ગોંડલીયા-શહેર પ્રમુખ, શ્રીમતિ પ્રજ્ઞાબેન જે.ભટ્ટ-શહેર મંત્રી, કું,રીટાબેન રાઠોડ-મંત્રી વગેરેએ જહેમત ઉઠાવેલ.


અમરેલીમાં જીબીઆ દ્વારા હેદેદારોની વરણી કરાઇ

તા.18/8/19 રવિવાર ના રોજ ત્રિમંદિર-લીલીયા રોડ ખાતે જીબીઆ (જીઇબી એન્જિીનિયર્સ એસોશીએશન) અમરેલી ની ત્રિવાર્ષિક હોદાની નિયુકત અંગેની મીટીંગ મળેલ હતી. મીટીંગ ની શરૂઆતમાં એડીશ્નલ જનરલ સેકે્રટરી એમ.એમ.કડછા દ્વારા વિતેલા ત્રણ વર્ષના એસોશીએશન દ્વારા થયેલ સોશીયલ એકટીવીટી- કાર્યક્રમો-મેમ્બરો ના કામ તથા બાકી રહેલા કામોની વિગત આપવામાં આવી તથા હયાત અમરેલી એસોશીએશન ના હોદેદારોની બોડી ની કામગીરી થી પુર્ણ સંતોષ વ્યકત કરવામાં આવ્યો. હાજર તમામ કાર્યપાલક ઇજનેર,નાયબ ઇજનેર તથા જુનિયર તથા ઇજનેર દ્વારા સર્વાનુમત થી આવનારા ત્રણ વર્ષ 2020-22 માટેના નવા હોદેદારો ની વરણી કરવામાં આવી. જેમાં સર્કલ સેકે્રટરી તરીકે શ્રી કે.બી.પોંકીયા ને ફરી એકવાર અમરેલી વર્તુળ કચેરીનુ સુકાન સોંપવામાં આવતા તેઓ તરફ ચોમેરથી અભિનંદન વર્ષા થયેલ. અન્ય હોદેદારોમાં એન.એમ.ભવાણીને ડિવિઝન સેકે્રટરી અમરેલી-1, એન.આર.તલસાણીયા ને જીસી મેમ્બર અમરેલી-1, કે.આર.પોંકીયા ને જીસી મેમ્બર અમરેલી-1,એમ.જે.જોષી ને જીસી મેમ્બર અમરેલી-1, જે.એન.ચૌધરી ને ડિવિઝન સેકે્રટરી અમરેલી-2, જે.એલ.સાંગાણી ને જીસી મેમ્બર અમરેલીે-2, સી.એન.સરવૈયા ને જીસી મેમ્બર અમરેલી-2, એ.બી.જાની ને ડિવિઝન સેક્રેટરી સાવરકુંડલા, એસ.પી.બોરડ ને જીસી મેમ્બર સાવરકુંડલા, ડી.ડી.પોંકીયા ને જીસી મેમ્બર સાવરકુંડલા, બી.એમ. સોલંકી ને ડિવિઝન સેક્રેટરી ઉના, એમ.વી.બાંભણીયા ને જીસી મેમ્બર ઉના, એચ.વી.આંકોલીયા ને જીસી મેમ્બર ઉના, એલ. એમ.હિરપરા ને ડિવિઝન સેકે્રટરી અમરેલી સર્કલ, એ.એચ.વાળા ને જીસી મેમ્બર અમરેલી સર્કલ,આર.એન.માંડાણીને લીગલ સેકે્રટરી અમરેલી,સી.એલ.ઠેસીયા ને કોઓર્ડીનેશન સેકે્રટરી અમરેલી, વી.સી.ચૌધરીને ઓર્ગેનાઇઝેશન સેકે્રટરી અમરેલી, બી.બી.પટેલ ને પર્સોનલ સેકે્રટરી અમરેલી તથા કાજલબેન જે.જોષી ને લેડીઝ રીપેઝન્ટેેટીવ અમરેલી તરીકે નિયુકત કરવામાં આવેલ. કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી-1, કે.આર.પરીખ તથા કાર્યપાલક ઇજનેર વિભાગીય કચેરી-2, એન.આઇ. ઉપાધ્યાય એ કાર્યક્રમ માં ખાસ ઉપસ્થિત રહી પ્રથમ થી અંત સુધી એસોશીએશન ની આ કામગીરી માં ઉત્સાહ થી ભાગ લીધ્ોલ હતો. કાર્યક્રમના એડીશ્નલ ઝોનલ સેકે્રટરી દ્વારા ફરી એકવાર સર્કલ સેકે્રટરી ના હોદા માટે પસંદગી પામેલ કે.બી.પોંકીયા તથા નવા વરાયેલા તમામ હોદેદારો ને અભિનંદન પાઠવી હાજર દરેક ઇજનેર મિત્રો નો આભાર વ્યકત કરવામાં આવેલ.


કુંકાવાવમાં બે નો ભોગ લેતો ભેદી તાવનો વાયરો : ખળભળાટ

અમરેલી જિલ્લામાં ઠેર ઠેર ગંદકી અને સફાઇના અભાવે ૠતુજન્ય રોગચાળોએ માઝા મુકી છે ઘેર ઘેર તાવના ખાટલા ઢળાયા છે અને તેમાય કુંકાવાવમાં બે માનવીઓનો ભેદી તાવના વાયરાએ ભોગ લેતા ખળભળાટ મચી ગયો છે.
કુંકાવાવની કલાલ શેરીમાં રહેતા પ્રદિપ રાજુભાઇ ચૌહાણ (ઉ.વ.16)નું તાવ આવ્યા બાદ અમરેલી વધ્ાુ સારવાર માટે ખસેડાય તે પહેલા જ માત્ર ચાર કલાકમાં જ મોત નિપજતા તથા રાંકનું રતન રોળાયું હતુ માત્ર સોળ વર્ષના દસમા ધોરણના વિદ્યાર્થી શ્રમિક પરિવારના સંતાન પ્રદિપનું ભેદી તાવથી મોત થયુ તેના બે દિવસ પહેલા જ બાજુમાં જ રહેતા વૃધ્ધ જેરામભાઇ રાઘવભાઇ કથીરીયા (ઉ.વ.75)નું પણ તાવથી મોત થયું હોવાનું મનાય રહયું છે.આમ કુંકાવાવમાં ત્રણ દિવસમાં બે મોત થતા ફફડાટ ફેલાયો છે. આ સ્વાઇન ફલુ છે કે ડેંગુ છે કે પછી કાળીયો તાવ છે તેની અટકળો ચાલી રહી છે અને કુંકાવાવનું દવાખાનું પણ દર્દીઓથી ઉભરાયું છે આ ગંભીર ઘટના અંગે જિલ્લાનું આરોગ્ય તંત્ર બનાવથી અજાણ છે.