Main Menu

Friday, December 20th, 2019

 

અમરેલી જીલ્લા વિકાસ અધિકારીનો ચાર્જ સંભાળતા શ્રી તેજસ ડી.પરમાર

અમરેલી,અમરેલી જીલ્લા વિકાસ અધિકારી તરીકે દાહોદના મદદનીશ કલેકટર તેજસ પરમારની બઢતી સાથે પ્રમોશન મળતા આજરોજ તેઓએ પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો. અને પ્રથમ કામોને જે અગ્રતા આપવામાં આવનાર છે જેમાં રોડ, આરોગ્ય, શિક્ષણ, કુપોષીત બાળકો તેમજ માતા અને બાળ મૃત્યુદર ઘટાડવા પર ખાસ ભાર મુકવામાં આવશે. તેમ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ. અમરેલી જીલ્લા વિકાસ અધિકારી તરીકે નિમણુક પામેલા તેજસ પરમાર કે જેઓ અગાઉ આઇ.એસ. અધિકારી તરીકે દાહોદ મદદનીશ કલેકટર તરીકે ફરજ બજાવતા હતા. તેમને સરકારે પ્રમોશન આપી અને અમરેલી જીલ્લા વિકાસ અધિકારી તરીકે મુકવા માટેનો તાજેતરમાં ઓર્ડર કર્યો હતો. જે અંતર્ગત આજરોજ તેઓએ પોતાના હોદાનો ચાર્જ સંભાળતાની સાથે જ જુદા જુદા વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક બોલાવી અને જીલ્લા પંચાયત દ્વારા ચાલી રહેલા કામોની સમીક્ષા કરી અને વિસ્તૃત માહીતીઓ મેળવી હતી. અવધ ટાઇમ્સ સાથેની વાતચીત જણાવ્યુ હતુ કે અમરેલી જીલ્લામાં કિસાન સહાય પેકેજ યોજના, રસ્તાના કામો ગુણવતા સભર બને તે માટે તેમજ આરોગ્ય, શિક્ષણ, કુપોષીત બાળકો, બાળ મૃત્યુદર ઘટાડવા પર વધ્ાુમાં વધ્ાુ ભાર મુકવામાં આવશે. વધ્ાુમાં એમ પણ જણાવ્યુ કે પ્રથમ પ્રમોશન સાથે બદલી થઇ હોય આવનારા પડકારને પહોંચી વળવા માટે ઇશ્ર્વર ક્ષમતા અને પ્રેરણા આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરૂ છુ. સાથો સાથ પોતાના જીવનનો યાદગાર પ્રસંગ વર્ણવતા તેમણે કહયુ હતુ કે જ્યારે શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારથી જ આઇ.એસ. અધિકારી બનવાની ઇચ્છા હતી. અમરેલી જીલ્લા ડી.ડી.ઓ. અને એન્જીનીયરીંગનો અભ્યાસ કર્યો છે અને બે વર્ષ સુધી ખાનગી નોકરી કરી છે.


સેવાના ભેખધારી એવા અલગારી ધારાસભ્ય અંબરીષભાઇ ડેરનો આજે જન્મદિન : હેપી બર્થડે

અમરેલી,
રાજુલા જાફરાબાદના યુવાન અને કાર્યદક્ષ ધારાસભ્ય અંબરીશભાઇ ડેરનો આજે જન્મદિન છે. ખુબજ નાની વયમાં મોટા સેવા કાર્યો કરી સતત લોકોની વચ્ચે રહેતા ધારાસભ્ય અંબરીશભાઇના જન્મદિને આજે એમના મિત્રો સગા સ્નેહીઓ વિવિધ ક્ષેત્રના આગેવાનો અને મહાનુભાવો દ્વારા શુભકામનાઓનો ધોધ વહેતો થયો છે. તેમના જન્મદિને શ્રી ડેર આજે વિવિધ સેવાકીય અને સામાજીક કાર્યો સાથે જન્મદિનની ભવ્યાતી ભવ્ય ઉજવણી કરશે.
ગાયો, ગરીબ અને સમાજના છેવાડાના માનવીઓની ચીંતા કરનારા અને નાની ઉમરે અમરેલીના રાજકારણને પી જનારા શ્રી અંબરીષ ડેરની ઉમર નાની છે પણ મોટા મનના માનવી છે.


અમરેલીના કુંડલા રોડે ટ્રક-કાર વચ્ચે અકસ્માતમાં આશાસ્પદ યુવાનનું મોત નિપજ્યું,એક ગંભીર

અમરેલી,
અમરેલીના કુંડલા રોડ બાયપાસ નજીક આવેલા માર્કેટ યાર્ડ ના સરવાજા પાસે જ કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા અમરેલીની શાળાના કર્લાક એવા લુણીધારનના આશાસ્પદ યુવાનનું મોત નિપજયું હતુ તથા એકને ગંભીર ઇજા સાથે રાજકોટ ખસેડાયેલ છે.
આ ગોજારા બનાવ અંગે જાણવા મળતી માહીતી અનુસાર અમરેલીની તુની હાઇસ્કુલમાં કલાર્ક તરીકે ફરજ બજાવતા અને લુણીધારમાં રહેતા જયેશભાઇ ઉકાભાઇ હિરપરા (ઉ.વ.34) પોતાના પત્ની કે જે સાવરકુંડલા વિસ્તારમાં શિક્ષીકા તરીકે ફરજ બજાવે છે તેના કામસર ગયા હતા અને સાથે તેના ગામના જ લુણીધારના જતીનભાઇ ગોપાલભાઇ દેવાણી (ઉ.વ.30) સાથે કારમાં પરત અમરેલી તરફ આવી રહયા હતા ત્યારે સાવરકુંડલા રોડે આવેલ યાર્ડ પાસે અચાનક અમરેલીથી આવી રહેલા ટ્રકે યાર્ડ તરફ વળાંક લેતા બન્ને ધડાકાભેર અથડાયા હતા અને યાર્ડમાંથી લોકો બહાર દોડી આવ્યા હતા જયેશભાઇ ઉકાભાઇ હિરપરા (ઉ.વ.34)નું ઘટના સ્થળે જ મોત નીપજ્યુ હતુ. જ્યારે જતીનભાઇ ગોપાલભાઇ દેવાણીને ઇજા થતા ઇમરજન્સી 108 મારફત સારવાર માટે સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ અકસ્માતની જાણ થતા પોલીસ દોડી ગઇ હતી. અને જરૂરી વ્યવસ્થા કરી હતી.
અકસ્માતમાં મોતને ભેટનારા આશાસ્પદ યુવાન જયેશભાઇને સંતાનમાં આઠ વર્ષનો પુત્ર છે તેમણે અકાળે પિતાની છત્રછાયા ગુમાવી હતી આ ગોજારા અકસ્માતની જગ્યાએ અગાઉ પણ રોડ ઉપર યોગ્ય વ્યવસ્થાના અભાવે દેવળીયાના બે આશાસ્પદ યુવાનોના મોત નિપજયા હતા.


સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી બબલાભાઈની શુભેચ્છા મુલાકાતે વિરોધ પક્ષના નેતા શ્રી પરેશભાઈ ધાનાણી

વિજપડી,
સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખશ્રી અને કોંગ્રેસના પીઢ આગેવાન બબલાભાઈ ખુમાણ ની શુભેચ્છા મુલાકાત કરતા ગુજરાત વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી ખેડૂત નેતા લડાયક વિરજીભાઈ ઠુંમર યુવાન ધારાસભ્ય પ્રતાપ દુધાત જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હાર્દીક કાનાણી અશોકભાઈ ખુમાણ દાનુભાઈ. પંકજભાઇ કાનાબાર. કેહુરભાઈભેડા ડી.કે.રેયાણી.શહેર કોગ્રસ પ્રમુખશ્રી કીરીટભાઈ દવે ધરમેનદ્ર ભાઈખુમાણ બાબુભાઇ પાટીદાર .ભાભલુભાઈ .નરેશભાઈ ભમોદરાવાળા વગેરે આગેવાનો એ મુલાકાત કરેલ તેમ સંજયવાઘેલા ની અખબાર યાદી મા જણાવ્યું છે


જાફરાબાદમાં અનેક ગરીબોને ખંખેરી લેવાયા ધારાસભ્ય શ્રી અંબરીષ ડેર સમક્ષ રજુઆત

રાજુલા,જાફરાબાદ શહેરમા લોકો પાસે થી બચત ના નામે ઉધરાવતિ બેંકો યુવાનિધિ, વિશ્વામિત્ર, પલ્સ જેમા ગરીબ માણસો પોતાની મરણ મુંડી સાચવતા આપતા છેલા બે ત્રણ વર્ષ થી બેંકો ને તાળા મારી ને ગરીબ માણસો ના પૈસા લઈને રફુચકર થઇ ગયા હોય ,થોડા દિવસ પહેલા જાફરાબાદ ના સર્વે સમાજ ના ગરીબ પરિવાર ના અંદાજે 25 જેટલા યુવાનો/બહેનો પોતાના પૈસા જુદી જુદી બચત કંપની ઓ માં ફસાયા છે તેવી રજુઆત ને લઇ ને રાજુલા,જાફરાબાદ,ખાંભા મતવિસ્તારના સેવક ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેરને મળવા ગયા હતા. આ વાત ની જાણ થતા જાગૃત ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર તારીખ – 18/12/2019 ના રોજ રૂબરૂ જાફરાબાદ શહેરમાં જઇ આ બધા ગરીબ માણસો ને જેમની રકમ બેંકો મા ફસાયેલ છે તેમને મળ્યા હતા. જાફરાબાદ શહેર ના લોકો ને મળી ને પુરી માહિતી લીધી અને વેદના જાણી અને બેંક ના અધિકારી સાથે વાત કરી આ ગરીબ માણસો ના પૈસા પરંત કઇ રીતે આવે એ વાત કરી અને જો ટુંક સમય આ નાણા પરત નહીં કરવામાં આવે તો કાયદાકીય અને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલીને કોઈ પણ સંજોગોમાં આ ગરીબ માણસો ની મરણ મુંડી પાછી મળે એવી ખાતરી ધારાસભ્ય શ્રી અંબરીશભાઈ ડેર દ્વારા લોકો ને આપી હતી. આ તકે આવી ફ્રોડ બેન્કોનો ભોગ બનેલા મુખ્યત્વે ખારવા સમાજ, કોળી સમાજ, મુસ્લિમ સમાજ તેમજ અન્ય સમાજના અંદાજીત 700 થી વધારે ભાઈઓ/બહેનો આવ્યા હતા.આ તકે કોંગ્રેસ અગ્રણી પ્રવિણભાઈ બારૈયા અને જાફરાબાદ શહેર કોંગ્રેસના પ્રમુખ ચિનાભાઈ બાંભણીયા, ઉપપ્રમુખ ભીમભાઈ બારૈયા, મહામંત્રી ભરતભાઈ બારૈયા અને યુથ કોંગ્રેસ પ્રમુખ જીગરભાઈ ચૌહાણ, ઘોરી સાહેબ, અને શહેરના પત્રકારો, યુવાનો, મહિલાઓ તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.


20-12-2019