Main Menu

Tuesday, December 31st, 2019

 

ઝરમાં પીઢ આગેવાન દાઉદભાઇ લલીયા દ્વારા શાકોત્સવ ઉજવાયો

ચલાલા,અમરેલી જીલ્લાના મોટા ગજાના સામાજિક, રાજકીય આગેવાન અને રોટલે જેનું મોટુ ખોરડુ ગણાય છે. અને અંશાઅવતાર પૂ. દાનબાપુની જગ્યા અને આપાગીગાની સતાધાર જગ્યાના કૃપાપાત્ર એવા મુસ્લિમ બિરાદર દાઉદભાઇ ભાભાભાઇ લલીયાની વાડીમાં તેમના સંપૂર્ણ સહયોગથી બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિર ધારી દ્વારા દિવ્ય સત્સંગ અને શાકોત્સવનું આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં હિન્દુ – મુસ્લિમોએ એકી સાથે સત્સંગ અને શાકોત્સવનો લાભ લેતા કોમીએકતાનો માહોલ સર્જાયો હતો. ઉપસ્થિત સંતો મહંતોએ પ્રસન્નતા વ્યકત કરી હતી. બી.એ.પી.એસ. સ્વામીનારાયણ મંદિરના કોઠારી દિનબંધ્ાુદાસ સ્વામી અને ભાવનગર મંદિરના મહંત સોમપ્રકાશદાસ સ્વામીની દિવ્યવાણી થી હરીએ જાતે બનાવેલ શાકના લીલા ચરિત્રોનો મહીમા સમજાવી આજના યુવાનને માત્ર એજયુકેશન માનવી પણ ભકિતના માર્ગે વાળવા જોઇએ તેથી વૃધ્ધ આશ્રમો ઓછા બનાવવા પડે સંતોની દિવ્યવાણી ના સત્સંગથી જર મુકામે ધાર્મિક માહોલ સર્જાયો હતો. શ્રોતાજનો મંત્ર મુગ્ધ બન્યા હતા. ઉપસ્થિત સંતોનુન શાલ, ફુલહારથી દાઉદભાઇ લલીયા અને તેમના પરિવાર તવી લાગણીસભર સન્માન કરાયા બાદ ઉપસ્થિત સંતોનું ભરતભાઇ ટાંક, જયંતીભાઇ પાનસુરીયા, મોટાભાઇ સંવટ, બાવકુભાઇ વાળા સહિત મહાનુભાવો દ્વારા શાલ અને ફલુહારથી સન્માન કરાયું હતુ.
આવુ સુંદર આયોજન કરવા બદલ ભરતભાઇ ટાંક, જયંતીભાઇ પાનસુરીયા દ્વારા ફુલહાર અને શાલથી સન્માન કરાયેલ.
આ કાર્યક્રમમાં ગુર્જર ક્ષત્રીય કડિયાસમાજના પ્રમુખ અને જીલ્લાના સામાજીક આગેવાન ભરતભાઇ ટાંક, મલિા મંડળના પ્રમુખ ઉર્વીબેન ટાંક, પુર્વ ધારાસભ્યો પ્રતાપભાઇ વરૂ, ઠાકરશીભાઇ મેતલીયા, મોટાભાઇ સંવટ, બાવકુભાઇ વાળા, જયંતીભાઇ પાનસુરીયા, દીલુભાઇ વાળા, મહેન્દ્રભાઇ સાદરાણી, બીપીનભાઇ પુરોહીત, અતુલભાઇ કાનાણી, ચંપકભાઇ ધકાણ, ચીમનભાઇ વિઠલાણી, પ્રકાશભાઇ કારીયા, નરેન્દ્રભાઇ અધ્યારૂ, રફીકભાઇ મોગલ, હર્ષદભાઇ ચંદારાણા, ગોપાલ ગ્રામ સરપંચ હરેશભાઇ વાળા સહિત મોરજર, માણાવાવ, છતડીયા, હુડલી, ગરમલી, લાખાપાદર, ધારગણી સહિત ગામડાઓના સરપંચો, આગેવાનો અને મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા દાઉદભાઇ લલીયા, ઇલ્યાસભાઇ લલીયા, મનસુરભાઇ લલીયા, ટીનાભાઇ લલીયા ચલાલા મંડળના પ્રદિપભાઇ ઠાકર, ડો. દેવકુભાઇ વાળા, સુરેશભાઇકાકડીયા, ઉકાભાઇ સહિત ભક્તજનોએ જહેમત ઉઠાવી હતી.


અમેરીકા કરતા ભારતમાં લોહીની ઉણપ સૌથી વધારે : આજ સુધીમાં ચાર લાખ જેટલા વિદ્યાર્થીઓને સારવાર : ડૉ. કુંડારીયા

અમરેલી,
અમરેલી જિલ્લાના કર્મઠ પુર્વ ધારાસભ્ય સ્વ. જીણાભાઇ કણસાગરાના પુત્ર અને અમરેલી જિલ્લાના ગૌરવ અને તબીબી ક્ષેત્રે સેવાભાવી અને સૌરાષ્ટ્રને દેશની પ્રથમ પંકતીમાં આવતી બી.ટી.કીડની હોસ્પિટલની ભેટ આપનાર અમરેલીના પુર્વ વિદ્યાર્થી એવા હાલ અમેરીકા રહીને પણ બીટી સવાણી હોસ્પિટલ સહિત દેશની અવિરત સેવા કરનારા કીડનીના રોગોના તર્જજ્ઞ ડૉ. પ્રદિપ કણસાગરા રવીવારે અમરેલીના મહેમાન બન્યા હતા અને સાથે તેની જેવા જ સેવાના ભેખધારી અમેરીકાના નામાંકીત હીમેટોલીજીસ્ટ (લોહીના રોગોના નિષ્ણાંત) અને સૌરાષ્ટ્રના માણાવદરના સુલતાનાબાદ-ખાંભલાના વતની ડૉ.ભાણજી કુંડારીયા સહિતના મહેમાનો અમરેલીના લેઉવા પટેલ સંકુલમાં પધાર્યા હતા.જેનું અમરેલીના લેઉવા પટેલ સંકુલના પ્રમુખ શ્રી મનુભાઇ કાકડીયા જરખીયાવાળા તથા ઉપપ્રમુખ શ્રી દાસભાઇ ધામી તથા મંત્રી શ્રી બાબુભાઇ સાકરીયા સહિતના ટ્રસ્ટી મંડળે બીટી સવાણી હોસ્પિટલની ઝુંબેશને આવકારી અને બન્ને નામાંકીત તબીબોનું શ્રી વલ્લભભાઇ રામાણીના હસ્તે શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતુ અને તેમને સેવાકીય પ્રવૃતિ બદલ શ્રી મનુભાઇ કાકડીયાએ અભિનંદન પાઠવ્યા હતા.
1975થી અમેરીકાના કેલીફોર્નિયામાં સોરઠનો ડંકો વગાડનારા નામાંકીત તબીબ શ્રી ભાણજી કુંડારીયાએ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં જણાવેલ કે, તેમની હિમેટોલોજીસ્ટની કેરીયર દરમિયાન એ વાતની નોંધ લીધી હતી કે અમેરીકામાં આવતા કેસમાં લોહીના ટકાની ઉણપના કેસો ઓછા હતા જયારે ભારતમાં તેમણે એક સર્વે કર્યો ત્યારે 91 ટકા લોકો લોહી ટકાની ઉણપથી પીડાતા હોવાનુ સામે આવ્યું હતુ.ભારતમાં એવરેજ નવ ટકા જેવુ હીમોબીગ્લીનું પ્રમાણ હતુ જયારે અમેરીકામાં 14 ટકા હતુું. ડૉ.ભાણજી કુંડારીયાએ અવધ ટાઇમ્સને જણાવેલુ કે, લોહીના ટકાની ઉણપને કારણે અનેક રોગોની શરૂઆત થતી હોય છે ઓછા લોહીને કારણે સગર્ભા માતાઓના મોતના બનાવો પણ સૌથી વધારે ભારતમાં બની રહયા હતા અને સારા સ્વાસ્થયના અભાવે સામાજીક સબંધો પણ બગડતા હોય છે આથી સારા અને સ્વસ્થ સમાજના નિર્માણ માટે પાયાની બાબત એવી લોહોની ટકાવારી સુધારવા માટે તેમણે બીટી સવાણી હાિેસ્પટલ દ્વારા સૌરાષ્ટ્રની 180 કોલેજના વિદ્યાર્થીઓના લોહીના ટકા વિનામુલ્યે સુધારવાનું અભિયાન શરૂ કર્યુ છે અને તેમા સફળતા પણ મળી રહી છે.અને વિદ્યાર્થીઓના પરફોર્મ્સમાં અસર દેખાઇ રહી છે


અમરેલીમાં છ હજાર વિદ્યાર્થીર્નીઓનું રકત પરીક્ષણ કરી સારવાર અપાઇ

અમરેલી,અમરેલીમાં લેઉવા પટેલ સંકૂલના સહયોગથી તથા કીડનીની વિખ્યાત બીટી સવાણી હોસ્પિટલ દ્વારા અમેરીકાના લોહીના રોગોના નિષ્ણાંત ડા. ભાણજી કુંડારીયા અને અમરેલી જિલ્લાના ગૌરવ એવા બીટી સવાણી હોસ્પિટલના ફાઉન્ડર ચેરમેન અને હાલ અમેરીકા સ્થિત ડૉ. પ્રદિપ કણસાગરા ની ઉપસ્થિતિમાં રવીવારે વિક્રમજનક રીતે એક સાથે સાડાછ હજાર વિદ્યાર્થીર્નીઓનું રકત પરીક્ષણ કરી અને સારવાર કરવામાં આવી હતી.
રાજકોટની બીટી સવાણી હોસ્પિટલ દેશની ટોચની કીડનીની સારવાર આપતી હોસ્પિટલોમાં નામના ધરાવે છે તેમના દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે એમઓયુ કરી 180 કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું હીમોબીગ્લીન તપાસી તેમા ઉણપ જણાયે વિના મુલ્યે સારવાર પણ આપવામાં આવે છે.અમરેલીમાં રવીવારે અમરેલીના લેઉવા પટેલ સંકુલ ખાતે એક જ દિવસમાં આધ્ાુનિક મશીનરીઓ સાથે છ હજાર દિકરીઓના રકતનું પરીક્ષણ કરી અને તેને સારવાર આપવામાં આવી હતી આ કેમ્પમાં ડૉ. પ્રદિપ કણસાગરા તથા અમેરીકાના કેલીફોર્નિયાથી સૌરાષ્ટ્રના વતની અને સેવાભાવી તથા કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશનના ફાઉન્ડર ડૉ. ભાણજી કુંડારીયા તથા વાઇસ ચેરમેન શ્રી શાંતીભાઇ ફળદુ, શ્રી કિશોરભાઇ કુંડારીયા, અમરેલી સંકુલમાંથી શામજીબાપા ધાનાાણી, શ્રી વલ્લભભાઇ રામાણી, શ્રી મનસુખભાઇ ધાનાણી,શ્રી મુકેશભાઇ શીરોયા, શ્રી મગનભાઇ વસોયા, પટેલ કન્યા છાત્રાલયમાંથી શ્રી બીએલ હિરપરા તથા શ્રી ધીરૂભાઇ ગઢીયા ઉપસ્થિત રહયા હતા.
અમરેલી લેઉવા પટેલ સંકુલમાં આ કાર્યક્રમ વિશે શ્રી વલ્લભભાઇ રામાણી મો.9428286505નો સંપર્ક કરવાથી વધ્ાુ માહિતી મળી શકશે.


31-12-2019


શ્રી નિર્લિપ્ત રાયનું ઓપરેશન : 24 કલાકમાં 200 શરાબી ઝડપાયા

અમરેલી,નશો કરી અને 2019ને બાય બાય કરવા માંગતા શોખીનો પોલીસની ઝપટે ચડયા હતા હાલમાં રાત્રિના મોડે સુધી હોટલો-ફાર્મ હાઉસો, ક્લબો, પાર્ટી પ્લોટો વિ. જાહેર સ્થળોએ ડાન્સ તથા ડીનર પાર્ટીના આયોજન થતા હોય તેમજ આવા કાર્યક્રમોમાં દારૂનું ગેરકાયદેસર સેવન થવાની શક્યતા રહેતી હોય અને તેમા બહારથી વિદેશી દારૂ આવે તેવી શકયતાથી દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય દ્વારા ખાસ ડ્રાઇવનું આયોજન કરી જીલ્લાના મહત્વના એન્ટ્રી/એક્ઝીટ પોઇન્ટ પર ચેકપોસ્ટ ઉભી કરી સઘન વાહન ચેકીંગ હાથ ધરવા તેમજ પ્રોહિબીશનની પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવેલ હતા જેમા સવા બસો કેસો માત્ર 24 કલાકમાં કરાયા હતા.તા.29/12/2019 થી તા.30/12/2019 ના 24 કલાક દરમ્યાન અમરેલી જીલ્લા પોલીસ દ્વારા અમરેલી જીલ્લાના જુદા જુદા વિસ્તારોમાં સઘન ચેકીંગ હાથ ધરી દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર રેઇડો કરી હતી જેમા કુલ 226 કેસો કરવામાં આવેલ છે. જે પૈકી 198 દારૂ પીધેલ વ્યક્તિઓ પકડવામાં આવેલ છે. ભારતીય બનાવટના વિદેશી દારૂનો 1 કેસ કરવામાં આવેલ છે તથા દારૂ બનાવવા માટેના આથાના 3 કેસ,દેશી દારૂના 24 કેસો કરવામાં આવેલ છે.આ ડ્રાઇવ દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-108, કિં.રૂ.30,240/- તથા દેશી દારૂ લીટર 83, કિં.રૂ.1820/- તથા દારૂ બનાવવાનો આથો લીટર 119, કિં.રૂ.238/- તથા મોબાઇલ ફોન-1, કિં.રૂ.2,500/- મળી કુલ કિં.રૂ.35,028/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે.આ ડ્રાઇવ દરમ્યાન દારૂનું સેવન/વેચાણ/વહનની પ્રવૃતિ કરતા કુલ 213 આરોપીઓને પકડી પાડી તેમની સામે ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.આ ઉપરાંત કેફી પીણું પીને વાહન ચલાવતા ઇસમો સામે કડક કાર્યવાહી કરાઇ હતી જેમા વાહન ચેકીંગ હાથ ધરી કેફી પીણું પીને વાહન ચલાવતા કુલ 13 વાહન ચાલકો વિરુદ્ધ મોટર વ્હિકલ એક્ટ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.આમ, પોલીસ અધિક્ષકશ્રી અમરેલીની સુચના અને માર્ગદર્શન મુજબ અમરેલી જીલ્લામાં દારૂબંધીના કડક અમલ અને દારૂના ગેરકાયદે વેચાણ/ સેવન/ વહન અટકાવવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો સામે અમરેલી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશન ધારા તળે કડક કાર્યવાહી કરવામાં આવેલ છે.
થર્ટી ફસ્ટ ની ઉજવણી દિવ માં વધુ થતી હોય છે ગુજરાત ભર ના લોકો 31 ડિસેમ્બર મનાવવા માટે દીવ માં આવે છે અને નશો કરી બે ફામ બનતા હોય છે ત્યારે અમરેલી જિલ્લા પોલીસ બાદ નિર્લિપ્ત રાય ની સૂચના અને માર્ગદર્શન હેઠળ રાજુલા જાફરાબાદ પોલીસ પણ શક્રિય થઈ છે અહીં જાફરાબાદ પી.આઈ.એલ કે જેઠવા દ્વારા અલગ અલગ ટિમો બનાવી દીવ થી આવતા માર્ગ પર વોચ રાખી નશાખોરી સામે કાર્યવાહી કરવા માટે એક્સન પ્લાન ઘડ્યો છે રાત્રી સમયે સતત ચેકીંગ કરી કાર્યવહી થશે સાથે સાથે રાજુલા પી.આઈ.રામદેવસિંહ ઝાલા દ્વારા પણ ખાસ પોલીસ ટિમો દ્વારા હિંડોરણા ચારનાળા વિસ્તાર માં ચેકીંગ હાથ ધરાય રહ્યું છે અને હિંડોરણા પોલીસ ચોકી નજીક અને ચારનાળા વિસ્તાર માં પોલીસ દ્વારા સતત વાહન ચેકીંગ શરૂ છે રાત્રી ના સમયે કેટલાક લોકો દીવ થી નશો કરી ને આવે છે તેના ઉપર ખાસ પ્રકાર ની વોચ ગોઠવાય છે અને નાગેશ્રી પોલીસ સ્ટેશન ના પી.એસ આઈ વિક્રમ સિંહ રાણા દ્વારા પણ ટીબી અને નાગેશ્રી વિસ્તાર માં પોલીસ ટિમો દ્વારા સતત ચેકીંગ કરી દીવ થી કેટલા લોકો નશો કરી ને આવી રહ્યા છે અને દારૂ જેવી પ્રવુતિ આ વિસ્તાર માં ઘુસાડે નહીં તેની માટે ખાસ પ્રકાર ની વોચ રાખી રહ્યા છે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન ના પીએસઆઇ સચિન શર્મા દ્વારા પણ પીપાવાવ ચોકડી સહીત અલગ અલગ મહત્વ ના માર્ગો પર ચેકીંગ ની કવાયત હાથ ધરી છે જોકે દીવ થી આવવા માટે ના મોટાભાગ ના રસ્તા અમરેલી જિલ્લામાં આવેલા છે ખાસ કરી રાજુલા જાફરાબાદ ને જોડાતો માર્ગ હોવાને કારણે મોટાભાગ ના લોકો અહીં થી પસાર થતા હોય છે પરંતુ અહીં થી પોલીસ દ્વારા એક્સન પ્લાન ઘડાયો છે નશાખોરો રાજુલા જાફરાબાદ વિસ્તાર માંથી છટકી ન જાય તેના માટે પોલીસ ની તમામ તૈયારી જોવા મળી રહી છે અલગ અલગ ટિમો બનાવી પોલીસ રાત્રી ના સમયે હાઇવે ઉપર વધુ શક્રિય થઈ છે આજે રાજુલા પોલીસ દ્વારા ચારનાળા હિંડોરણા વિસ્તાર માંથી 24 ઉપરાંત ના નશાખોરો ને ઝડપી લીધા છે નાગેશ્રી પોલીસ દ્વારા 19 જેટલા નશાખોરો સામે કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે તો જાફરાબાદ પોલીસ દ્વારા 15 થી વધુ નશાખોરો ને દારૂ પીધેલી હાલત માં ઝડપી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે.
પકડાયેલ આરોપીઓ
મહેશ રમેશભાઈ રે વડોદરા,હિંમતભાઇ ઠાકોરભાઈ પઢીયાર વડોદરા,મેહુલકુમાર ત્રિકમભાઇ પઢીયાર રે વડોદરા,પિયુષ અરવિંદભાઈ પઢીયાર વડોદરાઅલ્પેશ વિઠલભાઈ પઢીયાર વડોદરા,મનીષ હસમુખભાઈ પઢીયાર વડોદરા,અંકિત અરવિંદભાઈ પઢીયાર રે વડોદરા ,પ્રવીણ ભગાભાઇ પઢીયાર વડોદરા,જયેશ રાજેન્દ્રભાઈ પઢીયાર રે વડોદરા,કલ્પેશ વિઠલભાઈ પઢીયાર રે વડોદરા,પિન્ટુ રાજુભાઈ પઢીયાર રે વડોદરા,નિમેષ અરવિદભાઈ પઢીયાર વડોદરા,રકિશ હરીશભાઈ પઢીયાર વડોદરા,હરેશ અશોકભાઈ સુતારા અમદાવાદ,વિશાલ વિનોદભાઈઠક્કર અમદાવાદ,વિઠલ કિશોરભાઈ દાતણી અમદાવાદ,પિન્ટુ લાલજીભાઈ ભંવર રે અમદાવાદ,જીગ્નેશ ગણવતભાઈ ઠાકોર અમદાવાદ,વિઠલ રાજેશભાઈ સૂનારા અમદાવાદ,મુકેશ બાબુભાઇ ઓઢ અમદવાદ,સિથર કનુભાઈ સૂનારા અમદાવાદ,અવિનાશ લક્ષ્મણભાઇ જાદવ અમદાવાદ,અશ્વિન દાતાણી રે અમદાવાદ, દિપક બાબરીયા અમદાવાદ,રાવજી સોમાભાઈ ક્વાડ અમદાવાદ મોટાભાગ ના અમદાવાદ વડોદરા વિસ્તાર ના નશાખોરો ઉપરાંત નાગેશ્રી પોલીસ સ્ટેશન માં 19 જેટલા ઝડપ્યા તેમાં ભાવનગર પાલીતાણા મહુવા વિસ્તાર ના યુવાનો હોવાનું જાણવા મળી રહ્યું છે.
બાબરા
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાયએ અમરેલી જીલ્લામાંથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશન લગત પ્રવૃતિ કરતાં ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય, જે અન્વયે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પો.ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. શ્રી.પી.એન.મોરીની રાહબરી નીચે અમરેલી એલ.સી.બી. ટીમે બાબરા તાલુકાના ચરખા ગામે દિનેશ મેણંદભાઇ કારેથાના રહેણાંક મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને પકડી પાડેલ છે.પકડાયેલ આરોપીઓમાં ભરત બાઘાભાઇ પેથાણી, ઉં.વ.33, રહે.ચરખા, તા.બાબરા, જી.અમરેલી ઝડપાયેલ છે. જ્યારે દિનેશ મેણંદભાઇ કારેથા, રહે.ચરખા, તા.બાબરા, જી.અમરેલી, જગો ડવ, રહે.રાજકોટને પકડવાનાં બાકી છે. આ દરોડામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-108, કિં.રૂ.30,240/- તથા મોબાઇલ ફોન નંગ – 1 કિં.રૂ.2500/- મળી કુલ કિં.રૂ.32,740/- નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પકડાયેલ ઇસમ તથા પુછપરછ દરમ્યાન ખુલવા પામેલ નામ વાળા અન્ય બે ઇસમો વિરૂધ્ધ પ્રોહિબીશન ધારા તળે ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપી તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
વડીયા
છેલ્લા 2મહિનામાં દારૂ ફક્ત 6લીટર મળ્યો, દારૂડિયા રોજ પકડાય છે 30,વડિયા 31જા ડિસેમ્બર એટલે અંગેજી વર્ષ નો આખરી દિવસ એટલે આપડે હજુ અંગ્રેજ સરકાર ના ગુણ દેશમાં ભૂલતા ના હોય એમ આજે પણ આપડે હજુ 31જા ડિસેમ્બર ઉજવીયે છે. એ પણ દારૂ અને ડાન્સ ની પાર્ટી કરી દેશ નુ સંસ્કૃતિ ભૂલી વિદેશી સંસ્કૃતિ માં પ્રવેશ કર્યો હોવાથી આ દિવસો માં દારૂ પીવાની ફરિયાદો દરેક પોલીસ સ્ટેશન માં જોવા મળે છે. પરંતુ વાડિયા વિસ્તારમાં માં બે દિવસ પેહલા થી જાણે ઉજવણી ચાલુ થઇ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. 29ના રોજ વડિયા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન 7જેટલાં દારૂડિયા ને જુદા જુદા વિસ્તારમાંથી ઝડપાયા હતા. જેમાંઅજયપરી ધીરુપરી ગોસાઈ -42-કુંકાવાવ રાજેશ કરશન ચાવડા -કુંકાવાવ (લીાચનજચિ)હિતેન્દ્રસિંહ જ્ઞાનસિંહ સિંગારવાલ -25=વડિયા રાજકુમાર પુજારામ સકરવાલે -35-વડિયા (અનાજ ગોડાઉન )દેવીસીંગ છતરસીંગ ડાવર -22-સુલતાનપૂર દિલીપ નારણભાઇ નાડોલ -44-ખજૂરી પારસીંગ પીડીયાભાઈ બુહા -45-ચારણીયાનામના દારૂડિયા રસ્તા પર ડોલતા પકડાયા હતા તેમની સામે પરમીટ વગર દારૂ પીવાનો ગુનો નોંધી વધુ તપાસ આગળ વડિયા પોલીસ કરી રહી છે.