Main Menu

Friday, January 3rd, 2020

 

રાજુલા પાલિકાનાં પ્રમુખ સહિત 4 સભ્યો ગેરલાયક

રાજુલા,રાજુલા નગરપાલિકા માં કોંગ્રેસ નુ શાશન આવ્યું તેને 2 વર્ષ ઉપરાંત નો સમય થયો ચૂંટણી યોજાય ત્યારે માત્ર બીજેપી ના એક સદસ્ય ચૂંટાય આવ્યા અને 27 સદસ્યો કોંગ્રેસ ના ચૂંટાય આવ્યા હતા જયારે કોંગ્રેસ સતા પર બેસી હતી અને ત્યાર બાદ પ્રમુખ પર બસેવા કોંગ્રેસ માં અંદરો અંદર આંતરિક વિખવાદો વધ્યા હતા અને સતા માટે ભારે ધમાસણો ઉભી થઈ હતી અને અવિશ્વાસ નો ઘટના ક્રમ જોવા મળ્યો હતો જોકે કોંગ્રેસ ની સ્પષ્ટ બહુમતી બાદ ભારે ધમાસાણ સર્જાય હતી જોકે ત્યાર બાદ સ્થિતિ એવી સર્જાય ભાજપ એક બાજુ રહી ગયું અને કોંગ્રેસ માં અંદરો અંદરો ફાંટા પડી ગયા અને શહેર માં વિકાસ રૂંધાયો હતો જેથી સમગ્ર શહેર માં પણ રોષ ઉભો થયો હતો પ્રથમ નાગરપલિકા કોંગ્રેસ શાશન આવ્યું ત્યારે પ્રમુખ તરીકે કોંગ્રેસ દ્વારા મીનાબેન વાઘેલા ને જવાબદારી સોંપાય હતી ત્યાર બાદ તેમની સામે થોડા દિવસો માં અવિશ્વાસ મૂકી બાઘુબેન બાલાભાઈ વાણીયા પ્રમુખ સ્થાને બેસી ગયા અને ત્યાર બાદ 14 સદસ્યો પક્ષાંતર ધારાહેઠળ ગેર લાયક ઠેરવ્યા હતા અને કાર્યકારી પ્રમુખ તરીકે કલેક્ટર દ્વારા તાકીદે ભરતભાઈ સાવલિયા ની નિમણુંક કરાય હતી અને ત્યાર બાદ ફરી કોંગ્રેસ પક્ષ દ્વારા મહિલા પ્રમુખ કાંતાબેન કિશોરભાઈ ધાખડા ને જવાબદારી સોંપાય હતી અને પક્ષાંતર ધારાહેઠળ સસ્પેન્ડ ન થાય તે માટે મામલો કોર્ટ સુધી ચાલતો હતો અને તારીખો પડી રહી હતી આખરે 30 તારીખે રાજ્ય ના સચિવ દિલીપ રાવલ દ્વારા ગેરલાયક ઠેરવી હુકમ કરતા ચાલુ નગરપાલિકા પ્રમુખ સહીત 4 સદસ્યો ગેરલાયક ઠેરવ્યા કુલ કોંગ્રેસ ના 18 સદસ્યો ગેરલાયક ઠેરવ્યા કોંગ્રેસ ના સદસ્યો નું મોટાભાગ નું વિસર્જન થયું છે અને હવે કોંગ્રેસ પાસે 9 સદસ્યો હાલ માં રહ્યા છે જેમાં ઉપપ્રમુખ સહીત 9 સદસ્યો કોંગ્રેસ પાસે છે સામે ભાજપ પાસે માત્ર એકજ સદસ્ય છે ત્યારે હવે આવતા સમય માં રાજુલા શહેર ના મોટાભાગ ના વોર્ડ માં ચૂંટણી યોજાશે અને ફરી ભાજપ કોંગ્રેસ અમને સામને આવશે હાલ માં પ્રમુખ વિહોણો નગરપાલિકા બની છે.


બગસરાના શાપરમાં ઉપસરપંચ ઉપર દીપડા નો હુમલો

બગસરા,બગસરા તાલુકાના શાપર ગામના ઉપસરપંચ ઘેલાભાઈ ભાદાભાઈ સુવાગિયા ઉ.વ.45 ઉપર દીપડાએ વહેલી સવારે હુમલો કર્યો હતો તેમાં ઠંડીની તુ હોવાથી ગળા પર શાલ વિટેલી હોવાથી ગળા પર ભટકું ભરવા જતા દીપડાના મો માં શાલ ભરાય જતા જમણા હાથ પર પંજાથી થાપો માર્યો જેને કારણે જમણા હાથ ઉપર ત્રણ નાખુંન થી ઘાયલ થયા હતા.તેજ સમય દરમ્યાન બાજુની ખેતર વાડીમાં કામ કરતા મજૂરો આવી જતા દીપડો ભાગી છૂટ્યો હતોઆ હુમલાના સમાચાર વાયુવેગે ફેલાતા આ ગામની સીમમાં રહેતા ખેત મજૂરો તેમજ ખેડૂતોમાં ભયનું વાતાવરણ જોવા મળેલ છે તેમજ શાપર ગામ માં માધ્યમ આવેલ પ્રાથમિક શાળા નજીક એક વાછરડા નું મારણ કરેલ જેના કારણે ગામ આખું ભય નું વાતાવરણ ઉભું થયેલ છે .તો તાત્કાલિક આ દીપડાને વનવિભાગ દ્વારા પાંજરે પુરવામાં આવે તેવી ગ્રામજનોની માંગણી ઉઠીછે. આ અંગે કુંકાવાવના આરએફઓ રાજલ પાઠકે જણાવ્યુ હતુ કે જાણ થતા જ વન વિભાગની ટીમ દોડી ગઇ હતી અને સ્થળ તપાસ કરતા ત્યાં દિપડો હોવાના કોઇ આધાર પુરાવા મળ્યા નથી દિપડાના પગના કોઇ નિશાન જોવા મળ્યા નથી ખેડુતને ઇજાના શરીરે કોઇ નિશાન જોવા મળ્યા નથી એવુ બને કે ગાડી પરથી પડી ગયા હોય અને હાથમાં છોલછાલ થઇ હોય તેવી શક્યતા હોવાનું રાજલબેન પાઠકે જણાવ્યુ છે.


તોરી ગામે દીપડાની અવર જવરને કારણે ખેતી માટે દિવસે વિજ પાવર આપવા માંગણી

તોરી,વડીયા તાલુકાના તોરી ગામે અવાર નવાર વન્ય પ્રાણીઓ જેવા કે દિપડાની અવર જવર અને બચ્ચાઓ જોવા મળતા ખેડુતો અને મજુરોમાં ભય ફેલાય છે. તોરી ગામના આગેવાન પ્રદિપભાઇ વાળાના ખેતરમાં એરડાના વાવેતરમાં દિપડો જોવા મળેલ. અને એક કુતરાનું મારણ કરેલ. તેની જાણ મોટી કુંકાવાવ વન વિભાગને કરવામાં આવતા અધિકારીઓ આવ્યા હતા. અને તેમણે જણાવેલ કે અહીંયા દિપડી અને બચ્ચુ હોવાનું કહેલ. તેમને પકડવા માટેના ચક્રોગતીમાન કરેલ છે. જેથી તોરી ગામે ખેડુતોને દિપડાના ત્રાસમાંથી બચવા માટે દિવસના વિજ પુરવઠો આપવા માટે ખેડુતોએ પીજીવીસીએલ પાસે માંગ કરી છે.


પીજીવીસીએલમાં 17 જેટલા ડે. ઇજનેરની બદલીઓ

અમરેલી, અમરેલી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાકી રહેતા ખેતીવાડીના વિજ જોડાણો ઝડપી આપવા માટે 17 જેટલા ડે. ઇજનેરોને ખાસ આ કામગીરી સોપવામાં આપી હતી. અને આ કામગીરી પુર્ણ થઇ જતા આ તમામ ઇજનેરોની બદલીઓ કરવામાં આવી છે. જેમાં અમરેલી શહેરના બે ઇજનેરોની પણ બદલીમાં સમાવેશ થાય છે.
અમરેલી, જુનાગઢ, બોટાદ, રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં બાકી રહેતા ખેતીવાડીના વિજ જોડાણો ઝડપી આપવા માટે પીજીવીસીએલના એમ.ડી. દ્વારા આ કામગીરી ઝડપી અને સમય મર્યાદામાં પુર્ણ થાય તે માટે વિવિધ વિજ વર્તુળ કચેરીના 17 જેટલા ડે. ઇજનેરોને ખાસ આ કામીગીર માટે મુકવામાં આવ્યા હતા. જે અંતર્ગત અમરેલી વિજ વર્તુળ કચેરીમાં જે ખેતીવાડીના વિજ જોડાણો આપવાના હતા તેની કામગીરી સમય મર્યાદામાં પુરી થઇ જતા બે જેટલા ડે. ઇજનેરોની અન્ય સર્કલમાં બદલીઓ કરવામાં આવી છે. જ્યારે સમગ્ર પીજીવીસીએલ માં 17 ઇજનેરોને અન્ય વિજ વર્તુળ કચેરીમાં મુકવામાં આવ્યા છે.


અમરેલીના વડી-ઠેબીમાં નર્મદાના નિર ભરવા પાઇપ બિછાવવાનો પ્રારંભ

અમરેલી, અમરેલી શહેર તેમજ જીલ્લો માત્ર વરસાદ ઉપર આધરિત હોવાના કારણે પ્રજા છેલ્લા 3 દસકાથી પીવાના પાણીની સમસ્યા ભોગવી રહી છે. જો સમયસર વરસાદ ન પડવાના કારણે શહેરની તેમજ જીલ્લાની પ્રજાને એક બેડુ પાણી મેળવવા માટે ઠેર ઠેર ભટકવું પડતુ હોય છે. અને અમરેલી શહેરની પ્રજાને છેલ્લા કેટલાય વર્ષોથી દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. તેનુ મુખ્ય કારણ એ છે કે શહેરની પ્રજાને પીવાનું પાણી પુરૂ પાડતા એવા ઠેબી,વડી,ખોડીયાર ડેમમાં પાણીનો જથ્થો નહીવત હોવાના કારણે શહેરની પ્રજા પીવાના પાણીની મુશ્કેલી વેઠી રહી છે. ત્યારે આ સમસ્યાને ભુતકાળ દેવા બનાવી દેવા માટે અમરેલી સિંચાઇ વિભાગ દ્વારા રૂા. 370 કરોડના ખર્ચે 4 ફુટથી માંડીને 5 ફુટ સુધીની પાઇપો બીછાવી અને ઠેબી વડી ડેમને નર્મદાના નીરથી ભરવા માટે પાઇપલાઇન બીછાવવાની કામગીરીનો પ્રારંભ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે અને આ કામ એક વર્ષની અંદર પુર્ણ કરવામાં આવશે તેમ અમરેલી સિંચાઇ વર્તુળ કચેરીના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરની પ્રજા છેલ્લા ચાર દસકાથી પીવાના પાણીની સમસ્યા ભોગવી રહી છે. અત્યારે શહેરની પ્રજાને દર 3 દિવસે પીવાનું પાણી પાલીકા દ્વારા વિતરણ કરવામાં આવી રહયુ છે. અને તેમાય તે ખાસ કરીને જ્યારે ઉનાળાના દિવસો જેમ જેમ નજીક આવતા જશે તેમ તેમ શહેરની પીવાના પાણીની સમસ્યા દિન પ્રતિદિન વિકરાળ બનતી જશે અને એક બેડુ પાણી મેળવવા માટે મહિલાઓને ઠેર ઠેર ભટકવું પડશે આ પાણીની સમસ્યાને ભુતકાળ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા પાઇપલાઇન દ્વારા નર્મદાના નીરથી સૌરાષ્ટ્રના ડેમોને ભરવા માટેની સૌની યોજના અંતર્ગત અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા એવા ઠેબી,વડી ડેમને પાઇપલાઇન દ્વારા ભરવા માટેનું આયોજન પુર્ણતાના આરે છે. જેમાં ખંભાળાથી અમરેલી સુધીની 47 કિ.મી. સુધીની પાઇપલાઇન બીછાવવામાં આવશે. જેના દ્વારા વડી તથા ઠેબી ડેમને નર્મદાના નીરથી છલોછલ ભરી દેવામાં આવશે. આ ઉપરાંત કુંકાવાવથી ધારી નજીક આવેલ ખોડીયાર ડેમ સુધીની 43 કિ.મી. સુધીની પાઇપલાઇન નાખવાનું કામ આગામી દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ પાઇપ લાઇન બીછાવવા પાછળ અંદાજે રૂા. 370 કરોડનો ખર્ચ થશે. અમરેલી સિંચાઇ વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે વડી તેમજ ઠેબી ડેમમાં પાણી ઠાલવવા માટેની જે પાઇપલાઇન નાખવામાં આવનાર છે તે 1200 એમએમથી 1500 એમએમ સુધીની એટલે કે 4 ફુટથી માંડીને 5 ફુટ સુધીની પાઇપલાઇન નાખવામાં આવશે. આમ આ કામ પુર્ણ કરવાની ટેન્ડરમાં જે શરત છે તે મુજબ તા. 8/3/2021 ના કામ પુર્ણ કરવાની શરત રાખવામાં આવી છે.


03-01-2020