Main Menu

Monday, January 20th, 2020

 

રાજુલાના છતડીયા નજીક પાઈપ લાઈન લીકેજ થતા પાણીનો વેડફાટ

રાજુલા ,રાજુલાનાં છતડીયા ગામ નજીક મહિ યોજનાની પાઇપ લાઇન લીકેજ થતાં છેલ્લા ત્રણ દિવસથી પાણીનો વેડફાટ છતાં કોઇને દરકાર ન હોય તેમ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. રાજુલા ના છતડીયા ગામ નજીક આવેલ નર્મદા પાણી ની પાઇપ લાઈન નો વાલ લીક થતા ત્રણ દિવસ થી મોટી માત્રા મા પાણી ઉછળી રહ્યું હતુ 10 ફૂટ કરતા વધુ ઉંચા ફુવારા ઉડતા ભારે રોષ જોવા મળ્યો હતો અહીં કોઈ કર્મચારી અધિકારી ધ્યાન ન આપતા હોવાને કારણે આ પ્રકાર ની ઘટના વારંવાર સામે આવી રહી છે અહીં ગામ ના સરપંચ વિરભદ્રભાઈ ડાભીયા એ જણાવ્યું હતુ પાણી પુરવઠા ના એક પણ અધિકારી ધ્યાન આપતા નથી અને લોકો કરેલી રજુઆત ને પણ ગણતા નથી આ પ્રકાર નો રોષ સરપંચ દ્વારા વ્યક્ત કરવા મા આવ્યો હતો જ્યારે અહીં સ્થાનિક લોકો ના જણાવ્યા પ્રમાણે 3 દિવસ થી ફુવારા ઉડતા હતા આજે પાણી પુરવઠા ના કાર્યપાલક ઇજનર જય ચૌધરી ને જાણ થતા અધિકારી ઓ ત્યા પોહચીયા હતા પાણી ને અટકવાયુ હતુ જોકે આ આખી ઘટના મા તંત્ર ની ઘોર બેદરકારી સામે આવી હતું.


અમરેલીમાં બ્રોડગેજ લાઇન નાખવાનો સર્વે પુર્ણ : ઇલેકટ્રીક લાઇન કરાશે

અમરેલી,આજથી 3 દસકા પહેલા સૌરાષ્ટ્રમાં માત્ર નેરોગેજ લાઇન હોવાના કારણે કંટાળાજનક મુસાફરી હોવાના કારણે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળતા અને રોડ માર્ગે ઝડપી પહોંચી શકાય તે હેતુથી લોકો એસટી બસનો તેમજ અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરી અને પોતાના નિર્ધારીત સ્થળે સમયસર પહોંચી શકતા હતા. દરમિયાનમાં રેલ મંત્રાલય દ્વારા મુસાફરોને આકર્ષવા માટે અને ઝડપી મુસાફરી થાય તે માટે રેલ્વે તંત્ર દ્વારા મીટરગેજ લાઇનો દુર કરી અને તેની જગ્યાએ બ્રોડગેજ લાઇનો બનાવાનું કામ યુધ્ધના ધોરણે હાથ ધર્યુ છે. જે અંતર્ગત અમરેલી શહેરને પણ આગામી વર્ષોમાં બ્રોડગેજની સુવિધા મળે તેવા દિવસો હવે દુર નથી. આ માટે પાટા બીછાવવા,રેલ્વે પ્લેટફોર્મ ઉચા બનાવવા નદી નાળા ઉપર આવતા પુલો નવા બનાવવા અને પહોળા કરવા સહિતની કામગીરી કરવા માટેનો એક સર્વે ભાવનગર રેલ્વે ડીવીઝન દ્વારા પુર્ણ કરવામાં આવ્યો છે. અને આ રીપોર્ટને રેલ્વે મંત્રાલય તરફ મંજુરી અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આ કામગીરી કરવા પાછળ અં દાજે 1500 થી 1700 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં ઇલેકટ્રીક ટ્રેન દોડી શકે તે હેતુથી ઇલેકટ્રીક લાઇન પણ નાખવામાં આવશે અને જેતલસરથી ઢસા વચ્ચેની રેલ્વે લાઇન બીછાવવાની કામગીરી ચાલી રહી છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરથી ખીજળીયા વાયા અમરેલી સુધીની 92 કિ.મીની બ્રોડગેજના પાટા બીછાવવા માટેનો એક સર્વે પુર્ણ થઇ ગયો છે. અને આ સર્વેને મંજુરી અર્થે દિલ્હી ખાતે આવેલ રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો છે આ કામગીરી પાછળ રેલ્વે પાટા બીછાવવા, પલલના નવા કામ કરવા તેમજ રેલ્વે પ્લેટફોર્મ ઉચા બનાવવા અને ઇલેકટ્રીક લાઇન નાખવા પાછળ મળીને કુલ રૂા. 1500 થી 1700 કરોડનો અંદાજે ખર્ચ થશે આ ઉપરાંત વિસાવદરથી અમરેલી વચ્ચે નાખવામાં આવનાર રેલ્વે લાઇન જ્યાંથી પસાર થવાની છે ત્યાં જંગલ વિસ્તાર આવતો હોય જંગલ ખાતાની મંજુરી મળ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.
જેતલસરથી ઢસા વચ્ચેની 105 કિ.મીની બ્રોડગેજના પાટા બીછાવવા પાછળ તથા ઇલેકટ્રીક લાઇન નાખવા પાછળ અંદાજે રૂા. 600 કરોડનો ખર્ચ થનાર છે. હાલમાં નદી નાળા પર આવતા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે કેટલીક જગ્યાએ રેલ્વેના પાટા પણ બીછાવી દેવામાં આવ્યા છે. આવી જ રીતે જુનાગઢથી વિસાવદર વચ્ચેની 42 કિ.મી.ની બ્રોડગેજ લાઇન બનાવવા માટેનો સર્વે ચાલી રહયો છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.


અમરેલી જિલ્લામાં બપોર બાદ સસ્તા અનાજનું સર્વર ડાઉન થયું

અમરેલી,અમરેલી શહેર તેમજ જિલ્લામાં સસ્તા અનાજના વેપારીઓને ત્યાં માલ લેવા જતા ગ્રાહકોનાં અંગુઠા મારવાનો નિયમ ફરજીયાત હોવાનાં કારણે ગ્રાહકોને ત્યાં સુધી અનાજનો જથ્થો આપી શકાો નથી. તદઉપરાંત છેલ્લાં કેટલાક સમયથી સરવર ડાઉન હોવાનાં કારણે વેપારીઓ તેમજ ગ્રાહકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
ત્યારે આજ બપોર બાદ ફરી સર્વર ડાઉન થઇ જવાનાં કારણે માલ લેવા આવતા ગ્રાહકોને વિલા મોઢે પરત પરવું પડ્યું હતું અમરેલી જિલ્લામાં અંદાજે 500થી વધ્ાુ સસ્તા અનાજની દુકાનો આવેલી હોય આ તમામ જગ્યાએ આ ગંભીર સમસ્યા હવે રોજીંદી બની ગઇ છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરવામાં આવતા એક બીજા ઉપર ખો નાખી દેવામાં આવી રહી છે.
આ અંગેની પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લામાં અંદાજે 500થી વધારે સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ તમામ દુકાનોમાંથી માલ લેતા ગ્રાહકોનો અંગુઠો મારવામાં આવ્યા બાદ જ માલનું વિતરણ કરવામાં આવે છે. સસ્તા અનાજના વેપારીનાં જણાવ્યા પ્રમાણે આજ બપોરનાં ત્રણ વાગ્યા બાદ પુન: સર્વર ડાઉન થઇ જતાં માલ લેવા આવેલા ગ્રાહકોને વિલા મોઢે પરત ફરવું પડયું હતું.
વેપારીઓના જણાવ્યા પ્રમાણે તા.1 થી 15 દરમિયાન સર્વર રેગ્યુલર કામ કરતુ હોય છે. પરંતુ તા.15 બાદ સર્વ્ર ડાઉન થવાના્ં ધા્ંધીયાઓ વધતા જાય છે. આ પ્રશ્ર્ન હલ કરવા માટે અમરેલી જિલ્લા પુર્વ્ઠા કચેરીમાં રજુઆત કરવા છતાં પણ આ સમસ્યાનો હજુ સુધી કોઇ ઉકેલ ન આવતા ગ્રાહકોને પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે.


અમરેલી શહેરનું પાણી વિતરણ અસ્તવ્યસ્ત

અમરેલી,અમરેલી શહેરને પીવાનું પાણી પુરૂ પાડતા એવા મુખ્ય જળાશય ઠેબી ડેમ તેમજ મહીપરીયેજ યોજનામાંથી શહેરની પ્રજાને દર 3 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહયુ છે. જેમાં ગઇ કાલે અમરેલી શહેરમાં તેમજ આજ રોજ નાવડા ખાતે વિજ તંત્ર દ્વારા વિજ પુરવઠો બંધ કરી દેવાતા શહેરનું પાણી વિતરણ છેલ્લા બે દિવસથી અસ્તવ્યસ્ત થઇ જવા પામ્યુ છે. નગરપાલીકાની વોટર વર્કસ શાખા દ્વારા શહેરીજનોને પાણી પુરૂ પાડવા માટે લોકલ સોર્સમાંથી પાણી ઉપાડી અને શહેરીજનોને નિયત સમય કરતા પણ પાણી વિતરણ કર્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતોે મુજબ ઠેબી ડેમમાં જ્યારે ઉનાળાના દિવસોમાં ડેમ સાવ તળીયાજાટક થઇ ગયો હોય અને શહેરની પ્રજા પીવાના પાણી માટે વલ્ખા ન મારવા પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા આજથી 5 વર્ષ પહેલા અમરેલી શહેરની જીવાદોરી સમાન ગણાતી એવી મહીપરીયેજ યોજના અમલી બનાવી હતી. જેમાંથી શહેરની જનતાને તેમજ જીલ્લાના અમુક ગામોને મહીપરીયેજનું પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહયુ છે. અને જ્યારે મહીપરીયેજ યોજનામાં કોઇ ટેકનીકલ ક્ષતી સર્જાય તો શહેરની પ્રજાને પીવાનું પાણી મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. અમરેલી શહેરમાં ગઇ કાલે ગુરૂવારના રોજ વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા ઠેબી તેમજ મહીપરીયેજ યોજનાનું પુરતુ પાણી પપીંગ ન થઇ શકયુ સાથો સાથ આજરોજ સવારના 9 વાગ્યાથી નાવડા ખાતે વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવામાં આવતા શહેરને મહીપરીયેજ યોજનાનું આજે સતત બીજા દિવસે પણ પાણી નહી મળવાના કારણે નગરપાલીકા દ્વારા લોકલ સોર્સમાંથી પાણીનું પપીંગ કરી અને શહેરીજનોને નિયત સમય કરતા એક કલાક મોડુ પાણી વિતરણ કરાયું હતુ. આમ સતત બે દિવસથી વિજ તંત્રના સંકલનના અભાવે અમરેલી શહેરની પ્રજાને છતે પાણીએ પાણી વગર ટળવળવુ પડયુ હતુ. આમ જો વિજ તંત્ર દ્વારા રીપેરીંગ કામ હાથ ધરવુ હોય તો અગાઉથી નગરપાલીકાને આ બાબતની જાણ કરે તો અગાઉથી જ પાણીનો સ્ટોરેજ અને જરૂરી વ્યવસ્થા કરી શકાય. આજે વિજ પુરવઠો મહિ યોજનાનાં નાવડા મથકમાંથી શરૂ થાય તેવી શક્યતા.