Main Menu

રાજુલા જાફરાબાદ પંથકના સિંહો પર નજર રાખવા સરકારનો આદેશ

રાજુલા,વાયુવાવાજોડા ને પગલે રાજ્ય સરકાર દ્વારા સિંહો દીપડા નીલગાય ની પણ ચિંતા કરી છે આજે રાજુલા રેન્જ મા દરિયા કાંઠે સિંહો સૌથી વધુ વસવાટ કરે છે ત્યારે સિંહો ના સતત લોકેશન રાખવા દીપડા નીલગાય ક્યાં કેટલા વિસ્તાર મા રહે છે તેને લઈ ને રાજુલા વનવિભાગ ને કેટલીક સૂચના ઓ આપી છે રાજુલા ફોરેસ્ટરો અને આર.એફ.ઓ. સહિત ના કર્મી ઓ કામે લાગ્યા છે દરિયા કાંઠે આશરે 25 ઉપરાંત ના સિંહો વસવાટ કરે છે ત્યારે વનવિભાગ ની ચિંતા મા પણ વધારો થયો છે વાવાજોડુ આવે તો સિંહો ને કેવી રીતે બચાવવા તેને લઈ ને જરૂરી સૂચના ઓ આપવા મા આવી છે તેને લઈ ને રાજુલા રેન્જ ના અધિકારી ઓ એલર્ટ થયા છે