Main Menu

કેનેડાના વિનિપેગ વિસ્તારમાં ઝેરી ગેસ ફેલાતા ૪૬ વ્યક્તિ ઈજાગ્રસ્ત

કેનેડાના વિનિપેગ વિસ્તારમાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી ગેસ ફેલાતાં ૪૬ વ્યક્તિને હૉસ્પિટલમાં દૃાખલ કરવામાં આવી હતી જેમાંના કેટલાકની સ્થિતિ ગંભીર હોવાનું ડૉક્ટરોએ કહૃાું હતું. વિનિપેગ ફાયર પેરામેડિકલ સર્વિસના પ્રવક્તાએ આપેલી માહિતી મુજબ સ્થાનિક સમય અનુસાર આજે સવારે દૃસ વાગ્યે એક ઇમારતનું એલાર્મ ગર્જી ઊઠ્યું હતું.
તપાસ કરતાં કાર્બન મોનોક્સાઇડ ગેસ ફેલાઇ રહૃાાનું ધ્યાનમાં આવ્યું હતું. તરત રાહત ટુકડી એ વિસ્તારમાં દૃોડી ગઇ હતી અને ઓછામાં ઓછા ૪૬ જણને હઋૉસ્પિટલમાં દૃાખલ કરાયા હતા જેમાંના ૧૫ની સ્થિતિ ડૉક્ટરોએ ગંભીર ગણાવી હતી. કાર્બન મોનોક્સાઇડ ગેસ ક્યાંથી શી રીતે પ્રસર્યો હતો એની તપાસ પોલીસ કરી રહી હતી.