Main Menu

મોહમ્મદૃ આમિર પછી હવે વહાબ રિયાઝ પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે

પાકિસ્તાન ક્રિકેટને વધુ એક ઝટકો લાગ્યો છે. મોહમ્મદૃ આમિર પછી ફાસ્ટ બોલર વહાબ રિયાઝે પણ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી દૃીધી છે. રિયાઝે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન અહેસાન મનીને આ અંગે જાણ કરી હતી. તેણે કહૃાું હતું કે તે હવે ટેસ્ટ ક્રિકેટમાં રમવા માગતો નથી. તે અત્યારે કેનેડામાં ગ્લોબલ ટી-૨૦માં રમી રહૃાો છે. થોડા દિૃવસોમાં તે પાકિસ્તાન પરત ફરશે અને આ અંગે એક પ્રેસ કોન્ફ્રન્સમાં જાહેરાત કરશે.
રિયાઝે પોતાના ૧૦ વર્ષના ટેસ્ટ કરિયરમાં ૨૭ મેચ રમીને ૮૩ વિકેટ ઝડપી છે. ગયા અઠવાડિયે આમિરે નિવૃત્તિ લેતા પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર્સે તેના નિર્ણયની ટીકા કરી હતી. હવે જોવાનું રહેશે કે રિયાઝના નિર્ણયને કેવો રિસ્પોન્સ મળે છે.