અંકલેશ્વર પાસેથી સાણંદના યુવાનનો મૃતદૃેહ નર્મદા નદીમાંથી મળી આવ્યો

અંકલેશ્વર પાસે નર્મદા નદીમાંથી આજે સાણંદના યુવાનનો મૃતદૃેહ આજે મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં અંકલેશ્વર સિટી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસેથી પસાર થતી નર્મદા નદીમાં યુવાનનો મૃતદૃેહ પાણીમાં તરતો હતો. જેથી ધર્મેશ સોલંકી અને તેમની ટીમે નાવડીની મદદથી યુવાનના મૃતદૃેહને નર્મદા નદીમાંથી બહાર કાઢ્યો હતો અને તુરંત જ પોલીસને જાણ કરી દીધી હતી. જેથી અંકલેશ્વર સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને યુવાનની ઓળખ કરવાની દિશામાં તપાસ શરૂ કરી હતી. પોલીસે ખિસ્સા તપાસતા ડોક્યુમેન્ટના આધારે યુવાન ૨૩,ભગવતી સોસાયટી, નળસરોવર રોડ, સાણંદનો હોવાનું જાણવા મળ્યું હતું. તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો હતો.
પોલીસે મૃતક યુવાનના મોબાઇલ ફોન અને ખિસ્સામાંથી મળેલા એડ્રેસના આધારે તેના પરિવારજનોની શોધખોળ હાથ ધરી છે અને યુવાનના મૃતદૃેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપીને વધુ તપાસ શરૂ કરી છે.