અંકિતા લોખંડે ટ્રોલિંગથી પરેશાન, કહૃાું, ‘ હું આ ઘટનામાં ક્યાંય સીનમાં નથી તો પછી કેમ….

અંકિતાએ લોખંડ વિરૂદ્ધ  સુશાંત સિંહ રાજપૂતના નિધન બાદ સતત કમેન્ટ થતી રહી છે. યુઝર્સના ગુસ્સાનો ભોગ તે વારંવાર બનતી રહે છે. આ મુદ્દે તેમણે યુઝર્સ પર ગુસ્સો ઠાલતા યુઝર્સે ફટકાર લગાવી હતી અને કહૃાું હતું કે, જો મને પસંદ ન કરતા હો તો મને ફોલો કરવાનું બંધ કરી શકો છો. અંકિતા લોખંડેએ થોડા સમય પહેલા તેમનોએ એક હેપી વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જેમાં તે ગોલ્ડન ડ્રેસમાં નાચતી ગાતી જોવા મળે છે. વીડિયોમાં તે ખૂબ જ ખુશ દેખાતી હતી.

આ વીડિયો પોસ્ટ કર્યાં બાદ યુઝર્સ તેના પર ભડક્યા હતા અને સુશાંત સિંહ રાજપૂતના મોત માટે ન્યાયની લડતમાંથી ખસી જવાનો પણ આરોપ લગાવ્યો હતો. આ રીતે તેમને આ વીડિયો બાદ ખૂબ જ હેટ કમેન્ટ મળી હતી. અંકિતા આ પ્રકારની કમેન્ટ અને ટ્રોલિંગથી પરેશાન થઇ ગઇ છે. તેમણે આ મુદ્દે યુઝર્સને ફટકાર લગાલતા સોશિયલ મીડિયા પર લાઇવ કર્યુ હતું અને કહૃાું હતું કે, આ ઘટનામાં હું ક્યાંક સીનમાં નથી.

પ્લીઝ આ ઘટના માટે મને દોષી માનવાનું બંધ કરો. છેલ્લા કેટલાક વર્ષોથી હું તેની જિંદગીમાં ન હતી. સુશાંત તેમના રસ્તે મને છોડીને જતો રહૃાો હતો. હું શું કરૂ? તેમણે કહૃાું હતું કે, હું પણ ડિપ્રેશનનો ભોગ બની હતી અને ખરાબ સમયમાંથી પસાર થઇ હતી. આ તમામ ઘટના માટે મને દોષિત માનવાનું બંધ કરો. જો મને પસંદ ન કરતા હો તો મને ફોલો ન કરો. અંકિતા અને સુશાંત સિંહ ૬ વર્ષથી રિલેશનશિપમાં હતા. જો કે ૨૦૧૬માં તેમનું બ્રેકઅપ થઇ ગયું અને ત્યારબાદ તેમની જિંદગીમાં રિયા ચક્રવર્તી આવી.