અંજલીભાભીનો રોલ પ્લે કરનાર નેહા મેહતા તારક મહેતાને અલવિદા કરશે..!

મુંબઇ,
૨૮ જુલાઈના રોજ કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માએ ૧૨ વર્ષ પૂરા કર્યા હતા. હાલમાં એવી ચર્ચા થઈ રહી છે કે સિરિયલમાં અંજલીભાભીનો રોલ પ્લે કરતી નેહા મહેતાએ શો છોડી દીધો છે. નેહા છેલ્લાં ૧૨ વર્ષથી આ શોમાં કામ કરે છે. નોંધનીય છે કે દિશા વાકાણી અઢી વર્ષથી શોમાં જોવા મળી નથી.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર નેહા મહેતાએ શો છોડવા વિશે મેકર્સ સાથે વાત કરી છે. કહેવામાં આવી રહૃાું છે કે નેહા મહેતા કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે શો માટે સેટ પર નવા એપિસોડ માટે પહોંચી શકે તેમ નથી. જણાવી દઇએ કે તારક મહેતાની ટીમે ૧૦ જુલાઇથી મુંબઇ સ્થિત સેચ પર શુિંટગ ફરીથી શરૂ કર્યુ છે. નેહા આ સિરિયલમાં તારક મહેતા (શૈલેષ લોઢા)ની પત્ની અંજલી મહેતાના રોલમાં હતી. શોમાં અંજલી મહેતા ડાયટ અંગે સજાગ હોવાનું બતાવવામાં આવ્યું હતું.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલી મહેકાનો રોલ ખૂબ જ ખાસ છે. શૉની શરૂઆતથી જ તે તારક મહેતાની પત્નીના કિરદારમાં છે. તારક મહેતાની સાથે તેની હળવી તકરાર ફેન્સને પસંદ આવે છે. સાથે જ એટીએમ સ્પેશિયલ હેલ્થ ડાયટને લઇને અંજલીની તારક મહેતા સાથે તકરાર થતી રહે છે.