અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા, ૪.૩ની તીવ્રતા નોંધાઈ

અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ગુરુવારે સવારે ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રના જણાવ્યા અનુસાર, અંડમાન અને નિકોબાર દ્વિપના પોર્ટબ્લેયરથી ૨૫૩ કિમી દક્ષિણ-પૂર્વમાં ૧૦ નવેમ્બરની સવારે લગભગ ૨.૨૯ કલાકે ૪.૩ તીવ્રતાનો આંચકો આવ્યો હતો. ભૂંકંપની ઊંડાઈ જમીનથી ૧૦ કિમી નીચે હતી. જો કે, આ ભૂકંપની કોઈ નુકસાનના સમાચાર આવ્યા નથી. આ અગાઉ ગત ૨ અને ૩ સપ્ટેમ્બરે અંડમાન અને નિકોબાર દ્વિપ સમૂહમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જે રિક્ટર સ્કેલ પર તીવ્રતા ક્રમશ: ૪.૯ અને ૪.૪ માપવામાં આવી હતી. એક દિવસ પહેલા જ ૯ નવેમ્હેરે સવારે ૧.૫૮ કલાકે લગભગ દિલ્હી એનસીઆર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ૧૦ સેકન્ડ સુધી ભૂંકપના આકરા ઝટકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૩ માપવામાં આવી હતી. જેનું કેન્દ્ર નેપાળમાં હતું. જે જમીનમાં ૧૦ કિમી નીચે હતું. નેપાળમાં ભૂકંપના કારણે અલગ અલગ દૃુર્ઘટનાઓમાં ૬ લોકોના મોત થયા છે. ભૂંકપ આવવાનું મુખ્ય કારણ ધરતી અંદર ટેક્ટોનિક પ્લેટોનું સરકવું અથવા એક બીજા સાથએ ટકરાવું છે. ધરતીની અંદર સાત ટેક્ટોનિક પ્લેટો પ્લેટ્સ હોય છે, જે સતત ફરતી રહે છએ. જ્યારે આ પ્લેટો કોઈ જગ્યા પર એકબીજા સાથે ટકરાય છે, તો ફોલ્ટ લાઈન ઝોન બનાવે છે અને પરતના ખૂણા પરથી વળી જાય છે. પરતના ખૂણા વળી જવાના કારણે પ્રેશર બને છે અને પ્લેટ્સ ટૂટવા લાગે છે. આ પ્લેટ્સ ટૂટવાથી અંદર એન્જી બહાર જવાનો રસ્તો શોધવા લાગે છે, જેના કારણે ધરતી હલે છે. અને ભૂકંપના ઝટકા અનુભવાય છે. રિક્ટર સેક્લે પર ૨.૦થી ઓછી તીવ્રતાવાળા ભૂકંપને માઈક્રો કેટેગરીમાં રાખવામાં આવે છે અને તેના ઝટકા અનુભવતા નથી. એક રિપોર્ટ અનુસાર માઈક્રો કેટેગરીના ૮૦૦૦થી વધારે ભૂકંપ દૃુનિયાભરમાં રોજ નોંધાય છે. આવી રીતે ૨.૦થી ૨.૯ તીવ્રતાવાળા ભૂકંપને માઈનર કેટેગરીમાં રાખવામાં આવે છે. ત્યારે આવા સમયે ૧૦૦૦ ભૂકંપ દરરોજ આવે છે. તેને ભાગ્યે જ અનુભવી શકાય છે. વેરી લાઈટ કેટેગરી ભૂકંપ ૩.૦ થી ૩.૯ તીવ્રતાવાળા હોય છે, જે એક વર્ષમાં ૪૯,૦૦૦ વાર નોંધાય છે. તેને અનુભવી તો શકાય છે, પણ નુકસાન થતું નથી. લાઈટ કેટેગરીના ભૂકંપ ૪.૦થી ૪.૯ તીવ્રતાવાળા હોય છે, જે સમગ્ર દૃુનિયામાં એક વર્ષમાં લગભગ ૬૨૦૦ વાર રિક્ટર સ્કેલ પર નોંધાય છે, આ ઝટકા અનુભવાય છે. જો કે, તેમાં નહીંવત નુકસાન થાય છે. રિક્ટર સ્કેલમાં ૪.૯થી વધારે તીવ્રતાવાળા ભૂકંપ ખતરનાક હોય છે અને તેના આવવાથી વધારે તબાહી થાય છે. તે એ વાત પર નિર્ભર કરે છે કે, ભૂકંપનું કેન્દ્ર ક્યાં રહે છે.