અંબાજીમાં રોપ-વે સેવા 25 થી 28 જુલાઇ સુધી બંધ રહેશે

અંબાજી,આગામી ૨૫ થી ૨૮ જુલાઇ ચાર દિવસ માટે અંબાજી શક્તિપીઠ ગબ્બર ખાતે રોપ-વે (ઉડન ખટોલા) ની સેવા બંધ રહેશે.આ અંગે સૂત્રોના જણાવ્યા મુજબ આગામી ૨૫ થી ૨૮ જુલાઈ ચાર દિવસ માટે રોપ-વે ની સેવા બંધ રાખવામાં આવશે. વર્ષ દરમિયાન એક વાર રૂિંટગ મુજબ રોપ-વે ના સમારકામની કામગીરીને લઈ ચાર દિવસ બાદ ૨૯ જુલાઇના રોજથી ઉડનખટોલાની સુવિધા યથાવત કરવામાં આવશે. જોકે આ દરમિયાન માતાજીના દર્શન કાજે તો મંદિર ખુલ્લું જ રહેશે. જેમાં દર્શનાર્થીઓએ ગબ્બર માતાજીના મંદિર સુધી પહોંચવા પગથિયાંનો ઉપયોગ કરવો પડશે તેવું ઉમેર્યું હતું.