અંબાજીમાં ૨૫ લોકો ભરેલી જીપનો ગમખ્વાર અકસ્માત, એક યુવતીનું મોત

અંબાજી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. ૨૫ જેટલા લોકો ભરેલી જીપનો ગમખ્વાર અકસ્માત સર્જાતા એક યુવતીનું ઘટના સ્થળે જ મોત થયું હતુ. અંબાજી પાસે અકસ્માત નોંધાયો છે. ક્રિષ્ના પેલેસ વિસ્તારમાં ગોઝારો અકસ્માત નોંધાયો છે. જીપ ડિવાઈડર સાથે અથડાતા દૃુર્ઘટના બની જીપમાં સવાર યુવતીનું માર્ગ પર પટકાતા મોત થયું છે. દાતા વિસ્તારમાં ઓવરલોડ વાહનો ચલાવાતા હોવાનો આક્ષેપ નોંધાયો છે.
જીપમાં ૨૫ થી ૩૦ મુસાફરો ભરાતા હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. અિંહ વાહનોમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવે છે. દાતા વિસ્તારમાં વારંવાર રોજ અકસ્માત થાય છે. તેમ છતાં ખાનગી વાહનોમાં પોતાની ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવાના કારણે જ મોટા ભાગના અકસ્માત થતા હોવાનું સ્થાનિકોનું કહેવું છે.