મુંબઈ,
આજે શિલ્પા શેટ્ટીનો જન્મદિૃવસ છે. બોલિવૂડની આ અભિનેત્રી હાલ ફિલ્મોથી દૃૂર છે પણ સોશિયલ મીડિયામાં તેનું મોટું ફેન ફોલોઇંગ છે. શિલ્પાનો જન્મ ૮ જૂન ૧૯૭૫ માં થયો હતો. અને ત્ોણે પોતાનો ૪૫મો જન્મદિૃવસ ગઈકાલે ઉજવ્યો હતો. હાલ તે રાજ કુંદ્રા સાથે ખુશખુશાલ જીવન વ્યતિત કરી રહી છે. પણ તેમના લગ્ન પહેલા એક સમય તેવો પણ હતો જ્યારે તેણે અક્ષય કુમાર સાથે લગ્ન કરવાનું મન બનાવી લીધુ હતું ! અક્ષય કુમાર તેવા સ્ટાર છે જેમનું નામ અનેક અભિનેત્રીઓ સાથે જોડાયું હતું. શિલ્પા શેટ્ટીની સાથે તેમના અફેરની ખબરોએ પણ ખાસ્સું એટેન્સન ઊભું કર્યું હતું. પણ તેમનો પ્રેમમાં અંત જોઈએ તેવો સુખદૃ નહતો રહૃાો. ત્યારે કેવી રીતે આ લોકોના પ્રેમની શરૂઆત અને અંત થઈ તેનો રસપ્રદૃ કિસ્સો અમે તમને હવે જણાવવા જઈ રહૃાા છીએ. અક્ષય કુમાર ખાલી ફિલ્મોમાં જ નહીં રિયલ લાઈફમાં પણ લવર બોય રહેલા છે. શિલ્પા પહેલા અને પછી તેમનું નામ અભિનેત્રીઓ સાથે જોેડાતું આવ્યું છે. શિલ્પા પહેલા અક્ષય કુમારનું નામ રવીના ટંડન સાથે હતું પણ શિલ્પાના અક્ષય કુમારના જીવનમાં આવતા જ રવિના ટંડન અને અક્ષય કુમારનું બ્રેકઅપ થયું તેમ મનાય છે. કહેવાય છે કે, રવિના અને અક્ષય ટૂંક સમયમાં લગ્ન કરવાના હતા પણ શિલ્પાની એન્ટ્રીથી બંનેના સંબંધો તૂટી ગયા. શિલ્પા અને અક્ષય પહેલી વાર ૧૯૯૪માં ‘મેં ખિલાડી તૂ અનાડીના સેટ પર થઈ. તેમની સાથે ૧૯૯૭માં ફિલ્મ જાનવરનું શૂિંટગ દૃરમિયાન નજીદૃીકીઓ વધી ફિલ્મ ધડકનમાં બંનેએ સાથે કામ કર્યું અને તે સમયે જ મીડિયામાં ખબર આવવા લાગી કે બંને લગ્ન કરી રહૃાા છે. કારણ કે તે અવાર નવાર સાથે દૃેખાઈ રહૃાા હતા. અને તેમની વચ્ચે બધુ જ બરાબર જ ચાલી રહૃાું હતું કે
તેમની પ્રેમ કહાનીમાં એક નવો ટ્વિસ્ટ આવ્યો. ધડકનની શૂિંટગમાં અક્ષયનું દિૃલ શિલ્પાને છોડીને તેમની ખાસ મિત્ર િંટ્વકલ ખન્ના માટે ધડકવા લાગ્યું. શિલ્પાને આ વાત વિષે ખબર પડી તો જોરદૃાર ઝઘડો થયો. એ સમયે એક મેગેઝિનમાં છપાયેલી ખબર મુજબ એવી વાત જાણવા મળી હતી કે અક્ષય કુમારે શિલ્પા શેટ્ટી સામે શરત મૂકી હતી કે જો લગ્ન કરવા હોય તો તારે ફિલ્મ કેરિયર છોડવું પડશે. જો કે શિલ્પા આ વાત મંજૂર નહતી. વર્ષ ૨૦૦૦માં શિલ્પા અને અક્ષયનું બ્રેકઅપ થઈ ગયું.બ્રેકઅપ પછી શિલ્પાએ મીડિયામાં અક્ષય વિરુદ્ધ જોરદૃાર ભડ્ડાસ નીકાળી તેણે ત્યાં સુધી કહી દૃીધું કે અક્ષય તેનો ઉપયોગ કર્યો છે અને જ્યારે બીજી યુવતી મળી તો તેણે શિલ્પાને છોડી દૃીધી. જો કે શિલ્પા શેટ્ટીને આખરે તેમનો જીવનસાથી મળી ગયો. અને તેમણે રાજ કુંદ્રાથી લગ્ન કરી લીધા. હાલ આ કપલને સેરોગસીથી પુત્રીના માતા-પિતા બન્યા છે. અને તેમનો એક પુત્ર પણ છે.