અક્ષયની ફિલ્મ લક્ષ્મી બોમ્બ વિરોધ વંટોળમાં સપડાઇ, હિન્દુુ સેનાએ આપી ધમકી

બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી બોમ્બ જલ્દી જ ઓનલાઇન પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. ફિલ્મનું ટ્રેલર લોકોને ખુબ પસંદ આવી રહૃાું છે. હવે ફિલ્મના નામ પર લોકો વાંધો ઉઠાવી રહૃાાં છે.
આરોપ લગાવવામાં આવી રહૃાાં છે કે આ ફિલ્મનું ટાઇટલ લવ જેહાદને પ્રમોટ કરે છે. હિન્દુુ સેના નામના સંગઠને આ ફરિયાદ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે કરી છે.
હિન્દુુ સેના પ્રમોટર, કલાકાર અને ક્રુ વિરુદ્ધ કાર્યવાહી કરવા અને ફિલ્મનું નામ બદલવાની માંગ કરી છે. હિન્દુુ સેનાનું માનવું છે કે ફિલ્મના નામમાં હિન્દુુ દેવી લક્ષ્મીના નામનો ખોટો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો તેમની માંગ પૂરી નહી થાય તો તે ફિલ્મનો બહિષ્કાર કરશે.
હિન્દુુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાનું કહેવું છે કે, જો અમારી માંગ પૂરી નહી થાય તો હિન્દુુ સૈનિક સિનેમા હઋૉલની બહાર પ્રદર્શન કરશે. એક તરફ લક્ષ્મીબોમ્બના ટ્રેલરને ખુબ સારો રિસપોન્સ મળી રહૃાો છે તો બીજી તરફ આ પ્રકારનો વિરોધ ઉઠ્યો છે. હવે શું થશે તે તો આવનારો સમય જ બતાવશે.