અક્ષય, ઋત્વિક અને રણબીર સાથે કામ કરવુ એ ખુબજ મોટા અવસર સમાન: વાણી કપૂર

પ્રતિભાવાન કલાકાર સુશાંત િંસહ રાજપૂતની સાથે ફિલ્મ શુદ્ધ દૃેશી રોમાંસમાં પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર વાણી કપૂર હાલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. વાણીના લુકને લઈને ચારેકોર ચર્ચાઓ જામી છે. વાણી તેની આગામી ફિલ્મની તડામાર તૈયારીમાં ડૂબી છે. આ ફિલ્મનું આગામી મહિને બ્રિટેનમાં શુટીંગ થવાનું છે. ફિલ્મ બેલબોટમમાં મુખ્ય પાત્ર ભજવવા વાણી દિવસ રાત મહેનત કરી રહી છે. ફિલ્મ વોરમાં ઋત્વિક રોશન સાથે ફિલ્મ શમશેરામાં રણબીર કપૂરની સાથે કામ કર્યા પછી ફિલ્મ બેલબોટમમાં અક્ષય કુમાર સાથે કામ કરવાનો મોકો મળતા અભિનેત્રી ખુશખુશાલ છે.
વાણી કહે છે મારી ખુશીઓનો કોઈ પાર નથી આને હુ મારૂ સૌભાગ્ય માનુ છુ મને ઇન્ડસ્ટ્રીઝમા આટલા મોટા દિગ્ગજો સાથે કામ કરવાનો અવસર મળ્યો તે મારા માટે ખુબ સારી વાત છે. મે ઋત્વિક, રણબીર અને અક્ષય કુમારની હંમેશા પ્રશંસા કરી છે. મને આ દિગ્ગજ કલાકારોની કામ કરવાની શૈલી ખુબ ગમે છે હવે હું તે લોકો સાથે કામ કરી રહી છુ મારા માટે આનાથી વધારે સારી વાત બીજી કઈ હોઇ શકે? અક્ષય, ઋત્વિક અને રણબીર સાથે કામ કરવુ એ ખરેખર ખુબજ મોટા અવસર સમાન છે. જો તમે અક્ષય કેવો છે તે પુછો તો હું તમને જણાવીશ કે તેમના જેવો બુલંદ સિતારો બીજો કોઇ હોઈ જ ન શકે.
ફિલ્મોમાં તેમનું યોગદાન નાનુ સુનુ નથી. વાણી કહે છે આ તમામ સાથે મારૂ એક અલગ સમીકરણ છે. મારી આ ત્રણેય કલાકારો સાથે સારી કેમેસ્ટ્રી છે જે સ્ક્રીન પર દૃેખાઇ આવે છે. આ તમામ મારામાં રહેલી ખુબીઓને બહાર કાઢીને મને વધારે બહેતર બનાવવા હંમેશા પ્રયત્નો કરે છે. તેમની સાથે મળીને હું કોઈ નવુ કરી શકુ છુ મારામા રહેલી ખુબીઓને બહાર લાવી શકી છુ.