અક્ષય કુમારની ફિલ્મ ‘બેલબોટમનું ટીઝર રિલીઝ

સ્ટાર્ટ-ટુ-ફિનિશ શેડ્યૂલ માટે પ્રખ્યાત અક્ષય કુમારે તાજેતરમાં ‘બેલબોટમનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું અને ફિલ્મનું પહેલું ટીઝર પણ રિલીઝ થઈ ગયું છે. ટીઝરમાં અક્ષય સૂટબૂટ પહેરેલા સજ્જનની જેમ દૃેખાઈ રહૃાો છે. ખાસ વાત એ છે કે ટીઝરમાં તે શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં વિમાન નજરે પડી રહૃાું છે.
બેલ્બોટમ એક જાસૂસી ફિલ્મ છે, જેની વાર્તા ૮૦ના દાયકામાં સેટ થઈ છે. અક્ષય કુમાર સિક્રેટ એજન્ટની ભૂમિકામાં જોવા મળશે. ‘બેલબોટમ આવતા વર્ષે બીજી એપ્રિલે રિલીઝ થશે. ‘બેલબોટમ વિશેની ખાસ વાત એ છે કે આ ફિલ્મનું શૂટિંગ કોરોના વાયરસની મહામારી દરમિયાન થયું હતું અને થિયેટરો ખુલતા પહેલા તેનું ટીઝર પણ રજૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે કડક માર્ગદર્શિકાને પગલે ૧૫ ઓક્ટોબરથી થિયેટરો ખોલવાની મંજૂરી આપી છે.