અક્ષય કુમારની ફિલ્મ રામસેતુમાં જેક્લિન ફર્નાન્ડિઝ ચમકશે

એક્ટર અક્ષય કુમાર તેની અપકિંમગ ફિલ્મ ’રામસેતુ’ને લઈને ચર્ચામાં છે અને હવે સમાચાર છે કે આ ફિલ્મમાં તેની ઓપોઝિટ જેકલીન ફર્નાન્ડિઝ જોવા મળશે. જોકે અત્યારસુધી આના પર કોઈ ઓફિશિયલ અનાઉન્સમેન્ટ થયું નથી પણ ફિલ્મ સાથે જોડાયેલા અને નજીકના સૂત્રોએ જણાવ્યું કે જેકલીનને ’રામસેતુ’ ફિલ્મમાં કાસ્ટ કરી લેવાઈ છે. આ ફિલ્મની સ્ટોરી એકતા અને ભાઈચારા પર આધારિત હશે. તેનું શૂટિંગ અયોધ્યામાં જ કરવામાં આવશે. તેના માટે અક્ષય કુમારે અગાઉ જ સીએમ યોગી આદિત્યનાથની પરવાનગી માટે મુલાકાત કરી લીધી છે.

જેકલીન આવતા અઠવાડિયાથી જેસલમેરમાં ફિલ્મ ’બચ્ચન પાંડે’નું શૂટિંગ શરૂ કરશે. તે ત્યાં અક્ષય અને અન્ય સ્ટાર્સ સાથે ફિલ્મના અમુક ઈમ્પોર્ટન્ટ સીન શૂટ કરશે. ડેવલપમેન્ટ સાથે જોડાયેલા સોર્સે જણાવ્યું કે ફિલ્મનું શૂટિંગ લગભગ બે મહિનામાં થઇ જશે અને પછી મુંબઈમાં તેનું રેપ અપ હશે.