અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી દિવાળી પર રિલીઝ થાય તેવી સંભાવના

કોરોનાના પગલે સિનેમાઘરો બંધ હોવાના પગલે સારી અને મોટી ફિલ્મો નથી જોવા મળી રહી. પરંતુ જે નાની ફિલ્મો છે તેને ડાયરેક્ટ ડિજીટલ પ્લેટફોર્મ ઉપર પ્રસારિત કરવામાં આવી રહી છે. જો કે કેટલીક એવી ફિલ્મો છે જેને રિલીઝ થવાની રાહ દર્શકો ઘણા સમયથી જોઈ રહૃાા છે. જેમાંથી એક છે સુર્યવંશી. તે ફિલ્મ ક્યારે રિલીઝ થશે કોઈને ખબર નથી. અને ના ડાયરેક્ટરે તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી છે. જો કે તેનું કારણ માત્ર એ નથી કે તેને પણ ખ્યાલ નહોતો કે સિનેમાઘરો ક્યારે ખુલશે.
એટલુ જરૂર કહેવામાં આવી રહૃાું છે કે જો સિનેમાઘરો દિવાળી પહેલા નહીં ખુલે તો અક્ષય કુમારની આ ફિલ્મ દિવાળી પર જ રિલીઝ કરવામાં આવશે. જો બધુ બરાબર થઈ ગયું તો આ ફિલ્મને દિવાળી ઉપર રિલીઝ કરવાની પૂરી સંભાવના રહેલી છે. કારણ કે આ દિવસે કોઈ જ ફિલ્મ નથી આવવાની. અને જે આવવાની હતી તે આગળની તારીખ નક્કી કરવામાં આવી છે.
ફિલ્મ સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતું સિનેમાઘર બંધ હોવાના પગલે લટકી પડી છે. જો કે કેટલાક ડિજીટલ પ્લેટફોર્મ પર આ ફિલ્મ ઓટીટી ઉપર રિલીઝ કરવા માટે ડાયરેક્ટરને ઓફર આપવામાં આવી છે. પરંતુ આટલી માટી ફિલ્મ છે. એમ આસાનીથી કેમ રિલીઝ કરી દૃે. દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે આ ફિલ્મ સિનેમાઘરમાં જ રિલીઝ કરવામાં આવે. આ ફિલ્મ મોટી છે. ન માત્ર બજેટના મામલામાં પરંતુ સ્ટારકાસ્ટના મામલામાં પણ. એ તો દરેક જાણતા જ હશે કે ફિલ્મમાં કોણ કોણ જોવા મળશે.