અક્ષય કુમારની ફીમાં થયો વધારો, ૧૦ કરોડનો વધારો કર્યો

બોલિવૂડનાં ખેલાડી એટલે કે અક્ષય કુમારએ તેમની એક્ટિંગ ફીમાં વધારો કર્યો છે. તે દર વર્ષે તેની ફિલ્મ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવે છે. અક્ષય તે ખાસ એક્ટર્સમાં શામેલ છે જે વર્ષમાં સૌથી વધુ ફિલ્મ કરે છે. તે સૌથી વ્યસ્ત એક્ટરની લિસ્ટમાં પણ શામેલ થાય છે. લોકડાઉનમાં તેણે ભલે તેનો સમય પરિવાર સાથે વિતાવ્યો હોય. પણ જેમ અનલોક થતયુ તેણે તુરંત જ શૂટિંગ શરૂ કરી દીધુ હતું. હાલમાં અક્કીએ તેની ફીમાં વધારો કર્યાની ખબર ચર્ચામાં છે.

અક્ષય કુમાર બોલિવૂડમાં સૌથી વધુ ફી લેનારા એક્ટર્સમાંથી એક છે. અક્ષય કુમાર દર વર્ષે ૨થી ૩ ફિલ્મો લઇને આવે છે. અક્ષય કુમાર એક પણ દિવસનો બ્રેક નથી લેતો. અક્ષયની આગમી વર્ષે એક બે નહીં પણ આઠ ફિલ્મો રિલીઝ થઇ રહી છે.

બોલિવૂડ હંગામાની રિપોર્ટ મુજબ લોકડાઉનનાં થોડા મહિનામાં જ અક્ષય કુમારે તેની ફઈ ૯૮ કરોડથી ૧૦૮ કરોડની, પછી હાલમાં સાઇન કરવામાં આવેલી ફિલ્મો માટે ૧૧૭ કરોડ રૂપિયા લીધા છે. જે ૨૦૨૧માં રિલીઝ થશે. તો, ૨૦૨૨માં રિલીઝ થનારી ફિલ્મો માટે તે ફી રૂપે ૧૩૫ કરોડ રૂપિયા લેશે.

રિપોર્ટ મુજબ, લો રિસ્ક, લો બજટ, એશ્યોર્ડ રિટર્ન મોડલ અને માર્કેટમાં તેમની ડિમાન્ડને જોતા દરેક પ્રોડ્યૂસર તેમને ફિલ્મમાં કાસ્ટ કરવાં ઇચ્છએ છે. તેને જોતા અક્ષય ઇકોનોમિક ફોર્મૂલા અપનાવતા ૨૦૨૨ માં રિલીઝ થનારી તેમની તમામ ફિલ્મોની ફી વધારીને ૧૩૫ કરોડ કરી દીધી છે.