- અક્ષય કુમારનો વીડિયો વાઈરલ થયો
- અક્ષય કુમાર ફોટોગ્રાફરે માસ્ક હટાવવાનું કહેતા લાલઘૂમ
મુંબઈ
કોરોના વાયરસની આ જંગની સાથે હવે લોકોનાં કામ ધંધા શરૂ થઈ ગયા છે. આશરે ૩ મહિના સુધી બોલિવુડ અને ટીવી ઈન્ડસ્ટ્રીનું કામ બંધ હતું. પણ હવે મહારાષ્ટ્ર સરકારની ગાઈડલાઇન્સ બાદૃ ફરી શૂિંટગ શરૂ થઇ ગઇ છે. બોલિવુડ કલાકાર પણ હવે અલગ અલગ જગ્યાએ સ્પોટ થઈ રહૃાાં છે. બોલિવુડનાં ખેલાડી અક્ષય કુમારને હમેશા કૂલ અંદાજમાં લોકો જોતા હોય છે. તે ઘણી વકત ફોટોગ્રાફર્સની સાથે મસ્તી મજાક કરતો નજર આવે છે. આ વીડિયોમાં અક્ષય કુમાર પાપારાઝી પર ગુસ્સે થતો નજર આવે છે.
કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્રમાં હાલમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. લોકો કોરોનાથી બચવા માટે ઘરની બહાર નીકળવાનું ટાળે છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર પણ મુંબઈનાં એક સ્ટૂડિયોની બહાર સ્પોટ થયો હતો. આ દરમિયાન પાપારાઝીને અક્ષય કુમાર પોઝ આપતો નજર આવે છે. ફોટોગ્રાફરે તેનાં નાક પરથી માસ્ક હટાયુ તો અક્ષય કુમાર તેનાં પર ભડકી ઉઠે છે.
જે વીડિયો વાયરલ થઈ રહૃાો છે તેમાં અક્ષય કુમાર ફોટોગ્રાફરને કહે છે કે ’નાક પર લગા માસ્ક. વીડિયો થોડા દિવસ પહેલાનો કહેવામાં આવી રહૃાો છે. આ વીડિયોને વૂમ્પ્લાનાં ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. કમેન્ટ કરી ફેન્સ અક્ષયનાં વખાણ કરી રહૃાાં છે. વીડિયોમાં અક્ષય કુમાર વ્હાઇટ ટી શર્ટ અને ગ્રે પેન્ટમાં નજર આવે છે. અક્ષય કુમાર કોરોના વાયરસને લઈ જાગૃતતા ફેલાવતાં નજર આવે છે. હાલમાં જ તેણે લોકડાઉન દરમિયાન તેનાં પર એડ શૂટ કર્યું.