અક્ષય કુમારે પોતાના જન્મદિને બેલબૉટમનો લૂક રિલિઝ કર્યો

બૉલિવૂડના ખેલાડી કુમાર એટલે કે અક્ષય કુમારના જન્મદિવસ પર તેના પ્રશંસકો ઘણા ખુશ છે. આ પ્રસંગે અક્ષય કુમારની આગામી ફિલ્મ બેલબૉટમની ટીમે અક્કીના પ્રશંસકો માટે ફિલ્મના નવા લુક રિલીઝ કર્યા છે. તેમાં અક્ષય ધાકડ અંદાજમાં જોવા મળી રહૃાો છે.
અક્ષય આજે પોતાનો ૫૩મો જન્મદિવસ ઉજવી રહૃાો છે. આ પ્રસંગે તેના પ્રશંસકો પણ પોતાના તરફથી અનેક પ્રકારની તસવીરો ગિટ કરી રહૃાા છે. કોઈ અક્ષયને ગબ્બરવાળા લુકને યાદ કરી રહૃાું છે તો કોઈ તેની બીજી શાનદાર તસવીરો શૅર કરી રહૃાા છે.
અક્ષય હાલના દિવસોમાં પોતાના કારકિર્દીના શિખર પર છે. નીચે રજૂ કરવામાં આવેલી તસવીરો તેની આગામી ફિલ્મની છે. બેલબૉટમના શૂિંટગ સેટથી અક્ષય કુમારની ત્રણ તસવીરો સામે આવી છે. જેનાથી ફિલ્મમાં તેનો લુક જાણવા મળે છે.