અક્ષર પટેલ ફિટ જાહેર: બીજી ટેસ્ટમાં રમે તેવી શક્યતા

૧૩મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં જ રમાનારી ઇંગ્લૅન્ડ સામેની બીજી ટેસ્ટ માટેની ભારતીય ટીમમાં સ્પિનિંગ-ઑલરાઉન્ડર અક્ષર પટેલનો સમાવેશ થઈ શકશે, કારણકે તે પૂરેપૂરો ફિટ થઈ ગયો છે. કુલદીપ યાદવને ઇલેવનમાં સમાવવાનો વિચાર નહીં કરાય તો અક્ષરનો સમાવેશ નક્કી લાગે છે.

જોકે, પ્રથમ ટેસ્ટમાં નબળો દેખાવ (કુલ ૨૩૩ રનમાં ૪ વિકેટ) કરનાર શાહબાઝ નદીમને બીજી મૅચમાં પડતો મુકવામાં આવશે એવી પાકી સંભાવના છે. અક્ષર પહેલી ટેસ્ટમાં જ રમવાનો હતો, પરંતુ છેલ્લી ઘડીએ તે ઈજા પામ્યો હતો.