અગાઉ પણ ગોડાઉનમાં દરોડા પાડીને ૩.૩૧ કરોડની નકલી ઘડિયાળ જપ્ત કરાઈ હતી

  • સુરતમાં બ્રાન્ડેડ કંપનીઓની રૂ.૬૧ લાખની નકલી ઘડિયાળો કરાઈ જપ્ત 

શહેરના મહિધરપુરા પોલીસે ભાગલ-બુંદૃેલવાડ વિસ્તારની એક દૃુકાનમાં દરોડા પાડીને અલગ-અલગ કંપનીઓની ૬૧૩. લાખ રૂપિયાની બ્રાન્ડેડ નકલી ઘડિયાળો જપ્ત કરી છે. જ્યારે કૉપીરાઈટ એક્ટ અંતર્ગત દૃુકાનદાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, પોલીસને બાતમી મળી હતી કે, બુંદૃેલાવાડ સ્થિત સના ટાઈમ્સની દૃુકાનમાં અલગ-અલગ જાણીતી બ્રાન્ડની નકલી ઘડિયાળો ગેરકાયદૃેસર રીતે વેચાઈ રહી છે.
બાતમીના આધારે પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હૃાુબોલ્ટ, ટીસૌટ, રાડો, ઓમેગા, અરમાની, કાર્ટિયાર, પોલિસ, સીકે, ડીજલ, લુમિનર, રોલેક્સ સહિત અલગ-અલગ ૩૦ બ્રાન્ડની ૨૦૭૫ ઘડિયાળો જપ્ત કરી હતી. જેનું વેપારી પાસે કોઈ બિલ નહતું. હાલ પોલીસે ૬૧.૨૬ લાખની ઘડિયાળ અને ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યાં છે.
જ્યારે દૃુકાનના વેપારી ઈરફાન મેમળ વિરુદ્ધ કૉપીરાઈટ એક્ટ અંતર્ગત કેસ દાખલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ CID ક્રાઈમે આજ દૃુકાનના ભાજીવાલા પોળ સ્થિત ગોડાઉનમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી ૩.૩૧ કરોડની ૧૧,૦૩૧ ઘડિયાળો કબ્જે કરવામાં આવી હતી.