અગાઉ લખ્યા મુજબ સાયબર એટેક ની ઘટનાઓ વધશે  

તા. ૧.૧૨.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૯ માગશર સુદ આઠમ, પૂર્વાભાદ્રપદા  નક્ષત્ર, હર્ષણ  યોગ, બાલવ   કરણ આજે રાત્રે ૧૧.૫૦ સુધી  જન્મેલાંની  ચંદ્રરાશિ   કુંભ (ગ,સ,શ) ત્યારબાદ મીન (દ,ચ,ઝ,થ) .

મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ)       : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

અગાઉ લખ્યા મુજબ અનેક મોટી કંપની તેમના કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે તો બીજી તરફ પશ્ચિમના દેશોમાં મંદીની ધ્રુજારી જોવા મળી રહી છે જેનું કારણ હું અત્રે લખી ચુક્યો છું કે હાલના ત્રણ માસ લગાતાર ખપ્પર યોગ બની રહ્યો છે. મૃગશીર્ષ એટલે કે માગશર મહિનામાં સૂર્ય સંક્રાંતિ એટલે કે સૂર્યનું રાશિ પરિવર્તન શુક્રવારને ૧૬ ડિસેમ્બરે છે અને અમાસ પણ શુક્રવારે છે તો પુષ્ય એટલે પોષ માસમાં સૂર્ય સંક્રાંતિ શનિવારે છે અને અમાસ પણ શનિવારે છે એ જ રીતે મહા માસમાં પણ સોમવારે સૂર્ય સંક્રાંતિ અને અમાસ આવી રહ્યા છે જે ખપ્પર યોગનું નિર્માણ કરે છે અને આગામી ફેબ્રુઆરીના અંત સુધી તેની વિશેષ અસર જોવા મળે છે માટે આ સમયમાં મોટી કંપનીઓ વધુ કર્મચારીઓને છુટ્ટા કરતી જોવા મળશે ક્યાંક કંપની પોતે જ ખોટ નોંધાવશે અને દિગ્ગજ કંપનીઓની ખોટ કરવાની મર્યાદા પણ વધતી જોવા મળશે  વળી અગાઉ લખ્યા મુજબ સાયબર એટેક ની ઘટનાઓ વધશે  બીજી તરફ ખેત પેદાશોના ભાવમાં વૃદ્ધિ આવશે પેટ્રોલિયમના ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળશે જેના કારણે મોંઘવારી વધતી જોવા મળશે જેની સીધી અસર જનજીવન પર જોવા મળશે વળી મંદી પણ વિશેષ પ્રમાણમાં જોવા મળશે અને જાહેરજીવનમાં ઘણી ઉઠાપટક જોવા મળશે અને દિગ્ગજ નેતાઓને તંદુરસ્તીના પ્રશ્નો આવી શકે છે કે કોઈ મોટા નેતાકે મોટા ઉદ્યોગપતિ આપણી વચ્ચે થી વિદાય લેતા જોવા મળશે. ખપ્પર યોગ જયારે જયારે વિદ્યમાન થાય છે ત્યારે ત્યારે કુદરતી સર્જિત આપત્તિઓ અને માનવ સર્જિત દુર્ઘટનાઓ પણ વિશેષ પ્રમાણ માં બનતી જોવા મળે છે. આગામી ત્રણ માસ માં શુક્રવાર, શનિવાર અને સોમવારના લીધે આ યોગ બને છે માટે ચંદ્ર શનિ અને શુક્રને લગતા ક્ષેત્રો એટલે કે જાહેરજીવન, રાજનીતિ,  અદાલતો, લેબર, સીને જગત, શો બિઝનેસ, લક્સરીએસ વસ્તુઓ અને સબંધો પર તથા જનજીવન પર તેની વિશેષ અસરો જોવા મળશે.