તા.૨૮.૧૨.૨૦૨૨ બુધવાર, સંવંત ૨૦૭૯ પોષ સુદ છઠ, શતતારા નક્ષત્ર, સિદ્ધિ યોગ, કૌલવ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કુંભ (ગ ,સ,શ ) રહેશે .
મેષ (અ,લ,ઈ) : નકારાત્મક વિચારો ટાળવા સલાહ છે,દિવસ મધ્યમ રહે.
વૃષભ (બ,વ,ઉ) : ધીમી પ્રગતિ જોવા મળે,કામકાજમાં સફળતા મળે.
મિથુન (ક,છ,ઘ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે શુભ,પ્રગતિકારક દિવસ.
કર્ક (ડ,હ) : પોઝિટિવ વિચારોથી આગળ વધશો તો અવશ્ય કાર્યસિદ્ધિ મળશે.
સિંહ (મ,ટ) : ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હોય તેવી બાબતો સામે આવે.
કન્યા (પ,ઠ,ણ) : અંગત સંબંધોમાં સારું રહે, મનની વાત વ્યક્ત કરી શકો.
તુલા (ર,ત) : સવાર બાજુ દોડધામ રહે,સાંજ ખુશનુમા વીતે,શુભ દિન.
વૃશ્ચિક (ન,ય) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રોને સારી તક પ્રાપ્ત થાય.
ધન (ધ,ભ,ફ,ઢ): આધ્યાત્મિક ચિંતન થાય,મનોમંથન કરી શકો.શુભ દિન.
મકર (ખ,જ) : વિલંબ થી પણ તમને કાર્ય માં સફળતા મળે,અંતરાય દૂર થાય.
કુંભ (ગ,સ,શ ) : તમે તમારી જાત સાથે રહી શકો,મનોમંથન કરી શકો.
મીન (દ,ચ,ઝ,થ): તમારી પ્રગતિના દરવાજા ખુલતા જણાય,અંતરાયો દૂર થાય.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
હાલમાં ખપ્પર યોગ ચાલી રહ્યો છે અને સાથે સાથે વર્ષનું છેલ્લું પંચક જોગાનુજોગ વર્ષના છેલ્લા દિવસ સુધી ચાલવાનું છે. મંગળવાર થી આ પંચક શરુ થાય છે એટલે અગ્નિ પંચક ગણાશે અને ખપ્પર યોગની સાથે સાથે અગ્નિ પંચક આવતા અગ્નિજન્ય બાબતોમાં કાળજી રાખવી પડશે અને ખાસ આગજની અને અકસ્માતની ઘટના થી સાવધાની રાખવી પડે મારા વર્ષોના અનુભવમાં મેં જોયું છે કે જયારે ગોચરમાં થોડો અપસેટ થતો હોય અને અગ્નિ પંચક આવે ત્યારે અકસ્માત અને આગજનીની ઘટનામાં વૃદ્ધિ થાય છે વળી મંગળ ઘાતક શસ્ત્ર દર્શાવનાર છે માટે આ સમયમાં ઘાતક શાસ્ત્રો નો પ્રયોગ યુદ્ધમાં અને અલગ અલગ ઘટનાઓમાં થતો જોવા મળે છે. મંગળ એ ભૂમિ છે માટે ભૂમિને લગતી બાબતો અને કુદરતી આપદાઓ થી સાંભળવું પડે. ૩૧ ડિસેમ્બર સુધી આ પંચક છે માટે ત્યાં સુધી વિશેષ કાળજી રાખવી પડે તે પછી પણ ખપ્પર યોગ શરુ રહે છે જે નોંધનીય બાબત છે જયારે શનિવારથી પંચક શરુ થાય ત્યારે મૃત્યુ પંચક કહેવાય છે અને એ દરમિયાન કોઈ મૃત્યુ થાય તો આસપાસના વાતાવરણ કાળનો ભાર રહેતો પણ જોવા મળે છે. સોમવારથી શરુ થતું પંચક અચાનક પરિસ્થિતિને હકારાત્મક બનાવી શકે છે.