અગ્નિ-૩ મિસાઈલનું સફળ પ્રક્ષેપણ, ૩૫૦૦ કિમી દૃૂરના લક્ષ્યને બનાવી શકે છે નિશાન

ભારતે બુધવારે ઓડિશાના સમુદ્ર કિનારે એપીજે અબ્દૃુલ કલામ દ્વીપથી બૈલિસ્ટિક મિસાઇલ અગ્નિ-૩નું સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું છે. અગ્નિ-૨ ઇન્ટરમીડિએટ રેન્જની બૈલિસ્ટિક મિસાઇલ છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, આ પરીક્ષણ ’સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ’ (જીહ્લઝ્ર)ના નેજા હેઠળ આયોજિત નિયમિત તાલીમ પ્રક્ષેપણનો એક ભાગ હતો. નિવેદૃન અનુસાર, પ્રક્ષેપણ પૂર્વનિર્ધારિત શ્રેણી માટે કરવામાં આવ્યું હતું. મિસાઈલનું પરીક્ષણ સંપૂર્ણપણે સફળ રહૃાું હતું અને તે વિવિધ પરિમાણોને પૂર્ણ કરે છે. અગ્નિ-૩ અગ્નિ મિસાઇલ સિરીઝમાં ત્રીજી છે અને પ્રથમવાર ૯ જુલાઈ, ૨૦૦૬ના તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ તેમાં ટેકનિકલ ખામી આવી અને તે લક્ષ્ય ભેદ્યા વગર ઓડિશાના કિનારાથી દૃૂર સમુદ્રમાં પડી ગઈ હતી. આ મિસાઇલ પરમાણુ હથિયાર લઈ જવા અને ૩૫૦૦ કિલોમીટર દૃૂર લક્ષ્યને ભેદવામાં સક્ષમ છે. અગ્નિ-૩ મિસાઇલનું ૨૦૦૭માં પ્રથમવાર ઉડાનમાં અને પછી ૨૦૦૮માં સતત ત્રીજા પ્રક્ષેપણમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલનું પાછલું પરીક્ષણ આ બેસથી પાછલા વર્ષે ૧૮ ડિસેમ્બરે કરવામાં આવ્યું હતું, જે સફળ રહૃાું હતું. મિસાઇલની અગ્નિ સિરીઝમાં હવે અગ્નિ-૧ (૭૦૦ કિમી), અગ્નિ-૨ (૨,૦૦૦ કિમી), અગ્નિ-૩ (૩,૦૦૦ કિમી), અગ્નિ ૪ (૪,૦૦૦ કિમી) અને ૫૦૦૦ કિમીની સૌથી લાંબી મારક ક્ષમતાવાળી અગ્નિ ૫ સામેલ છે. અગ્નિ અને સામરિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસની સાથે, ભારત સરળતાથી ૩૦થી ૫૦૦૦ કિલોમીટરની વચ્ચે લક્ષ્યને નિશાન બનાવી શકાય છે. બ્રહ્મોસ ૩૦થી ૩૦૦ કિમીના લક્ષ્યને મારી શકે છે, જ્યારે અગ્નિ તેનાથી આગળના અંતરનું ધ્યાન રાખી શકે છે.