અચાનક લગ્ન કરીને ચોંકાવનારી સનાએ કરાવ્યો કોરોના ટેસ્ટ

જાણીતી અભિનેત્રી રહી ચુકેલી સના ખાન હાલ તેની પર્સનલ લાઇફને લઇને જબરદસ્ત ચર્ચામા રહે છે. ગત ૨૧ નવેમ્બર ગુજરાતના મૌલાના મુતી અનસથી નિકાહ કરી લીધા હતા. સના ખાને મૌલાના મુતી અનસથી સુરતમાં લગ્ન કર્યા હતા. જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને તે બાદ લોકોને તેના લગ્ન અંગે ખબર પડી. જ્યારે સનાએ પણ તેની તસવીર શેર કરી લગ્નની ખબરથી દરેકને ચોંકાવી દીધા. હાલ તે તેના પતિ સાથે હનીમૂન માટે કાશ્મીર પર નીકળી ગઇ છે. જ્યારે કાશ્મીરમાં પણ તે તેના ફેન્સની સાથે વેકેશન ફોટો શેર કરતી નજરે પડી છે. હાલમાં તેણે કોવિડ ટેસ્ટનો પણ એક વીડિયો શેર કર્યો છે.
ખરેખર, સના ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં દૃેખાય છે કે સના ખાન કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવી રહી છે. આ દરમિયાન સેમ્પલ લેવા માટે તેના નાકની ખૂબ અંદર સુધી કોવિડ સ્ટિક નાખવામાં આવી તો સના ખાન ખૂબ અસહજ અનુભવવા લાગી. જ્યારે સમયે પર તેને ચીસ પણ પાડી, જોકતે આ સ્ટિક ઝડપથી તેના નાકમાંથી બહાર પણ નીકાળી દૃેવામાં આવી.
સના ખાનના આ વીડિયો માં કોઇ પાછળથી કહેતા જોવા મળી રહૃાું છે કે બસ થઇ ગયો. જ્યારે સના ખાને આ વીડિયો શેર કરતા લખ્યું કોવીડ-૧૯ ટેસ્ટ. જણાવી દઇએ કે સના ખાન કાશ્મીરમાં તેના હનીમૂનને ખૂબ એન્જોય કરતી જોવા મળી રહી છે. તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પતિ મુતી અનસની સાથે અનેક વીડિયો અને તસવીરો પણ શેર કરી છે.