અમરેલી
ગુજરાત રાજ્ય અને અમરેલી જિલ્લા માં અનેક સેવાકીય અને સ્થાનિક સંગઠનો થી લોકોને મદદરૂપ થવાના પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે અમરેલી જિલ્લામાં અનેક સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલ સંગઠનો માં પોતાની મહત્વ ની સેવા આપનાર તરવરીયા સેવાભાવી યુવા કમલેશ ગરણીયા પોતાના મળતાવળા સ્વભાવ ને કારણે અનેક ક્ષેત્રે લોકોની મદદે જોવા મળે છે. તેથી જ તેને અમરેલી ના અડધી રાતના હોંકારા ણુ બિરુદ આપવામાં આવ્યુ છે.કોરોના કાળ, અકસ્માત, લાયન્સ ક્લબ, બ્લડ ડોનેશન, ધાર્મિક પ્રચાર સહીત ની અનેક પ્રવુતિ માં તન, મન અને ધનથી સેવા આપનાર અમરેલી જિલ્લા આહીર યુવા મંચ ના પ્રમુખ કમલેશ ગરણીયા ની અમરેલી જિલ્લા નાગરિક સહકારી બેંક ના ડિરેક્ટર પદે બિનહરીફ વરણી થતા સમગ્ર જિલ્લા ના યુવાઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. સાથે બહોળા મીત્ર વર્તુળ ધરાવતા હોવાથી સમગ્ર જિલ્લા માંથી અભિનંદન ની વર્ષા થતી જોવા મળી રહી .