અતિ વરસાદના કારણે ખડસલીમાં સિત્તેર એકર જમીનમાં પાણીની સરવાણી ફૂટી ..!

  • સાવરકુંડલાનાં બાઢડા,મેરિયાણા,દોલતી,દેતડ,અભરામપરા સહિતના ગામોમાં ધરા તૃપ્ત થતાં કુવા પણ છલકાઈ ઉઠ્યા

સાવરકુંડલા,
અમરેલી જિલ્લા માં હાલ સતત વરસાદ વરસી રહ્યોં છે જે કારણોસર અતિવૃષ્ટિ થવાની અને લીલો દુષ્કાળ પડવાની સંભાવના વધી રહી છે અહી નદી નાળાઓ છલકાઇ ઉઠ્યા છે ડેમો ભરાઈ ચૂક્યા છે દસ વરસ બાદ ડેમો અને નદીઓ છલકાય છે જેથી જમીન તરબોળ થઈ છે આથી અહીંના કુવા છલકાઈ ઉઠ્યા છે અને ખાસ કરીને ખેડૂતોને નુકસાની ઉઠાવવાનો વારો આવી રહ્યો છે સાવરકુંડલા તાલુકાના ખડસલી ગામ માં 70 એકર જમીનમા થી પાણી ના નવા શિરવાણ ફૂટી રહ્યા છે નવા સિરમાણ ખેતરોમાં ફૂટતા ખેતરો પાણીથી તરબોળ થયા છે અને ઝરણાં માફક આ નવા નીર ખેતરમાં વહી રહ્યા છે જેથી ખેડૂતોને ખૂબ ચિંતા સેવાઈ રહી છે અહીં ખડસલી તથા આસપાસના ગામોમાં ડુંગળી મગફળી કપાસ તલ અને અન્ય રવિ પાક નું સારું એવું વાવેતર થયું છે ગત ચોમાસું નબળું હતું જેથી ચાલુ ચોમાસામાં ખેડૂતોને આશા હતી આ વર્ષે સારો પાક આવશે પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે જમીન પાણી થી તરબોળ થઇ છે અને જમીનમાંથી નવા નવા સિરમાણ ફૂટવા લાગ્યા છે જે ખેતરો ઝરણાની માફક વહી રહ્યા છે જેથી ડુંગળી કપાસ મગફળી તલ અને અન્ય રવી પાકોને ખૂબ નુકસાની ની ભીતિ સેવાઈ રહી છે સ્થાનિક ખેડૂતો ખૂબ ચિંતામાં છે ખાસ કરીને ખડસલીયા યુવા સરપંચ ચેતનભાઇ માલાણી એ માંગ કરી છે કે સરકારી તંત્ર દ્વારા અહીં સર્વે થાય ખેડૂતોને નુકશાની અંગે સર્વે થાય અને સરકાર આ બાબતે કોઇ ચોકસાઇ પૂર્વક ખેડૂતોની મદદ કરે જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે હાલો અતિવૃષ્ટિ જેવો માહોલ છે રોજ-બ-રોજ વરસાદ સતત વરસી રહ્યો છે જે કારણોસર જમીનના તળ ખૂબ ઉંચા આવ્યા છે અને ખેતરોમાંથી તો આ પાણી બહાર નીકળી રહ્યા છે જેને ગામઠી ભાષામાં શિરવાણીયા ફોટા હોય એવું કહેવામાં આવે છે અને ઝરણાં માફક જમીનમાંથી પાણી બહાર આવી રહ્યું છે અનેક ક્ષેત્રોમાં ઉભા પાક વચ્ચેથી વહી રહ્યું છે જેસી જગતાત ખૂબ ચિંતિત છે અને જગતની માંગ છે કે સરકાર શ્રી ખેડૂતોની વહારે આવે અને ખેડૂતોની મદદ કરે.