- સૌરાષ્ટ્રનુ અતિ મહત્વનુ પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના “રામ ભરોસે’
- વન વિભાગમાં મોટાભાગની જગ્યાઓ ખાલી : મુખ્ય ડીસીએફ સહિત 2 એસીએફ પણ રજા ઉપર
રાજુલા,
ગુજરાત રાજય સરકાર દ્વારા 2 વર્ષ પહેલા સૌરાષ્ટ્રના 2 જિલ્લા અમરેલી અને ભાવનગર જિલ્લાને જોડતુ અતિ મહત્વ નુ મનાતુ પાલીતાણા શેત્રુંજી ડીવીઝન શરૂ કરી દેવાયુ છે પરંતુ અધિકારી સ્ટાફ વિહોણુ માત્ર કાગળ પર ચાલી રહ્યું છે અહીં વન્યપ્રાણી નો દબદબો છે પરંતુ ભગવાન ભરોસે ચાલી રહ્યું છે સ્થાનીક કર્મચારી થી લઈ તમામ અધિકારી ઓ પણ પરેશાની ભોગવી રહ્યા છે વહીવટી પ્રક્રિયા પણ અટકી પડી છે જ્યારે મોટાભાગની રેન્જમાં અધિકારી ઓની જગ્યા ખાલી મુખ્ય અધિકારી પણ કેટલાય દિવસોથી રજા ઉપર છે ક્યાંક ઇન્ચાર્જ તો ક્યાંક ઇન્ચાર્જ વિહોણી ઓફિસો કર્મચારીના ભરોસે ડીવીઝન ચાલી રહ્યું છે રેન્જ વિસ્તારમાં સિંહો સહિત વન્યપ્રાણી ઉપર કોઈ મોનીટરીંગ પણ નહીં આવી હાલત પર આ ચાલી રહી રહ્યું છે અમરેલી અને ભાવનગરને જોડતુ આ એક ડીવીઝનના કારણે અધિકારી ઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાલીતાણા શેત્રુંજી ડીવીઝનના ઘભખ રજા ઉપર છે આ ઉપરાંત તેની નીચે અતિ મહત્વની પોસ્ટ છભખ આવે છે અને બે એસીએફ અધિકારી ઓ પણ રજા ઉપર છે આ ઉપરાંત લીલીયા રેન્જમાં તો કેટલાય મહિનાથી કોઈ આર.એફ.ઓ નથી જેના કારણે જગ્યા ખાલી છે ત્યાર બાદ સિંહો નું નિવાસ સ્થાન છે તેવો વિસ્તાર રાજુલા કોસ્ટલ બેલ્ટ ત્યાં પણ રાજુલા આર.એફ.ઓ.ની જગ્યા હાલ કેટલાય મહીનાથી ખાલી છે કોઈ આર.એફ.ઓની નિમણુક ઓડર થતા નથી તેના કારણે જેસર આર.એફ.ઓ.પાસે રાજુલા અને લીલીયા જેસર સહિત ત્રણ રેન્જ નો ચાર્જ અધિકારી આર.એફ.ઓ ત્રણ રેન્જના ચાર્જ સોંપ્યો છે જેના કારણે આર.એફ.ઓ પણ ત્રણેય રેન્જમાં આંટાફેરા કરી દોડધામ કરી રહ્યા છે કોઈ કામગીરી થય શકતા નથી પરંતુ ના છૂટકે કોઈ અધિકારીની નિમણુક નહિ થતી હોવાથી નિયમ અનુસાર ચાર્જ સંભાળી રહ્યા છે રાજુલા થી પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક સિંહો માટે અતિ સેન્સેટીવ છે..! રાજુલા થી પીપાવાવ પોર્ટ સુધી 15 કિમિ રેલવે ટ્રેક આવેલો છે સિંહોનો ટ્રેક આસપાસ વસવાટ છે આ ઉપરાંત પીપાવાવ આસપાસ તમામ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધી રહી છે પરંતુ કોઈ ઉચ્ચ અધિકારીઓ પેટ્રોલિંગ કરવા આવતા નથી ઉચ્ચ અધિકારીની વિજીટ પણ કેટલાય મહિનાથી થય નથી અહીં નીચેના કર્મચારી ઓ ઉપર પણ કોઈ મોનીટરીંગ નથી જેના કારણે સિંહો ઉપર મોટું સંકટ ઉભું થયું છે રેલવે ટ્રેક પર મોટું જોખમ છે અનેક વખત સિંહો ટ્રેક પર પણ આવી ચુક્યા છે .
અગાઉ શિયાળામાં મોટાભાગે
સિંહોના ટ્રેક પર અકસ્માતો થયા છે
શિયાળાની તુમાં સિંહો ઠંડીના કારણે વધુ ગરમ હૂંફ લેવા માટે રાજુલા થી પીપાવાવ પોર્ટ સુધી રેલવે ટ્રેક ઉપર વધુ આવતા હોય છે કેમ કે ગુડ્સ ટ્રેન અહીં ટ્રેક ઉપર 24 કલાકમાં 20 થી 25 ઉપરાંત વખત ગુડ્સ ટ્રેન પસાર થતી હોય છે જેના કારણે ટ્રેક વધુ ગરમ રહેતા હોય છે તે ગરમ હૂંફ લેવા સિંહો રાત્રીના સમયે ટ્રેક ઉપર વધુ બેસવા માટે મોકો શોધી આવી ચડતા હોય છે ભૂતકાળમાં 8 થી વધુ સિંહો રાજુલા પીપાવાવ પોર્ટ ટ્રેક ઉપર અકસ્માતે મોતને ભેટી ચુક્યા છે.
સિંહોના સ્થળાંતર મુદ્દે વધુ સક્રિયતા
પણ સુવિધા મુદ્દે શૂન્ય કેમ?
થોડા દિવસ પહેલા કોઈ કારણ વગર રાજુલાના કોવાયા વિસ્તાર માંથી 5 સિંહોના ગ્રુપનું સ્થળાંતર કરવા માટે ઉચ્ચ અધિકારીઓ ગાંધીનગર થી આદેશો આપી સ્થળાંતર કરી દીધા ખાસ ટીમો બનાવી સિંહોને લઈ જવાયા હતા પરંતુ તેનો કોઈ જવાબ હજુ સુધી આપ્યો નથી અને ડિવિજનમાં અધિકારીઓની નિમણુક થાય સુવિધા મળે તે માટે કેમ ઉચ્ચ અધિકારીઓ વિચારતા નથી તેને લઈ ને પણ નાના કર્મચારીઓમાં ગણગણાટ ચાલી રહ્યો છે.
જવાબદાર અધિકારીઓ જ રજા ઉપર છે સુરક્ષા કોણ કરશે ? : શ્રી વિપુલ લહેરી
અમરેલી જિલ્લા પૂર્વ વાઈલ્ડ લાઈફ વોર્ડન વિપુલ લહેરીએ જણાવ્યુ સરકાર દ્વારા મોટા ઉપાડે ડીવીઝન શરૂ કર્યું પરંતુ ડીવીઝનના જવાબદાર અધિકારી ઓ હજાર રહેતા નથી અને 2 રેન્જમાં તો આર.એફ.ઓની જગ્યા ખાલી છે કોઈ ઓડર થયા નથી સિંહો અમારું ગૌરવ છે આ સરકાર તેની સુરક્ષા કરવા માટે તાકીદે આર.એફ.ઓ.ની જગ્યા ઓ પુરવી જોઈએ આટલો મોટો બૃહદગીર રેન્જ વિસ્તારમા કોઈ ઉચ્ચ અધિકારીઓ પણ વિજીટ પેટ્રોલિંગ કરતા નથી ખૂબ દુ:ખ ની બાબત કહેવાય હું વનમંત્રીના ધ્યાને આ વાત મુકુ છું.
પાલીતાણામાં ડીવીઝન કચેરી પણ નથી
પાલીતાણા શેત્રુંજી ડિવિજનની વડી કચેરી પણ નથી અન્ય ઓફિસ માં કામ ચલાવ કચેરી કાર્યરત કરી છે રાજુલા રેન્જની ઓફિસ નથી વનકર્મી ઓ માટે ક્વાર્ટર નથી જાફરાબાદ રેન્જમા પણ સરકારી ઓફિસ નથી કવાટર નથી કોઈ સુવિધા ન હોવાને કારણે વનકર્મી અને વન ઓફિસરો મુશ્કેલીમા જોવા મળી રહ્યા છે અને સરકારના ચોપડે પાલીતાણા શેત્રુંજી ડીવીઝન કાગળ પર ચાલી રહ્યુ છે
રાજુલા અને લીલીયા રેન્જમાં કોઈ અધિકારી હાજર થવા તૈયાર નથી
અતિ મહત્વની અને સેન્સેટીવ રેન્જ લીલીયા અને રાજુલા રેન્જ જ્યાં સિંહોની સંખ્યા ખૂબ વધી રહી છે સતત ફિલ્ડમાં કામગીરી વધુ પડતી રહે છે 24 કલાક અહીં આર.એફ.ઓ કક્ષાના અધિકારીને ફિલ્ડ ઉપર વધુ ફરજ બજાવી પડે છે જેના કારણે કોઈ અધિકારી કોઈ ફરજ બજાવવા આવતા ન હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે
100 ઉપરાંત સિંહોની સુરક્ષા સામે સવાલો ઉઠ્યા…!
100 ઉપરાંત સિંહો માત્ર આ ડીવીઝનના કાગળ ઉપર નોંધાયા છે દીપડા નીલગાય સહિત વન્યપ્રાણી ઓ રેવન્યુ વિસ્તારમાં સતત અવર જવર કરી રહ્યા છે તેની સુરક્ષા ભગવાન ભરોસે મુકાય ગઈ છે