તા. ૨૫.૮.૨૦૨૨ ગુરુવાર, સંવંત ૨૦૭૮ શ્રાવણ વદ તેરસ, પુષ્ય નક્ષત્ર, વરિયાન યોગ, વિષ્ટિ કરણ આજે જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ સીને જગત અને શો બિઝનેસ સાથે સંકળાયેલી મહિલાઓને તકલીફનો દોર શરુ થઇ ચુક્યો છે અને શ્રી સોનાલી ફોગાટ સહિતના અનેક દુઃખદ કિસ્સા સામે આવી રહ્યા છે બીજી તરફ અત્રે અગાઉ લખ્યા મુજબ ગ્લોબલ વૉર્મિંગ સરદર્દ બનતું જાય છે અને વિશ્વભરમાં તેની અલગ અલગ રીતે અસરો જોવા મળી રહી છે વળી મંગળના વૃષભના આવવા સાથે લખ્યા મુજબ જાહેરજીવનમાં ભાષાનો લોપ થઇ રહ્યો છે અને તીખી ભાષા પણ ઉપયોગમાં લેવાઈ રહી છે. આ ઉપરાંત અત્રે ચેતવણી આપ્યા મુજબ સાયબર ફ્રોડ વધી રહ્યા છે આર્થિક ગુના વધી રહ્યા છે અને ડ્રગ્સ કન્સાઇન્મેન્ટ મોટી માત્રામાં પકડાઈ રહ્યા છે તો શુક્રના કર્કમાં આવવા સાથે અત્રે લખ્યા મુજબ લક્સરીએસ ગાડીઓનું વેચાણ વધ્યું છે અને લગભગ મોટા ભાગની પ્રોડક્ટમાં વેઇટિંગ જોવા મળે છે. અગાઉના લખાણના વધુ રેફરન્સ આપું તો સીને જગત બાબત માટે પણ અત્રે લખ્યું હતું કે સીને જગતમાં નવા વળાંક આવી રહ્યા છે અને જુના દિગ્ગજોની ઇંનિંગ પુરી થઇ રહી છે વળી ભારતીય રાજનીતિમાં હવેના ટૂંક સમયમાં બહુ મોટા વળાંક આવી રહ્યા છે અને ગુજરાતમાં પણ ઘણા મહત્વના ફેરફાર જોવા મળશે તો આગામી મહિનાઓમાં રાજનીતિમાં ઘણા ઉલટફેર જોવા મળશે પાકિસ્તાનમાં ઇમરાનખાનની મુશ્કેલી વધતી જોવા મળશે અને ઘરઆંગણે બિહારમાં પણ જબરી ઉઠા પટક જોવા મળશે.