અદાણી ગ્રૂપ મુંબઈ એરપોર્ટમાં ૭૪ ટકા હિસ્સેદારી ખરીદશે

  • અદાણી ગ્રૂપ મુંબઈ એરપોર્ટમાં જીવીકે ગ્રૂપની હિસ્સેદારી ખરીદશે

 

અદાણી ગ્રુપ મુંબઇ એરપોર્ટ પર ૭૪% હિસ્સો હસ્તગત કરશે. આ સંદર્ભમાં અદાણી જૂથે જણાવ્યું હતું કે તેણે મુંબઈ એરપોર્ટ પર હિસ્સો હસ્તગત કરવાનો કરાર કર્યો છે. ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની અધ્યક્ષતામાં અદાણી જૂથ દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર બનવાનું લક્ષ્ય ધરાવે છે. મુંબઈ એરપોર્ટ એ દેશનું બીજું વ્યસ્ત એરપોર્ટ છે.

અદાણી ગ્રૂપે મુંબઇ એરપોર્ટના ઓપરેટર મુંબઇ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડમાં ૫૦.૫ ટકા હિસ્સો અને એરપોર્ટ કંપની દક્ષિણ આફ્રિકા અને બિડવેસ્ટ ગ્રુપ જેવા અન્ય લઘુમતી શેરહોલ્ડરોમાં ૨૩.૫ ટકા હિસ્સો હસ્તગત કરી લીધો છે.

માર્ચ ૨૦૧૯માં અદાણી ગ્રૂપે દક્ષિણ આફ્રિકાની બિડવેસ્ટ કંપનીમાં ૧૩.૫ ટકા હિસ્સો ૧,૨૪૮ કરોડમાં ખરીદવાની સંમતિ આપી હતી. જીવીકે જૂથે તેના પ્રથમ ઇનકાર રાઇટનો ઉપયોગ કરીને અથવા શેરની ખરીદી પર પહેલી યોગ્ય જોગવાઈનો ઉપયોગ કરીને સોદાને નકારી હતી. પરંતુ જીવીકે આ હિસ્સો ખરીદવા માટે પૈસા એકત્ર કરી શક્યો નહીં અને મામલો કોર્ટમાં ગયો. સૂત્રોના જણાવ્યા અનુસાર જીવીકે ગ્રુપની આર્થિક સ્થિતિ બરાબર નથી.

અદાણી જૂથ બંદર વિસ્તારમાં મજબૂત પકડ બનાવ્યા બાદ એરપોર્ટ પર દાવ લગાવી રહૃાો છે. જૂથને તાજેતરમાં છ એરપોર્ટ ચલાવવાના કરાર પ્રાપ્ત થયા છે. જેમાં લખનઉ, જયપુર, ગુવાહાટી, અમદાવાદ, તિરુવનંતપુરમ અને મેંગ્લોરનો સમાવેશ થાય છે. અને હવે મુંબઈ એરપોર્ટનું સંચાલન પણ અદાણી જૂથ દ્વારા કરવામાં આવશે. આમ અદાણી હવે ભારતના નવા એરપોર્ટ કિંગ બની રહૃાા તેવું દ્રશ્ય ઉભું થઈ રહૃાું છે.