મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેએ બળવો કરીને શિવસેનાનાં ઊભાં ફાડિયાં કરીને સરકાર રચી ત્યારથી શિવસેના હવે કોની, એ મુદ્દે જંગ ચાલે છે. એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે બંને પોતાની શિવસેનાને અસલી ગણાવે છે પણ બે પક્ષને એક ચૂંટણી ચિહ્ન ન મળી શકે કે બે પક્ષનુ એક જ નામ ન હોઈ શકે તેથી મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે.
વાસ્તવમાં શિંદે જૂથે ચૂંટણીપંચમાં પોતાના જૂથને શિવસેના નામ આપવા અને શિવસેનાનું ચૂંટણી ચિહ્ન આપવા અરજી કરેલી પણ ઉદ્ધવ ઠાકરે જૂથને ચૂંટણીપંચ પર ભરોસો નથી તેથી ચૂંટણીપંચ કોઈ પણ કાર્યવાહી કરી શકે તેની સામે સ્ટે લઈ આવેલા. ઉદ્ધવ ઠાકરે જૂથે બળવો કરનારા ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અંગે કશું નક્કી ન થાય ત્યાં સુધી ચૂંટણીપંચની કાર્યવાહી પર મનાઈ હુકમ આપવાની માગ કરી હતી.

સુપ્રીમ કોર્ટે શિવસેના પર શિંદે જૂથના દાવા અંગે ચૂંટણીપંચ કોઈ પણ કાર્યવાહી ન કરી શકે એવો જે સ્ટે આપેલો એ હટાવી લીધો છે. જસ્ટિસ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે આપેલા ચુકાદાના કારણે ચૂંટણીપંચ હવે શિવસેનાના ચૂંટણી ચિન્હ અંગે નિર્ણય લઈ શકે છે. ઉદ્ધવ જૂથ તરફથી સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલે એવી દલીલ કરી હતી કે, ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાનો મામલો પેન્ડિંગ છે, ત્યારે ચૂંટણીપંચ શિવસેનાના પ્રતીક અંગે નિર્ણય લઈ શકે નહીં. સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી નથી અને ચૂંટણીપંચને નિર્ણય લેવાની છૂટ આપી છે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા એક રીતે એકનાથ શિંદે જૂથને મોટી રાહત આપી છે.
સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દ્વારા એક રીતે એકનાથ શિંદે જૂથને મોટી રાહત આપી છે.
બલકે શિવસેના પર શિંદે જૂથનો અધિકાર છે એવો ચૂંટણીપંચ નિર્ણય લે એ માટેનો માર્ગ મોકળો કરી દીધો છે. ઉદ્ધવ ઠાકરે માટે શિવસેના પર વર્ચસ્વ જાળવી રાખવાની રહીસહી આશા પણ બંધારણીય બેંચના ચુકાદાને પગલે મરી પરવારી હોય એવું અત્યારે તો લાગે છે. ચૂંટણીપંચ તટસ્થ અને સ્વાયત્ત છે પણ એ ન તો સ્વાયત્ત તરીકે વર્તે છે કે ન તો તટસ્થ રહીને વર્તે છે. કેન્દ્રમાં જેની સરકાર હોય તેને માફક આવે એ રીતના નિર્ણય ચૂંટણીપંચ લે છે. મહારાષ્ટ્રમાં ભાજપ સાથે શિંદે જૂથની સરકાર છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે એ જોતાં શિંદે જૂથને માફક આવે એવો નિર્ણય ભાજપને પણ માફક આવે જ.
આ સંજોગોમાં શિવસેના પર શિંદે જૂથનો કબજો થાય અને ઉદ્ધવ ઠાકરે હાથ ઘસતા રહી જાય એવી શક્યતા વધારે છે. ચૂંટણી પંચમાં બેઠેલા લોકોનું સ્વમાન જાગે અને નિયમ પ્રમાણે નિર્ણય લેવાનું પસંદ કરે એવો ચમત્કાર થાય તો વાત અલગ છે, બાકી મોટા ભાગે તો શિવસેના પર શિંદે જૂથનો કબજો નક્કી છે. શિવસેનાનું ચૂંટણી ચિહ્ન શિંદે જૂથને ફાળવી દેવાય ને ઉદ્ધવ ઠાકરે જૂથને નવું ચિહ્ન ફાળવાય એવી પ્રબળ શક્યતા અત્યારે તો દેખાઈ રહી છે.
ચૂંટણીપંચ એવો નિર્ણય લે તો તેમાં આશ્ર્ચર્ય નહીં થાય ને એ નિર્ણય વાસ્તવિકતાની વધારે નજીક પણ હશે કેમ કે શિવસેના પર વાસ્તવિક રીતે એકનાથ શિંદે જૂથનો જ કબજો થઈ ગયો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં સ્પીકરની ચૂંટણીમાં ભાજપ અને એકનાથ શિંદેની શિવસેનાના સંયુક્ત ઉમેદવાર રાહુલ નરવેકર સરળતાથી જીતી ગયા ને એ પછી એકનાથ શિંદે સરકારે વિશ્ર્વાસનો મત જીતી લીધો એ વખતે જ એકનાથ શિંદે હવે શિવસેનાના નવા બોસ છે એ નક્કી થઈ ગયેલું.

વિધાનસભામાં એકનાથ શિંદે સરકારને વિશ્ર્વાસના મત વખતે ૧૬૪ ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું જ્યારે વિરૂદ્ધમાં ૯૯ વોટ પડ્યા હતા. મહારાષ્ટ્ર વિધાનસભામાં અત્યારે ૨૮૭ ધારાસભ્ય છે તેથી શિંદે સરકારને જીતવા માટે ૧૪૪ ધારાસભ્યના મતની જરૂર હતી પણ મતદાનમાં માત્ર ૨૭૫ ધારાસભ્યોએ જ ભાગ લેતાં બહુમતી માટે ૧૩૭ ધારાસભ્યોના મતની જરૂર હતી. શિંદે સરકારને તેના કરતાં ૨૭ વધારે ધારાસભ્યોનો ટેકો મળ્યો એ તો મહત્ત્વનું હતું જ પણ વધારે મહત્વનું એ છે કે, ઉદ્ધવ ઠાકરે જૂથ પાસે ગણ્યાગાંઠ્યા ધારાસભ્યો રહી ગયા હતા. ટૂંકમાં શિંદે ઉદ્ધવ કરતાં વધારે તાકાતવર એ વખતે જ સાબિત થઈ ગયા હતા.
ઉદ્ધવ ઠાકરે માટે એ પછી એક માત્ર આશ સુપ્રીમ કોર્ટમાંથી શિવસેના પર તેમનો અધિકાર હોવાનો ચુકાદો આવે તેના પર હતી પણ એ ચુકાદો પણ પ્રતિકૂળ આવતાં ઉદ્ધવ ઠાકરે માટે હવે રાજકીય અસ્તિત્વનો સવાલ આવીને ઉભી રહી ગયો છે. સરકાર તો ગઈ, હવે શિવસેના પણ હાથથી જાય એવું લાગી રહ્યું છે.
મહારાષ્ટ્ર વિધાનસભામાં ઉદ્ધવ જૂથનું અસ્તિત્વ મટી જાય એવો ખતરો છે જ કેમ કે ઉદ્ધવના પડખે ઉભા રહેનારા ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા શિંદે જૂથે અરજી આપી છે. વિધાનસભામાં શિંદે જૂથ માટે ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં જેવો ઘાટ છે, કેમ કે સ્પીકર તેમના છે. તેના કારણે નાળિયેર ઘર ભણી ફેંકાય એવી પૂરી શક્યતા છે. સ્પીકર શિંદે જૂથની સરકાર એવો નિર્ણય લે તો ઉદ્ધવ જૂથ સાફ થઈ જાય. ઉદ્ધવે અને તેમના દીકરા આદિત્ય ઠાકરેએ રાજકીય કારકિર્દીનો એકડો નવેસરથી ઘૂંટવો પડે.
બાળાસાહેબ ઠાકરેએ શિવસેનાના સર્વેસર્વા તરીકે ભત્રીજા રાજ ઠાકરેને બદલે પુત્ર ઉદ્ધવ ઠાકરેને પસંદ કર્યો ત્યારે રાજની જેવી હાલત હતી એવી જ હાલત ઉદ્ધવની થઈને રહી જાય.

રાજે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના નામે નવો પક્ષ બનાવ્યો પણ હજુ મેળ પડ્યો નથી ને રાજકીય કારકિર્દી સાવ ખતમ થઈ ગઈ એવું ઉદ્ધવનું પણ થઈ શકે. આ કવિન્યાય કહેવાય કે નહીં એ ખબર નથી. બાળાસાહેબે સાવ શૂન્યમાંથી સર્જન કરીને શિવસેનાને ઊભી કરી હતી. શિવસેનાને તાકાતવર બનાવવામાં તેમને ત્રણ દાયકા લાગ્યા હતા. ઉદ્ધવ પાસે એટલો સમય નથી એ જોતાં હવે આદિત્યે જ મહેનત કરવી પડે એવી હાલત છે. આદિત્ય મથી પણ રહ્યો છે પણ એ ઠાકરે ખાનદાનનો દબદબો પાછો લાવી શકશે કે કેમ તેમાં શંકા છે.