અધ્ાુરા માસે આવેલ બાળકનું સારવારનાં અભાવે મૄત્યું થતા ડોકટર સહિત બે આરોપીઓને સાત વર્ષની સખ્ત કેદની સજા અને રૂા.10 હજારનો દંડ

અમરેલી,
લાઠી તાલુકાના નારાયણ નગર ગામે તા.28/11/19 થી તા.25/12/19 દરમિયાન નારાયણ નગર ગામે તેમજ ઢસા સીતારામ હોસ્ટિપલ ખાતે આરોપીઓને આગોતરૂ કવાતરૂ રચી આરોપી નં.1 યુવતીને અગાઉ તેમના ગામના ભરત કટારીયા સાથે પ્રેમ સબંધ હોય અને શારીરિક સબંધ બાંધતા યુવતીને ગર્ભ રહી જતા છયેક મહીના બાદ જાણ થતા ઘરે તેમના માતાપિતાને જાણ કરેલ હતી અને અધ્ાુરા માસે ઉદરમાં રહેલ બાળકને જીવના જોખમમાં મુકી અધ્ાુરા માસે ડિલીવરી કરાવેલ અને બાળકને સારવારની જરૂર હોય તે જાણવા છતા અમરેલી નવજીવન હોસ્પિટલ ખાતેથી ચાલુ સારવારે બાળકને લઇ જતા રસ્તામાં બાળકનું મૃત્યુ થતા આરોપીઓએ ભાગવી રાખેલ વાડીમાં ખાડો કરી જમીનમાં દાટી દઇ કોઇને જાણ ન કરેલ આ અંગે દામનગરના પીએસઆઇ પીએલ પરમાર ફરિયાદી બની તા.21/11/2020 ના ફરિયાદ સંદર્ભે તપાસ કરી ગુન્હાનું ચાર્જશીટ રજુ કર્યુ હતું ઉપરોકર કેસ અમરેલી પ્રિન્સીપલ એન્ડ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી પીપી મમતાબેન ત્રિવેદીની ધારદાર દલીલોને ગ્રાહય રાખી ન્યાયાધીશ શ્રી આરટી વચ્છાણીએ નારાયણ નગર હાલ ઇતીરીયા તા.ગઢડાના હિંમત ભાયાભાઇ ખીહડીયા તેમજ ઢસા સીતારામ હોસ્પિટલના ડો.પારસ પ્રહલાદભાઇને કલમ 315 સાથે વાંચતા કલમ 34 માં સાત વર્ષ સખ્ત કેદ અને પ્રત્યેકને રૂા.10 હજાર દંડ, કલમ 304 સાથે વાંચતા કલમ 34 માં સાત વર્ષ સખ્ત કેદ અને પ્રત્યેકને રૂા.10 હજાર દંડ, કલમ 120(બી) સાથે વાંચતા કલમ 34 મુજબ પ્રત્યેક આરોપીને ત્રણ માસ સાદી કેદની સજા અને રૂા.500 દંડ ફટકાર્યો હતો ક્રિમીનલ પ્રોસીઝર કોડ કલમ 235 (1)અન્વયે ચેતનાબેન ઉર્ફે ચેતુ ભીખાભાઇ ખીહડીયા રહે.ગઢડા મુળ ઇતરીયા તથા હિંમત બોઘાભાઇ ખીહડીયા રહે.નારાયણનગર મુળ ઇતરીયાને કલમ 304, 120(બી), 34, 114 મુજબના શિક્ષાપાત્ર ગુન્હામાં શંકાનો લાભ આપી છોડી મુકવાનો કોર્ટે હુકમ કરેલ