અનંતનાગમાં સેનાએ ૪ આતંકીઓને ઠાર માર્યા: સર્ચ ઓપરેશન શરૂ

જમ્મુ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના જંગલોમાં ચાલી રહેલા એક્ધાઉન્ટરમાં સુરક્ષાદળોએ ચાર આતંકીઓને ઢાળી દીધા હોવાના અહેવાલો મળ્યા છે.

જોકે પોલીસનુ કહેવુ છે કે, આંકડો ચોક્કસ નથી.કારણકે મરનારા આતંકીઓની લાશો હજી મળી નથી.એ પછી આંકડા અંગે સાચી માહિતી મળશે.આ ઓપરેશન હજી પણ ચાલી રહૃાુ છે. દરમિયાન અફવા ના ફેલાય તે માટે આ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાને અચોક્કસ મુદત સુધી બંધ કરવામાં આવી છે.આ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની બાતમી મળ્યા બાદ પોલીસ , સેના અને સીઆરપીએફની ટુકડીઓ આ વિસ્તારમાં ઉતરી પડી હતી અને કલાકોથી ઓપરેશન ચાલી રહૃાુ છે.

આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીઓ ચલાવી હતી અને તેનો જવાનોએ જડબાતોડ જવાબ આપ્યો હતો.