અનલૉક-૩ ની તૈયારીઓ: થિયેટર ખૂલવાની સંભાવના, મેટ્રો-સ્કૂલ પર પ્રતિબંધ રહેશે

  • I & B મિનિસ્ટ્રીએ ગૃહમંત્રાલયને કરી ભલામણઅનલૉક-૩ માટે એસઓપી બનાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મહત્વનું છે કે ૩૧ જુલાઈએ અનલૉક ૨વ પૂરુ થઈ રહૃાું છે. સૂત્રો પ્રમાણે અનલૉક-૩મા સોશિયલ ડિસ્ટેન્સિંગ સાથે સિનેમા હોલ ખોલવામાં આવી શકે છે. સૂચના પ્રસારણ મંત્રાલયે આ સંબંધમાં ગૃહ મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો છે. જેમાં એક ઓગસ્ટથી સિનેમા હોલ ખોલવાની વાત કરવામાં આવી છે.
    આ પહેલાં સૂચના પ્રસારણ મંત્રાલય અને સિનેમા હોલ માલિકો વચ્ચે ઘણા રાઉન્ડની બેઠક યોજાઇ હતી. ત્યારબાદ સિનેમા હોલ માલિક ૫૦ ટકા દર્શકોની સાથે થિએટર શરૂ કરવા તૈયાર થયા હતા. પરંતુ મંત્રાલય ઈચ્છે છે કે શરૂઆતમાં ૨૫ ટકા સીટોની સાથે સિનેમા હોલ ખોલવામાં આવે અને ત્યાં નિયમોનું કડક પાલન થાય.
    એટલું જ નહીં અનલૉક-૩ મા સિનેમા હોલની સાથે જીમ પણ ખોલવામાં આવી શકે છે. સૂત્રો પ્રમાણે હજુ શાળા અને મેટ્રો ખોલવા પર વિચાર કરવામાં આવ્યો નથી. તો રાજ્યો માટે પણ અનલૉક-૩મા વધુ છૂટ આપવામાં આવી શકે છે.
    કોરોનાના વધતા સંક્રમણને રોકવા માટે માર્ચ મહિનામાં દૃેશભરમાં લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. જે મે મહિના સુધી ચાલ્યું હતું. જૂન મહિનામાં અનલોક એક હેઠળ કોરોના સંકટને કારણે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ઢીલ આપવામાં આવી હતી. જેમાં આર્થિક પ્રતિબંધોને ખોલવામાં આવ્યા હતા. ત્યારબાદ એક જુલાઈથી અનલૉક-૨ શરૂ થયું હતું જે ૩૧ જુલાઈએ સમાપ્ત થવાનું છે.
    આ પહેલા અનલૉક-૩ને લઈને ચર્ચા ચાલી રહી છે. આ પહેલા માનવામાં આવી રહૃાું હતું કે આ વખતે શાળા-કોલેજ ખોલવા પર વિચાર કરવામાં આવી શકે છે પરંતુ છેલ્લા ઘણા દિવસોમાં જે રીતે દૃેશમાં કોરોનાના કેસ વધ્યા છે, તેને લઈને સરકાર પણ ચિંતામાં છે. તેથી હાલ શાળા-કોલેજ પર પ્રતિબંધ યથાવત રહી શકે છે.