અનલોક સિનેમા હોલ, અભિષેક બચ્ચને કહૃાું-હવે રાહ જોઈ શકતો નથી

કોરોના વાયરસ બાદ લાગેલા લોકડાઉનને કારણે માર્ચ મહિનાથી દેશભરમાં સિનેમાહોલ બંધ થઈ ગયા છે. હવે થિયેટર ફરીથી શરૂ કરવા માટે કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયે નવા આદેશ જારી કર્યા છે અને અનલોક-૫ મુજબ ૧૫મી ઓક્ટોબરથી થિયેટરો ફરીથી શરૂ થઈ જશે. જોકે થિયેટરોએ તેમની ક્ષમતાના ૫૦ ટકા પ્રેક્ષકોને જ સમાવવાના રહેશે. માહિતી અને પ્રસારણ મંત્રાયલ દ્વારા આ અંગેની એક માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરાશે.
આ ઉપરાંત ૩૧મી ઓક્ટોબર સુધી કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉન જારી રહેશે. આ સમાચારથી ઉત્સાહમાં આવી ગયેલા અભિષેક બચ્ચને ટ્વિટર પર લખ્યું હતું કે, આ સપ્તાહના આ સૌથી સારા સમાચાર છે.તેણે એમ પણ લખ્યું હતું કે ૯.૦૦ વાગી ગયા કે શું? હવે રાહ જોઈ શકતો નથી. બીજી તરફ મહારાષ્ટ્ર સરકાર તરફથી જારી કરાયેલા આદેશો અનુસાર ૩૧મી ઓક્ટોબર સુધી રાજ્યમાં સિનેમા હોલ બંધ રહેશે. આ ઉપરાંત તામિલનાડુ સરકારે પણ આ મહિનાના અંત સુધી તેમના રાજ્યમાં થિયેટર શરૂ કરવાની મંજૂરી આપી નથી.
કોરોના વાયરસની શરૂઆત થઈ ત્યાર બાદ તેનો ફેલાવો અટકાવવા માટે આ વર્ષના માર્ચ મહિનાથી દેશભરમાં થિયેટરો બંધ કરી દેવામાં આવ્યા હતા. થિયેટરો બંધ થયા તે અગાઉ અંગ્રેજી મીડિયમ અને શુભ મંગલ જેવી ફિલ્મો રિલીઝ થઈ હતી ત્યાર બાદ કોઈ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થઈ નથી. આ દરમિયાન ઓટીટી પ્લેટફોર્મ પર ઘણી ફિલ્મ રિલીઝ થઈ છે.