‘અનલોક-૧ અસફળ: ૨૪ કલાકમાં કોરોનાના અધધ…૧૭ હજાર કેસ

વધુ ૪૨૨ના મોત સાથે દૃેશમાં મૃત્યુઆંક ૧૪,૮૯૬એ પહોંચ્યો,હાલમાં ૧,૮૬,૫૧૪ એક્ટિવ કેસ , અત્યાર સુધીમાં ૨ લાખ ૭૧ હજાર ૬૯૭ દૃર્દૃીઓ સાજા થયા,યુપીમાં સંક્રમિતોની સંખ્યા ૨૦ હજારની નજીક, કોરોના સંક્રમણ મામલે દિૃલ્હીએ મુંબઈને પાછળ છોડ્યું

ન્યુ દિૃલ્હી,સમગ્ર દૃેશમાં અનલોક-૨ની તૈયારીઓ ચાલી રહી છે અને તેમાં વધુ છૂટછાટ આપવાની શક્યતા વચ્ચે કોરોનારૂપી એક્સપ્રેસ થંભવાનું નામ ન લેતી હોય તેમ સતત વધતા કેસોમાં એક જ દિૃવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસનો એક નવો રેકોર્ડ નોંધાયા છે. આજે ગુરૂવારે સવારે જાહેર કરાયેલાં આંકડા પ્રમાણે, ભારતમાં ૧૭,૦૦૦ કરતા વધુ કેસ એક દિૃવસમાં નોંધાયા છે, પાછલા એક દિૃવસમાં નોંધાયેલા કેસનો રેકોર્ડ ૧૫,૬૮૯ હતો જેમાં વધુ ૧,૫૦૦ કેસ સાથે હવે નવો રેકોર્ડ નોંધાયો છે. તેની સાથે ગઇકાલે બુધવારે સતત બીજા દિૃવસે ૪૦૦થી વધારે એટલે કે ૪૨૨ લોકોના મોત પણ નોંધાયા છે. આ સાથે એક દિૃવસમાં નોંધાયેલા નવા કેસનો આંકડો ૧૭,૧૫૬ થયો છે. ભારતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો વધીને ૪.૭૩ લાખ એટલે કે પોણા પાંચ લાખની નજીક પહોંચી થયો છે, ચાર દિૃવસ પહેલા દૃેશમાં કોરોનાના કુલ કેસનો આંકડો ૪ લાખ હતો. અને વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. દૃરમ્યાનમાં, મધ્યપ્રદૃેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં કોરોના અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે.
મહારાષ્ટ્રમાં બીજા નંબરના સૌથી વધુ કેસ અને ૨૦૮ના મોત નોંધાયા છે. મહારાષ્ટ્રમાં એક દિૃવસમાં નોંધાયેલા મોત ભારતમાં નોંધાયેલા કુલ આંકડાનો અડધાભાગ જેટલો થાય છે. દિૃલ્હીમાં વધુ ૬૪નાં મોત થયા, જ્યારે તામિલનાડુ ૩૩ અને ગુજરાતમાં ૨૫નાં મોત નોંધાયા છે. કર્ણાટકમાં મૃત્યુઆંકમાં ઉછાળો આવ્યો છે, અહીં વધુ ૧૪ના મોત નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસના કારણે થયેલા કુલ મૃત્યુઆંક ૧૪,૮૯૬ થયો છે. જો કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ ૫૭.૪૨ ટકા સુધી પહોંચી ગયો છે. દૃેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૩૦૧૨ લોકો સ્વસ્થ્ય થયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨,૭૧,૬૯૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે છે.
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના વધુ ૩,૮૯૦ , દિૃલ્હીમાં ૩,૭૮૮, તામિલનાડુમાં ૨,૮૬૫ તેલંગાણામાં ૮૯૧, ઉત્તરપ્રદૃેશમાં ૭૦૦, ગુજરાતમાં ૫૭૨, આંધ્રપ્રદૃેશમાં ૪૯૭, હરિયાણામાં ૪૯૦, બંગાળમાં ૪૪૫ અને આસામમાં ૪૨૯ નવા કેસ નોંધાયા છે.
આ પ્રકારે દૃેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિત કેસ ૪ લાખ ૭૩ હજાર૧૦૫ કેસ થઈ ગયા છે. જેમાંથી એક લાખ ૮૬ હજાર ૫૧૪ એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં ૨ લાખ ૭૧ હજાર ૬૯૭ દૃર્દૃીઓ સાજા થઈ ચુક્યા છે. સાથે જ અત્યાર સુધી ૧૪,૮૯૪ દૃર્દૃીના મોત થયા છે. દૃુનિયાભરના તમામ દૃેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો કહેર સતત વધી રહૃાો છે. બે મહિનાના લોકડાઉન બાદૃ તેમાં આપવામાં આવેલી છૂટછાટ બાદૃ કોરોનાનો કહેર દિૃવસેને દિૃવસે ખૂબ જ ઝડપથી વધી રહૃાો છે અને હવે ૧ જુલાઇથી તેમાં વધુ છૂટછાટ આપવામાં આવશે ત્યારે દૃેખીતી રીતે જ કેસો વધવાની શક્યતાને નકારી શકાય તેમ નથી.
તો બીજી તરફ ઈન્ડિય કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં દૃેશમાં ૨ લાખ ૭ હજાર ૮૭૧ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દૃેશમાં અત્યાર સુધી ૭૫ લાખ ૬૦ હજાર ૭૮૨ સેમ્પલ ટેસ્ટ કરાયા છે.
આ પહેલા ૨૦ જૂને ૧૫ હજાર ૯૧૮ સંક્રમિત મળ્યા હતા.છેલ્લા ૨૪ કલાકમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે ૩૮૯૦ સંક્રમિતોની પુષ્ટી કરાઈ હતી. દિૃલ્હીમાં ૩૭૮૮ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા, હવે અહીંયા ૭૦ હજાર ૩૯૦ દૃર્દૃી થઈ ગયા છે, જે મુંબઈ કરતા ૨ હજાર વધારે છે. રાહતની વાત છે કે દૃેશમાં કોરોનોનો રિકવરી રેટ ૬% વધીને ૫૬.૩૮% થઈ ગયો છે.
મધ્યપ્રદૃેશમાં શિવરાજ સરકારે એક જૂલાઈથી રાજ્યમાં કોરોના અભિયાન શરૂ કરશે. આ અભિયાન હેઠળ તમામ ઘરનો સર્વે કરવામાં આવશે. આ સાથે જ ભોપાલમાં બુધવારે ૧૮૭ કેસ સામે આવ્યા હતા. સાથે જ રાજભવનમાં વધુ ૮ કેસ પોઝિટિવ મળ્યા હતા. અહીંયા સતત ૩ દિૃવસથી સંક્રમિત મળી રહૃાા છે. રાજભવનમાં અત્યાર સુધી ૨૪ લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા હવે ૧૨૪૪૮ થઈ ગઈ છે.
બિહારમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૨૩ નવા કેસ આવ્યા છે. સિવાનમાં સૌથી વધારે ૩૯, પટના ૨૦, બેગુસરાયમાં ૧૬ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી ૮,૨૭૩ લોકો સંક્રમિત મળી આવ્યા છે. જેમાંથી ૫૫ લોકોના મોત થયા છે. ૬,૧૦૬ દૃર્દૃી સાજા પણ થયા છે.