અનિલ અંબાણીને મોટી રાહત: એસબીઆઇની અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી

  • અંબાણી વિરુદ્ધ દૃેવાળિયાપણા સહિત હેઠળ કાર્યવાહીની માંગ હતી

    સુપ્રીમ કોર્ટે ગુરુવારે ઉદ્યોગપતિ અનિલ અંબાણીને મોટી રાહત આપી છે. સાથે જ કોર્ટે સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાની એ અરજી પણ ફગાવી દીધી છે જેમાં અનિલ અંબાણી સામે દૃેવાળિયાપણા સંહિતા હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે દિલ્લી હાઈકોર્ટને એ પણ નિર્દૃેશ આપ્યા છે કે તે ૬ ઓક્ટોબરે આ કેસમાં સુનાવણી કરે.
    આ પહેલા ૨૧ ઓગસ્ટે નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (એનસીએલટી)એ બિઝનેસમેન અનિલ અંબાણી સામે દૃેવાળિયાપણાનો કેસ ચલાવવાની મંજૂરી આપી હતી. આ આદૃેશ એસબીઆઈથી લીધેલા ૧૨૦૦ કરોડ રૂપિયાની લોન કેસમાં આવ્યો હતો. અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કમ્યુનિકેશન્સ (આર કૉમ) અને રિલાયન્સ ઈન્ફ્રાટેલને એસબીઆઈએ ૨૦૧૬માં દૃેવાળિયા કેસની મંજૂરી માટે એસબીઆઈએ નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલનો દરવાજો ખખડાવ્યો હતો.