અનિલ કપૂર અને માધુરી દીક્ષિતની ફિલ્મ ’તેઝાબ’ની ઓફિશિયલ રીમેક બનશે

બોલિવૂડ આ વર્ષે અનેક રીમેક્સ રજૂ કરવા જઈ રહૃાું છે. જેમાં વધુ એક રીમેકનો ઉમેરો થશે. બ્લોકબસ્ટર ’કબીર સિંઘ’ આપ્યા બાદ પ્રોડ્યૂસર મુરાદ ખેતાનીએ અમિતાભ બચ્ચન સ્ટારર ‘નમક હલાલની રીમેક બનાવવાના રાઇટ્સ ખરીદ્યા હતા. વાત આટલેથી અટકતી નથી. તેમણે હવે માધુરી દીક્ષિત અને અનિલ કપૂરની કલ્ટ ક્લાસિક ‘તેઝાબની ઓફિશિયલ રીમેક બનાવવા માટેના રાઇટ્સ પણ મેળવ્યા છે.

ફિલ્મ ’તેઝાબ’ની રીમેકના રાઇટ્સ મેળવવા માટે કેટલાક પ્રોડ્યૂસર્સ મેદાનમાં હતા. મુરાદ ખેતાનીએ અન્ય પ્રોડ્યૂસર્સની સરખામણીમાં થોડા વધારે રૂપિયા આપીને આ રાઇટ્સ મેળવ્યા હતા. તેઓ ’ભૂલભૂલૈયા’ની સીક્વલ અને ’થડમ’ની રીમેકને કમ્પ્લીટ કર્યા બાદ ’તેઝાબ’ની રીમેક માટે કામગીરી શરૂ કરશે.

મેકર્સ આ ફિલ્મના પ્લોટને અકબંધ રાખીને સ્ક્રિપ્ટને મોડર્નાઇઝ કરવા ઇચ્છે છે. ‘તેઝાબની રીમેકમાં બે યંગ એક્ટર્સ જોવા મળશે. હજી સુધી જાણી શકાયું નથી કે, માધુરી અને અનિલ પણ રીમેકમાં જોવા મળશે કે નહીં. અત્યારે તો સ્ક્રિપ્ટ તૈયાર કરવાની કામગીરી થઈ રહી છે.