અનુરાગ કશ્યપે ગુસ્સામાં, કહૃાું- આ નવી કંગનાને હું ઓળખતો નથી, બસ હવે બહું થયું

ફિલ્મમેકર અનુરાગ કશ્યપે તાજેતરમાં એક પછી એક ટ્વીટ કરીને કંગના રનૌતને લઈ વાત કરી હતી. સુશાંત િંસહ રાજપૂતની આત્મહત્યા બાદથી કંગનાએ બોલિવૂડમાં ચાલતા નેપોટિઝ્મ તથા કેમ્પને લઈ નિવેદનો આપ્યા છે અને બોલિવૂડના દિગ્ગજો પર ગંભીર આક્ષેપો કર્યાં છે. આ વાતને લઈ અનુરાગ કશ્યપે કહૃાું હતું કે તે આ નવી કંગનાને ઓળખતો નથી. અનુરાગ કશ્યપે સૌ પહેલી ટ્વીટમાં કંગનાનો ‘મણીકર્ણિકા રિલીઝ થઈ ત્યારબાદનો એક વીડિયો શૅર કર્યો હતો અને તેને લઈ કહૃાું હતું, કાલે કંગનાનો ઈન્ટરવ્યૂ જોયો. એક સમયે તે મારી સારી મિત્ર હતી. મારી દરેક ફિલ્મ પર મને પ્રોત્સાહન આપતી હતી.
આ નવી કંગનાને હું ઓળખતો નથી. હમણાં તેનો આ ડરામણો ઈન્ટરવ્યૂ પણ જોયો. આ ઈન્ટરવ્યૂ ‘મણિકર્ણિકા રિલીઝ થઈ પછી તરત જ આવ્યો હતો. સફળતા તથા તાકતનો નશો દરેકને બહેકાવે છે. પછી તે ઈનસાઈડર હોય કે આઉટસાઈડર. મારામાંથી શીખો અને મારા જેવો બનો આ વાતો મેં ૨૦૧૫ પહેલાં ક્યારેય તેની પાસેથી સાંભળી નહોતી. ત્યારથી લઈને અત્યાર સુધી વાત ત્યાં સુધી આવી ગઈ કે જે મારી સાથે નથી તે બધા જ સ્વાર્થી અને ચમચાઓ છે. તમામ સફળ ડિરેક્ટર્સને ગાળો આપવી, એડિટમાં બેસીને સાથી કલાકારોના રોલ કાપે છે, એક સમયે કંગના સાથે કામ કરનાર ડિરેક્ટર્સ આજે તેનાથી દૃૂર ભાગે છે. જો કંગનાને લાગતું હોય કે બીજાને દબાવીને તે તાકતવર બની છે તો.
કંગનાને અરીસો ના બતાવીને તમે તેને માથે ચઢાવીને તમે તેને જ ખતમ કરી રહૃાાં છો. મારે વધું કંઈ નથી કહેવું. શું બકવાસ કરી રહી છે? અને ધડ માથા વગરની વાત કરે છે. આ બધાનો અંત આ જ થશે. હું તેને બહું માનું છું અને આ કંગના મારાથી સહન થઈ શકતી નથી. બાકી બોલે ના બોલે. હું બોલીશ, બહું થઈ ગયું. જો તારા ઘરના લોકોને આ નથી દૃેખાતું, તારા મિત્રોને આ નથી દૃેખાતું તો પછી સાચી વાત એ છે કે દરેક લોકો તારો ઉપયોગ કરે છે અને આજે તારું પોતાનું કોઈ નથી. બાકી તારી મરજી, મને ગાળો આપવી હોય તો આપો. અનુરાગે કંગનાની ફિલ્મ ‘ક્વીન પ્રોડ્યૂસ કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી.