અનુરાગ કશ્યપે પોલીસને આપ્યા એર ટીકીટ સહિતના ઘણા સબૂત

મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેત્રી પાયલ ઘોષ દ્વારા ફિલ્મ નિર્માતા અનુરાગ કશ્યપ પર લગાવવામાં આવેલા જાતિય શોષણના આરોપો બાદ પોલીસે ફિલ્મ નિર્માતા સાથે પુછપરછ કરી હતી. પોલીસે અનુરાગ કશ્યપનુ નિવેદન નોંધ્યુ, લગભગ ૮ કલાક લાંબી પુછપરછ બાદ અનુરાગ કશ્યપ પોલીસ સ્ટેશનમાંથી નીકળ્યા હતા. પોતાના ઉપર લગાવવામાં આવેલા આરોપો પર અનુરાગ કશ્યપે વર્સોવા પોલીસના તપાસ અધિકારીને તમામ સબૂતો આપ્યા છે. જેમાં તે ઓગસ્ટ ૨૦૧૩મા એક ફિલ્મના સંદર્ભમાં શ્રીલંકામાં હતા,
તેને કહૃાું ઓગસ્ટથી સપ્ટેમ્બર ૨૦૧૩ની વચ્ચે તે કામના સિલસિલામાં શ્રીલંકા, મ્યાનમારમાં હતો. તેને આ મામલામાં એર ટિકીટ અને ઇમિગ્રેશન ડૉક્યૂમેન્ટ આપ્યા હતા. અનુરાગ કશ્યપ જે જગ્યા પર ઘટનાનો ઉલ્લેખ કરાયો તેને નકારી દીધો હતો, તેને તમામ ડૉક્યુમેન્ટ ઉપલબ્ધ કરાવ્યા જેમાં તે ફરિયાદૃીના આરોપોને ફગાવે છે. વર્સોવા પોલીસના સુત્રો અનુસાર, પુછપરછમાં અનુરાગ કશ્યપે પોલીસના તમામ સવાલોના જવાબો આપતા, પોતાના પર લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા હતા.
તેને કહૃાું પાયલ ઘોષની પ્રૉફેશનલ કેપેસિટી હુ જાણુ છુ, તેને છેલ્લા કેટલાય સમયથી મે ફોન કે મુલાકાત નથી કરી. વર્સોવા સ્થિત મારા ઘરે તેની સાથે ના કોઇ મુલાકાત થઇ છે અને ના કોઇ યૌન શોષણ કર્યુ છે. હું ખુદ શૉક્ડ છુ કે પાયલે મારા વિરુદ્ધ આવા આરોપો લગાવ્યા છે. આમાં બિલકુલ સચ્ચાઇ નથી, આ મારી વિરુદ્ધ કાવતરુ છે, હુ આ કેસમાં પુરેપુરો નિર્દૃોષ છું. વર્સોવા પોલીસને આપેલા નિવેદનમાં તેને ડ્રગ્સ લેવાની વાતને પણ ફગાવી, તેને કહૃાુ હુ માત્ર સિગારેટ પીવુ છુ, પોલીસ ફરીથી અનુરાગ કશ્યપને પુછપરછ માટે બોલાવવાની છે.