અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને તાપસી પન્નૂના ઘર અને ઓફિસો પર આઈટીના દરોડા

ઇક્ધમ ટેક્સ વિભાગે ફિલ્મ નિર્દૃેશક અનુરાગ કશ્યપ, વિકાસ બહલ અને અભિનેત્રી તાપસી પન્નૂના ઘર પર દરોડા પાડ્યા છે. મળતી જાણકારી મુજબ, આ દરોડા ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંબંધિત છે. ઇક્ધમ ટેક્સ વિભાગ તરફથી મુંબઈના અનેક સ્થળો પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ લોકોની વિરુદ્ધ કથિત રીતે મોટાપાયે ઇક્ધમ ટેક્સની ચોરીનો મામલો છે. આ લોકોના મુંબઈ અને બહારના વિસ્તારના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવી રહૃાા છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ હજુ આ દરોડાના ક્રમમાં બીજા પણ મોટા નામ સામે આવી શકે છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે ફેન્ટમ ફિલ્મ્સના ઠેકાણાઓ ઉપર પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે. તેની સાથે જ ઇક્ધમ ટેક્સ વિભાગે એક નિવેદનમાં કહૃાું છે કે, મુંબઈમાં ફિલ્મ નિર્દૃેશક અનુરાગ કશ્યપ અને અભિનેત્રી તાપસી પન્નૂની સંપત્તિઓ પર ઇક્ધમ ટેક્સના દરોડા પાડવામાં આવ્યા છે.

ઇક્ધમ ટેક્સ વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, ટેક્સ ચોરીના મામલામાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે સંકળાયેલા લોકો સામે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નૂ, વિકાસ બહલ અને અન્ય સામેલ છે. અન્ય અનેક લોકોને પણ ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા ટેક્સ ચોરીના સંબંધમાં શોધવામાં આવી રહૃાા છે. ઇક્ધમ ટેક્સ વિભાગની ટીમ મુંબઈ, પુણે સહિત ૨૦ ઠેકાણાઓ પર એક સાથે દરોડાની કાર્યવાહી હાથ ધરી રહી છે. તેમાં ચાર કંપનીઓ સામેલ છે.