શનિવારે સવારે બોલિવૂડ પ્લેબેક સિંગર અનુરાધા પૌડવાલના દીકરા આદિત્યનું મૃત્યુ થયું છે. તેની ઉંમર ૩૫ વર્ષની હતી. રિપોર્ટ પ્રમાણે, છેલ્લા કેટલાક મહિનાથી તેને કિડનીની તકલીફ હતી. માતાની જેમ આદિત્ય પણ ભજન સિંગર હતો. ફેસબુક પર આદિત્યએ પોતાની અવાજમાં રેકોર્ડ કરેલા ભજન શેર કરેલા છે. થોડા મહિના પહેલાં તેણે એક ઇન્ટરવ્યૂમાં કહૃાું હતું કે, હું ભક્તિ પર સંગીત અને કામ કરવાના પ્લાનિંગમાં વ્યસ્ત છું પરંતુ તેની તબિયત ખરાબ થઇ ગઈ. આદિત્યનું નામ ભારતના સૌથી નાની ઉંમરમાં મ્યુઝિક ડિરેક્ટરના રૂપે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં સામેલ છે. પદ્મશ્રી અને નેશનલ અવોર્ડથી સન્માનિત અનુરાધા પૌડવાલે આશરે ૪ દશકા સુધી બોલિવૂડ સોંગ અને ભજન ગાયા હતાં. તેના લગ્ન અરુણ પૌડવાલ સાથે થયા હતા. અરુણ સંગીતકાર એસડી બર્મનના અસિસ્ટન્ટ હતા. ૯૦ના દશકામાં અનુરાધા પૌડવાલ તેમના કરિયરમાં ટોપ પર હતાં, તે સમયે પતિ અરુણનું એક અકસ્માતમાં મૃત્યુ થયું હતું. હવે દીકરાએ પણ દુનિયાને અલવિદૃા કહી દીધું. તેમની એક દીકરી છે જેનું નામ કવિતા પૌડવાલ છે.