અનુષ્કાના સંગાથમાં ક્રિકેટ યાદ જ ન આવ્યુ: કોહલી

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન વિરાટ કોહલી અત્યારે ટીમ સાથે ટૂર્નામેન્ટ પહેલાં પ્રેક્ટિસ સેશન દ્વારા તૈયારીઓ કરી રહૃાો છે. કોહલીએ પોતાની ફ્રેન્ચાઇઝ રોયલ ચેલેન્જર્સના એક પ્રોગ્રામ ’બોલ્ડ ડાયરિઝ’માં કહૃાું કે, “હું પહેલા પ્રેક્ટિસ સેશન માટે ગયો, ત્યારે નર્વસ હતો. પરંતુ નેટ્સમાં બધું બરાબર થયું હતું. સાચું કહું તો- આ જે બ્રેક હતો તે દરમિયાન મને લાગ્યું હતું તેટલી મને રમતની યાદ નહોતી આવી. કારણકે હું છેલ્લા ૯-૧૦ વર્ષથી સતત રમી રહૃાો હતો. અને કદાચ આ સિવાય મને અન્ય કોઈ બ્રેક મળવાનો નહોતો.”
કોહલીએ કહૃાું કે, સૌથી શ્રેષ્ઠ વાત એ હતી કે હું અને અનુષ્કા સાથે હતા. ઘરે હતા. જ્યાર અમે એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું, ત્યારથી લઈને આજ સુધી ક્યારેય આટલો ટાઈમ સાથે પસાર કર્યો નથી. તમે પોતાના ઘરે પોતાના પ્રેમી સાથે હોઉં તો એનાથી વિશેષ કઈ નથી. અમે આ ટાઈમનો ભરપૂર ઉપયોગ કર્યો અને પોતાનું એક રૂટિન પણ બનાવ્યું હતું.