અનુષ્કા શર્માને આ જ અઠવાડિયે હોસ્પિટલમાંથી લઇ શકે છે રજા

૧૧ જાન્યુઆરીના રોજ અનુષ્કા શર્માએ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો હતો. માનવામાં આવે છે કે અનુષ્કાને આ અઠવાડિયે ડિસ્ચાર્જ મળી શકે છે. રિપોર્ટ પ્રમાણે, અનુષ્કા રાતના સમયે હોસ્પિટલથી ઘરે રવાના થશે, જેથી તે ફોટોગ્રાફર્સની નજરે ના આવે. આટલું જ નહીં એવી પણ ચર્ચા છે કે અનુષ્કા શર્મા ઘરે જવા માટે બીજી કારનો ઉપયોગ કરી શકે છે. અનુષ્કા હોસ્પિટલના પાછળના દરવાજેથી જશે. અનુષ્કા-વિરાટે ફોટોગ્રાફર્સને દીકરીની તસવીર ક્લિક ના કરવાની વિનંતી કરીને પત્ર લખ્યો છે. વિરાટ તથા અનુષ્કાએ પત્રમાં કહૃાું છે, ’હાઈ, તમે અમને આટલા વર્ષોમાં જે પ્રેમ આપ્યો, તેના માટે આભાર. આ ખાસ પ્રસંગની ઉજવણી તમારી સાથે સેલિબ્રેટ કરીને આનંદ થઈ રહૃાો છે.
પેરેન્ટ્સ તરીકે અમે તમને એક સામાન્ય અપીલ કરીએ છીએ. અમારી દીકરીની પ્રાઈવસીની સુરક્ષા કરવા માગીએ છીએ અને તે માટે તમારી મદદ તથા સમર્થન ઈચ્છીએ છીએ. વધુમાં નોટમાં કહેવામાં આવ્યું છે, ’અમે તમને આશ્ર્વાસન આપીએ છીએ કે તમને અમારી ઉપર ફીચર કરવા માટે જરૂરી કન્ટેન્ટ મળી જશે. અમે આગ્રહ કરીએ છીએ કે અમારી દીકરી સાથે જોડાયેલું કોઈ કન્ટેન્ટ ના કરો અને તેને પબ્લિશ ના કરો.
અમને ખ્યાલ છે કે તમે આ સમજશો. આના માટે આભાર. અનુષ્કા તથા વિરાટ પોતાની પ્રાઈવસી અંગે ઘણાં જ સાવચેત છે. બંનેએ હોસ્પિટલમાં પણ કેટલાંક કડક નિયમો મૂક્યા છે. અનુષ્કાને પરિવારના નિકટના સભ્યો પણ મળવા આવી શકે તેમ નથી. તેમણે નક્કી કર્યું છે કે તેઓ ફૂલો અથવા કોઈ પણ જાતની ગિટ્સ હોસ્પિટલમાં લેશે નહીં. આટલું જ નહીં અનુષ્કાના લોર પર આવેલા અન્ય રૂમના વિઝિટર્સ પણ એક્ટ્રેસના રૂમ તરફ આવી શકતા નથી. હોસ્પિટલ સ્ટાફ પણ ટાઈટ સિક્યોરિટીમાંથી પસાર થઈને જ રૂમમાં આવે છે.