અમરેલી,
અમરેલી જિલ્લાના લાખો લોકોને સારવાર આપી ચુકેલ લોકપ્રિય તબીબ અને આઇએમએના પ્રેસીડેન્ટ તથા એએચપીના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ એવા ડૉ ગોવિંદભાઇ ગજેરાની તબીયત લથડતા અમદાવાદ ખસેડાયા હતા અને હાલમાં તે સંપુર્ણ સ્વસ્થ થઇ ગયા છે અમદાવાદ ખાતે ડૉ. ગજેરાના મિત્ર એવા હીન્દુ હદય સમ્રાટ ડૉ. પ્રવિણભાઇ તોગડીયા સતત સાથે રહયા હતા અને અમદાવાદ હોસ્પિટલમાંથી રજા મળતા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગ દળ અમરેલી દ્વારા પદયાત્રા યોજાઇ હતી આગેવાનોએ ભુરખીયા દાદા ના સાનિધ્યમાં પ્રાર્થના વંદન કરવા માટે પ્રયાણ કરેલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડોક્ટર જીજે ગજેરા ની તબિયત નાદુરસ્ત હતી અને તેમને અમદાવાદ ખાતે હોસ્પિટલ એક બાયપાસ સર્જરી કરવામાં આવેલી અને આ સમયે અમરેલી શહેર અને જિલ્લાભરના દરેક કાર્યકર્તા ભાઈઓ અને મહિલા ઓજસ્વી ગ્રુપ દ્વારા ભુરખીયા હનુમાનજી દાદાને પ્રાર્થના કરેલી અને ડૉ.ગજેરા એકદમ સ્વસ્થ થઈ ગયા જોકે ડૉ.ગજેરા ઉપર કંઈક ગરીબ દુખિયા અને દર્દીઓના પણ ખૂબ જ આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે એટલે અમરેલી તાલુકા અને શહેર ટીમ દાદાના ચરણોમાં વંદન કરવા માટે પગપાળા યાત્રા કરેલી જેમાં વિભાગ ઉપાધ્યક્ષ શ્રી દડુભાઇ ખાચર આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી રાષ્ટ્રીય બજરંગ દળ જિલ્લા અધ્યક્ષ દિલીપભાઈ બામટા જિલ્લા કાર્યાધ્યક્ષ મજબૂત ભાઈબસિયા જિલ્લા મંત્રી વિપુલભાઈ ગજેરા શહેર અધ્યક્ષ જીગ્નેશ ભાઈ કયાડા મંત્રી મહેશભાઈ લાડવા ઉપાધ્યક્ષ હિતેશભાઈ જોશી બાલમુકુંદ વાઢેર ગોપાલભાઈ વાઢેર લાલજીભાઈ ડાભી શૈલેષભાઈ ડાભી રાજુભાઈ ચોટલીયા નિલેશભાઈ ડાયાણી તેમજ ઘણા બધા કાર્યકરો આ યાત્રામાં જોડાયેલા આ યાત્રા પ્રસ્થાન કરાવવા માટે જિલ્લા અધ્યક્ષ ડોક્ટર દેસાણી ઇન્ડિયા હેલ્થ લાઈન જિલ્લા અધ્યક્ષ ડોક્ટર ગોંડલીયા તેમજ નિલેશભાઈ સોલંકી જીલુભાઇ વાળા દ્વારા જય શ્રી રામના નાદ સાથે આ યાત્રા નું પ્રસ્થાન કરાવેલ આ કાર્યકરો વહેલી સવારે 5:00 વાગે ભુરખીયા દાદા ની પ્રથમ આરતી નો લાભ લઈ ડોક્ટર ગજેરા જલ્દીથી સ્વસ્થ થઈ અને ગરીબોની સેવા અર્થે સક્ષમ થઈ જાય તેવી પ્રાર્થના સાથે હનુમાન ચાલીસા પાઠ પણ કરેલા તેમ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ સુરેશભાઈ સોલંકી દ્વારા જણાવવામાં આવેલ છે.